મા તે મા દિકરા માટે વૃદ્ધ માતાએ બેડ અને વેન્ટીલેટર ત્યાગી બચાવ્યો જીવ

જજનીની જોડ સખી નહી જડે રે લોલ આ સાંભળીએ ત્યારે આપણે માતાના પ્રેમમાં ખોવાઇ જઇએ છીએ પરંતુ માતાને ક્યારેય પ્રેમ કરવા પંક્તિની જરૂર હોતી નથી. સાણંદના ભાનુમતી બહેનને કોરોના થતા તેમને સોલા સિવિલ લઇ જવામાં આવ્યા હતા. બાદમાં તેમના દિકરા રાજેન્દ્ર ભાઇને પણ કોરોના થયો હતો.

5 મેના રોજ રાજેન્દ્રભાઇની તબિયત લથડતા તેમને પણ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને ડૉક્ટર્સે કહ્યું કે તેમને વેન્ટિલેટરની વધારે જરૂર છે પરંતુ હોસ્પિટલ પાસે વેન્ટિલેટર નથી. જો તેમના માતા ભાનુમતિબહેન કે જે પહેલેથી જ વેન્ટીલેટર પર છે તે તેમનુ વેન્ટિલેટર દિકરાને આપવા તૈયાર થાય તો જીવ બચી શકે તેમ છે.

આ વાત માતા ભાનુમતિને ખબર પડી તો તે તરત જ તૈયાર થઇ ગયા અને તેમણે કહ્યું કે ઘરના મોભીનો જીવ બચતો હોય તો વેન્ટિલેટર ત્યાગી દેવા પણ તૈયાર છું. આ વાત માટે રાજેન્દ્ર ભાઇના પત્ની પણ તૈયાર થયા અને વેન્ટિલેટર રાજેન્દ્ર ભાઇને આપ્યુ. ભાનુમતિ બહેને બુધવારે પોતાનો દેહ છોડ્યો હતો.