ટાટા મોટર્સ ચાર વર્ષમાં 10 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરીને ઇલેક્ટ્રિક કારની ડિમાન્ડ વધારવાની યોજના કરી રહી છે. આ માહિતી કંપનીના અધ્યક્ષ એન ચંદ્રશેરન પાસેથી મળી છે ત્યારે 76મી વાર્ષિક સભામાં શેરહોલ્ડરોને સંબોધન કરતાં ચંદ્રશેકરણે જણાવ્યું હતું કે, ‘ભારતમાં આ વર્ષે અમારા પોર્ટફોલિયોમાં ઇલેક્ટ્રિક વ્હિકલ્સની પહુંચ હવે બમણી થઈને બે ટકા થઈ ગઈ છે ત્યારે અમે આવનારા વર્ષોમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ અને ટાટા મોટર્સ ભારતીય માર્કેટમાં ફેરફારનું નેતૃત્વ કરશે છે. વર્ષ 2025 સુધીમાં ટાટા મોટર્સ પાસે 10 ઇલેક્ટ્રિક વાહનો હશે.’
ટાટા ગ્રુપ ભારતમાં અને તેનાથી બહારના સેલ અને બેટરી મેન્યુફેક્ચરીંગમાં ભાગીદારીની શોધખોળ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવામાં પણ રોકાણ કરશે. ચંદ્રશેકરાએ કહ્યું કે,’એક જૂથ બનીને ભારતમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં માટે સક્રિયપણે રોકાણ કરશું અને ટાટા ગ્રુપ ભારત અને યુરોપમાં બેટરીનો પુરવઠો સુરક્ષિત રાખવા માટે સેલ અને બેટરી મેન્યુફેક્ચરિંગમાં ભાગીદારીની સક્રિય શોધખોળ પણ કરી રહ્યું છે’.
હાલના સમયમાં ટાટા મોટર્સ ભારતમાં સૌથી મોટી ઇવી પ્લેયર છે જેની પાસે હાલ બજારમાં બે સંપૂર્ણ ઇલેક્ટ્રિક મોડેલ્સ છે જે નેક્સન ઇવી અને ટિગોર ઇવી નામે જાણીતી છે. અલ્ટ્રોઝનું ઇલેક્ટ્રિક વર્જન એક મહિનામાં શરૂ થવાની સંભાવના છે,એટલું જ નહિ નેક્સન ઇવીનું ભારતમાં સૌથી વધુ વેચાણ કરવામાં આવ્યું છે. નેક્સન ઇવીનું વેચાણ જાન્યુઆરી 2020 માં શરૂ થયું ત્યારથી 4,000 યુનિટનું વેચાણ કરવામાં આવ્યું છે. બીજી ઇવી કાર બે બ્રિટિશ લક્ઝરી ઓટો ઉત્પાદકો, જગુઆર અને લેન્ડ રોવર સાથે સ્પર્ધા કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવશે.
ચંદ્રશેકરાને કહ્યું, ‘ટાટા ગ્રુપ જૂથની સાથે એક ઓટોમોટિવ સોફ્ટવેર અને એન્જિનિયરિંગ વર્ટીકલનું પણ મૂલ્યાંકન કરી રહ્યા છીએ જે કનેક્ટેડ અને સ્વચાલિત વાહનોની નવી દુનિયામાં આગળ વધવામાં મદદ કરશે. ત્યારે ટાટા ગ્રુપને સ્પષ્ટ છે કે ટકાઉ ગતિશીલતામાં આ સંક્રમણ એ એક વિચાર છે જેનો સમય આવી ગયો છે અને ટાટા ગ્રુપ તેને પકડવા માટે ગતિ અને સ્કેલ સાથે આગળ વધશે. ભારતમાં અને તેનાથી આગળ ગ્રાહક વર્તણૂક પરિવર્તનને સક્રિયપણે ચલાવશે.’
ટાટા મોટર્સ કરશે નવી 10 ઇલેક્ટ્રિક કાર લોન્ચ, માર્કેટમાં મચાવશે તહેલકો…
