સૂર્યોદય કરતા આ સમયે સૂરજદાદાને જળ અર્પણ કરશો તો મનની દરેક ઈચ્છાઓ થશે પૂર્ણ…

શું તમારી કોઈ એવી મનોકામના છે જે પુરી નથી થતી? તો તમને આજે આ લેખના માધ્યમથી જાણવા મળશે કે તમારી અધુરી મનોકામના પૂરી કઈ રીતે કરી કરવી. આ આખો લેખ ધ્યાનથી વાંચો જેથી કરીને તમે તમારી અધુરી મનોકામના પૂર્ણ કરવા મદદ મળી શકે. તો ચાલો જોઈએ.

હિન્દુ ધર્મમાં વેદ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સૂર્ય અને ચંદ્ર બધા ગ્રહોમાં સૌથી વધારે ધાર્મિક અને પૂજનીય માનવામાં આવે છે. સૂર્યદેવ માનવીને સાચો માર્ગ અને સારું આયુષ્ય આપે છે, જ્યારે કે ચંદ્રદેવ અંધારામાં પોતાનો પ્રકાશ ફેલાવીને લોકોને અજવાળું આપે છે. પરંતુ સૂર્યદેવમાંથી વધારે પ્રકાશ પ્રાપ્ત થતો હોય છે. તો જોવા જઈએ તો સૂર્યદેવ આપણા શરીરને અને આપણા સ્વાસ્થાયને અનેક પ્રકારના ફાયદો આપે છે. જેના કારણે લોકો સૂર્યદેવની દરરોજ પૂજા કરતા હોય છે. તો ચાલો સૂર્યદેવને સંબંધિત અમુક વિશેષ વાતો જોઈએ.હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ દરેક મનુષ્યએ સૂર્યોદય પહેલા ઉઠીને, સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી મનુષ્ય ખૂબ ધનવાન બની શકે છે. તે ઉપરાંત જો મનુષ્ય ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા કરે છે તો તે પવિત્ર થાય છે.

સૂર્યનારાયણ દેવની પૂજા કરવાવાળા મનુષ્યોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી અને આવા લોકો ક્યારેય પણ પરેશાન થતા નથી. આવા લોકો બધી મુશ્કેલીનો સામનો નિર્ભયતાથી કરતા હોય છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ લોકો ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરે છે એ લોકોનું સ્વાસ્થ્ય હંમેશા ઉત્તમ રહે છે.સૂર્યનારાયણ દેવની પૂજા કરતા લોકોનું બધા આદર કરે છે. સૂર્યદેવની પૂજા કરવાથી સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. ઘણા બધા લોકોને નાની નાની વાતમાં ગુસ્સો આવી જતો હોય છે, એવા લોકોએ સૂર્યનારાયણ દેવની પૂજા કરવી જોઈએ.

સૂર્યનારાયણ દેવની પૂજા કરતા બધા લોકોના મનમાંથી લોભ અને ખરાબ વિચારો દૂર થાય છે. આવા લોકો જીવનમાં ક્યારેય પણ બીજા લોકો સાથે દગો કરવાનું વિચારતા પણ નથી. સૂર્યદેવની પહેલી કિરણ ખુબ ઉર્જા લાવતી હોય છે. જો તમને સૂર્યદેવના પહેલા કિરણ સાથે જાગો છો, તો તમને ચોક્કસ લાભ થશે. જો તમે પોતાના જીવનને સફળ કરવા ઇચ્છતા હોય, તો તમારે સૂર્યોદય પહેલા ઉઠીને ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજામાં લાગી જવું જોઈએ.આ ઉપરાંત રવિવારના પવિત્ર દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા કરાવથી અને તમને જેલ ચડવાથી માણસની સંપત્તિ અને આરોગ્યમાં ખુબ વધારો થાય છે. પરંતુ ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવા માટે હંમેશા તાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ. તાંબાના કળશમાં ફૂલ, કંકુ અને ચોખા અર્પણ કરીને સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ.