સની દેઓલે સીન શૂટ કરતા પહેલા જ અમરીશ પુરીને મોકલાવી દીધો હતો આ મેસેજ

સની દેઓલ બોલીવુડનું સૌથી દમદાર નામ છે, પોતાના પિતા એટલે અભિનેતા ધર્મેન્દ્રની જેમ જ જોશ અને હિંમતની સાથે બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સની દેઓલે પોતાના કરિયરની ઉત્તમ ફિલ્મો ઘાયલ, ઘાતક અને દામિની રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં કરી છે. આ ફિલ્મોમાં અલગ જ સની દેઓલ જોવા મળ્યા. આ ફિલ્મો ફક્ત બોક્સ ઓફીસ પર સુપરહિટ રહી પણ ટીકાકારો પાસેથી પ્રશંસા અને ઘણા પુરસ્કાર પણ મળ્યા. વર્ષ ૧૯૯૬ માં રિલીજ થયેલ ફિલ્મ ઘાતક સુપરહિટ થઇ હતી. ફિલ્મમાં એવા ઘણા સીન હતા, જે કોઈને પણ ભાવુક કરી દે છે.ઘાતકમાં સની દેઓલની સાથે અમરીશ પુરી અન મીનાક્ષી શેષાદ્રી જોવા મળી હતી. હાલ જ મીડિયામાં સની દેઓલએ ફિલ્મ સાથે જોડાયેલ એક સીન યાદ કર્યો હતો. મીડિયા રીપોર્ટમાં મળેલ માહિતી મુજબ, સની દેઓલને એમ જ સીનના શૂટિંગ વિષે પૂછવામાં આવ્યું હતું. એક બોલીવુડ રીપોર્ટ સાથે જોડાયેલ એક મેગેઝીન સાથે ઈન્ટરવ્યુમાં સનીને સવાલ પૂછવામાં આવ્યું હતું કે ,’ઘાતક તમારી સૌથી શાનદાર ફિલ્મ છે. એનો કોઈ સીન તમને યાદ છે કે તમે કેવી રીતે શૂટ કર્યો હતો.’ સની દેઓલ જવાબ આપે છે, ઘણા વારંવાર રીપીટ તો થઇ જતા હતા, પણ મારી અને રાજકુમારની એવી કેમેસ્ટ્રી રહી છે, કે ઘણા સીન શૂટ કરવા ઘણા મુશ્કેલ હતા.સની દેઓલ કહે છે, ’એક સીન હતો જેમાં હું પિતાને જણાવું છું કે તમને કેન્સર છે. અમરીશ પુરીજી મારી સાથે હતા. મેં ડાયરેક્ટર સાહેબને કહ્યું કે તમે અમરીશ પુરીને જઈને જણાવી દો કે મને ખબર નથી કે હું શું કરવાનો છો કારણકે એ એકદમ ભાવુક સીન હતો. ખબર નથી મને એ સમયે શું થતું હતું. પછી મેં એ પાત્રને મારી અંદર એવું ઢાળી દીધું કે હું સાચે જ કાશી બની ગયો.’સની આગળ જણાવે છે, ‘સીન અમે શૂટ કરવાનું શરુ કર્યું તો એ સિં એવી થયો કે ખત્મ થયા પછી પણ સેટ પર રહેલા લોકો રડતા રહી ગયા હતા. ઘણીવાર એવા સીન રહેતા હતા કે રાજકુમાર સંતોષી અને મારું બોન્ડીંગ સાફ દેખાતું હતું. એ મારી વાત માનતા પણ હતા અને સાંભળતા પણ હતા.’ સની દેઓલ અને રાજકુમાર સંતોષીની આ સુપરહીટ જોડીએ ઘાયલ જેવી ફિલ્મો પણ આપી છે. જોકે, આગળ જતા બંનેના સંબંધમાં એક ફિલ્મને લઈને ખટાશ પણ આવી ગઈ. પરંતુ બોલીવુડ કરિયરમાં સની દેઓલે ક્યારેય રાજકુમાર સંતોષીને ખોટું ના કહ્યું.

મીડિયા રીપોર્ટમાં મળેલ માહિતી મુજબ, એક વાર ધર્મેન્દ્રની નારાજગી સામે જરૂર આવી હતી. ધર્મેન્દ્ર એ તો એટલે સુધી કહી દીધું હતું કે રાજકુમારની ઘાયલને કોઈ પ્રોડ્યુસ કરવા તૈયાર નહતું. એટલે અમે રાજકુમાર સંતોષી જેવા ડાયરેક્ટર પેદા કર્યા છે. આ બાબતે જયારે એક વાર રાજકુમાર સંતોષીને સની સાથે ફિલ્મને લઈને પૂછવામાં આવ્યું હતું તો એમણે કહ્યું હતું કે સારી કહાની મળતા એ જરૂર એમની સાથે ફિલ્મ બનાવશે.