મેકઅપ વિના આવી હાલતમાં દેખાઈ ‘તારક મેહતા..’ ની દયાબેન, ઓળખવી પણ થઇ મુશ્કેલ

ટીવીનો સૌથી પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ ઘરે ઘરે લોકોનો મનગમતો શો છે. જોકે, લાંબા સમય સુધી આ શો માં કામ કરવાવાળા ઘણા કલાકારો આ શો છોડીને ચાલ્યા ગયા છે. શો નું સૌથી પ્રખ્યાત પાત્ર દયાબેન આજે પણ લોકોના દિલોમાં વસેલું છે, પરંતુ આ પાત્ર નિભાવવાવાળી દિશા વાકાની વર્ષોથી શો માંથી ગાયબ છે. લગ્ન અને દીકરી થયા પછી દિશા આ શો માં દેખાતી નથી. મેકર્સ એમને લાવા માટે ઘણા પ્રયત્નો કરી ચુક્યા છે. એ બધામાં દિશાના કેટલાક એવા ફોટા સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં એને ઓળખવી પણ મુશ્કેલ થઇ રહી છે. સામે આવેલ ફોટામાં એ મેકઅપ વિના અને વિખરાયેલા વાળમાં દેખાઈ રહી છે. એમના ચહેરાનો રંગ પણ બદલાયેલો દેખાઈ રહ્યો છે. એને આવી હાલતમાં જોઇને ઓળખવી પણ મુશ્કેલ થઇ રહી છે.



વાયરલ થઇ રહેલ દિશા વાકાનીનો ફોટો જોઇને ફેંસ એમને અલગ અલગ સવાલ કરી રહ્યા છે. એકે પૂછ્યું – તમે શો માં ક્યારે પાછા ફરી રહ્યા છો. એકે લખ્યું – મેમ જણાવો કે તમે તારક મેહતા શો માં ક્યારે પાછા ફરી રહ્યા છો. એક અન્ય એ ભાવુક થઈને લખ્યું – તમારી ખૂબ જ યાદ આવી રહી છે. એકે તો સંભળાવતા કહ્યું કે પતિએ જ એમનું કરિયર બરબાદ કરી દીધું.



તમને જણાવી દઈએ કે દયાબેનને શો માં જોવા માટે લાંબા સમયથી ફેંસ રાહ જોઈ રહ્યા છે. મેકર્સ પણ ઘણીવાર એમનો સંપર્ક કરી ચુક્યા છે, પરંતુ હંમેશા એમના દરેક પ્રયત્ન બેકાર ગયા છે. શરૂઆતમાં લાગી રહ્યું હતું કે એ શો માં પાછી આવી જશે, પરંતુ પછી એમણે કેટલીક એવી શરતો રાખી કે મેકર્સને એમની સાથે સમાધાન કરવું મુશ્કેલ લાગ્યું. જોકે, તેમ છતાં એમણે પ્રયત્ન ના છોડ્યા.



જણાવી દઈએ કે દિશાનો જન્મ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. પરંતુ એ ભાવનગરમાં મોટી થઇ છે. એ ત્યારથી એક્ટિંગ સાથે જોડાયેલી છે, જયારે એ સ્કૂલમાં ભણી રહી હતી. એમણે ગુજરાત કોલેજ, અમદાવાદથી ડ્રામેટિક આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યું છે.



બહુ જ ઓછા લોકો જાણે છે કે દયા ભાભીના નામથી ફેમસ દિશા એ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કોઈ ટીવી શો થી નહીં, પણ ફિલ્મોથી કરી હતી. જાણીને નવાઈ લાગશે કે એ પહેલી વાર ૧૯૯૭ માં બી ગ્રેડ ફિલ્મ ‘કમસિન : દ અનટચ્ડ’ માં આવી હતી.

એ પછી દિશા વાકાણીએ ફૂલ ઔર આગ (૧૯૯૯), દેવદાસ (૨૦૦૨), મંગલ પાંડે : દ રાઈજીંગ (૨૦૦૫), જોધા અકબર (૨૦૦૮), c -કંપની (૨૦૦૮) અને લવ સ્ટોરી ૨૦૫૦ જેવી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.



જો દિશાના ટીવી કરિયરની વાત કરીએ તો એ પહેલી વાર ૨૦૦૪ માં ખિચડી માં દેખાઈ હતી. જોકે, સાચી ઓળખ એમને ૨૦૦૮ થી શરુ થયેલ શો તારક મેહતા કા ઉલટા ચશ્માંથી મળી. તારક મેહતા કા ઉલટા ચશ્માંની પહેલા એ ગુજરાતની ઘણી પ્રખ્યાત સીરીયલોમાં કામ કરી ચુકી છે. આ સીરીયલમાં દેરાણી જેઠાણી, ચાલ ચંદૂ પરણી જઈએ, લાલી લીલા, અષાઢ નો એક દિવસ, બા રિટાયર, ખરા છો તમે, અલગ છતાં લગોલગ અને સો દાહડા સાસૂ શામેલ છે.



દિશાના પિતા ભીમ વાકાની પણ જવાનીના દિવસોથી એક્ટિંગમાં સક્રિય છે. એ અત્યાર સુધી ઘણી ગુજરાતી સીરીયલો અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે એ અમદાવાદમાં ‘વાકાની થિયેટર’ ના બેનર હેઠળ ગુજરાતી નાટકોનું નિર્માણ કરી રહ્યા છે. ભીમ વાકાની દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘણી સીરીયલોમાં દિશાના ભાઈ મયૂર અને મોટી બહેન ખુશાલી કામ ચુક્યા છે.

દિશા વાકાનીના લગ્ન નવેમ્બર ૨૦૧૫ માં થયા. એમણે મુંબઈ બેસ્ડ ચાર્ટર્ડ એકાઉટન્ટ મયૂર પરિહા સાથે સાત ફેરા લીધા. ૨૦૧૭ માં એમણે એક દીકરીને પણ જન્મ આપ્યો. લગ્ન પછી દિશા તારક મેહતા કા ઉલટા ચશ્માંમાં નથી દેખાઈ રહી. એ અત્યારે તો પરિવાર સાથે સમય વિતાવી રહી છે.