મુસ્લિમ છોકરી માની પહેલી નજરમાં જ દિલ આપી બેઠા હતા સુનીલ શેટ્ટી, ૯ વર્ષની રાહ જોયા પછી થયા લગ્ન

સુનીલ શેટ્ટી એક એવા એક્શન હીરો છે, જે ૯૦ ના દશકના સૌથી ઉત્તમ સ્ટારમાંથી એક માનવામાં આવે છે. એમણે પોતાની એક્શન ફિલ્મો દ્વારા બધાનું દિલ જીતી લીધું છે. સુનીલ શેટ્ટી આજે કોઈની ઓળખના મોહતાજ નથી. આજે પણ લોકો એમને હંમેશા યાદ કરે છે. એમની ફિલ્મો જબરદસ્ત સુપરહિટ થાય છે. સુનીલ શેટ્ટીને ફેંસ અન્ના કહીને પણ બોલાવે છે. સુનીલ શેટ્ટીએ પોતાના ઉત્તમ અભિનયના બળ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું નામ કમાયું છે.



તમને જણાવી દઈએ કે જયારે પણ સુનીલ શેટ્ટીની ફિલ્મો સિનેમાઘરોમાં આવતી હતી તો જોનારાની લાંબી લાઈન લાગી જતી હતી. સુનીલ શેટ્ટી એ પોતાના દમદાર અભિનય, સ્ટાઈલ અને ડાયલોગથી બધા ફેન્સને ખૂબજ પ્રભાવિત કર્યા છે. સુનીલ શેટ્ટી એ પોતાના ફિલ્મી કરિયરમાં એક થી એક ચડિયાતી ફિલ્મો કરી છે અને એ પોતાના દરેક પાત્રને બખૂબી નિભાવવાનું જાણે છે.



એમ તો સુનીલ શેટ્ટી પોતાની ફિલ્મોને લીધે હંમેશા જ ચર્ચામાં છવાયેલા રહે છે પણ આજે અમે તમને એમના અંગત જીવન વિષે જણાવવાના છીએ. વાત એવી છે કે આજે અમે તમને સુનીલ શેટ્ટી અને એમની પત્ની માના શેટ્ટીની પ્રેમ કહાની વિષે જણાવીશું.એવું કહેવાય છે કે સુનીલ શેટ્ટી પહેલીનજરમાં જ માનાને દિલ આપી બેઠા હતા.



તમને જણાવી દઈએ કે માના અડધી પંજાબી અને અડધી મુસલમાન પરિવારથી છે, જેની પર બોલીવુડના એક્શન હીરો સુનીલ શેટ્ટીનું દિલ આવી ગયું હતું. માના એકદમ પ્યારી અને સુંદર છે. સુનીલ શેટ્ટી એ મુંબઈના મલાબાર હિલ વિસ્તારમાં આવેલ એક પેસ્ટ્રી શોપમાં માનાને જોઈ હતી અને પહેલી જ અભિનેતાને એમની સાથે પ્રેમ થઇ ગયો હતો. સુનીલ શેટ્ટી એ એ સમયે જ નક્કી કરી લીધું હતું કે માના ને જ પોતાની જીવનસાથી બનાવશે , જેના માટે સૌથી પહેલા સુનીલ શેટ્ટી એ માના સાથે મિત્રતા કરી હતી.



એવું જણાવવામાં આવે છે કે સુનીલ શેટ્ટીએ માનાને પ્રભાવિત કરવા માટે પહેલા એમની બહેન સાથે મિત્રતા કરી હતી અને એમના દ્વારા સુનીલ શેટ્ટીએ માના સાથે મુલાકાત કરી.સુનીલ શેટ્ટી અને માનાની મુલાકાત ધીમે ધીમે વધવા લાગી અને બંને વચ્ચે નિકટતા વધવા લાગી હતી. જલ્દી જ સુનીલ શેટ્ટી અને માના એકબીજાને પસંદ કરવા લાગ્યા અને બંન્ને પ્રેમ થઇ ગયો.



સુનીલ શેટ્ટી અને માના બંને લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થવા ઇચ્છતા હતા પણ માના અડધી પંજાબી અને અડધી મુસલમાન હતી. એટલે બંનેના લગ્નમાં થોડી સમસ્યા આવી. સુનીલ શેટ્ટી અને માનાના લગ્નમાં સંસ્કૃતિ ,ધર્મ અને જાતિ એમના પ્રેમમાં બાધા બની,



તમને જણાવી દઈએ કે બોલીવુડના એક્શન હીરો સુનીલ શેટ્ટી કર્નાટકના તુલૂ ભાષી પરિવારથી છે, એટલા માટે બંનેના પરિવારના આ સંબંધ માટે જરાય તૈયાર નહતા. સુનીલ શેટ્ટી અને માના એ પોતાના પરિવારને મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પરિવારના સહેજ પણ માન્યા નહીં. એવામાં સુનીલ શેટ્ટી અને માનાની સામે ભાગીને લગ્ન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહતો, પરંતુ એમણે એવું કર્યું



સુનીલ શેટ્ટી અને માના પોતાના પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરવા નહતા ઇચ્છતા. એટલા માટે બંને એ એવો નિર્ણય કર્યો કે એ ઘરના લોકો માને ત્યાં સુધી રાહ જોશે.અંતે ૯ વર્ષની લાંબી રાહ જોયા પછી બંનેના પરિવારના આ લગ્ન માટે માની ગયા અને આ રીતે વર્ષ ૧૯૯૧ માં ૨૫ ડિસેમ્બરે સુનીલ શેટ્ટી અને માના લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

સુનીલ શેટ્ટી ને ૯ વર્ષની લાંબી રાહ જોયા પછી પોતાનો પ્રેમ મળ્યો. હવે સુનીલ શેટ્ટી અને માનાના બે બાળકો છે. એમની દીકરીનું નામ અથિયા શેટ્ટી છે જે બોલીવુડની ફિલ્મોમાં પ્રવેશ કરી ચુકી છે. તો અહાન શેટ્ટી પણ ફિલ્મોમાં પોતાને તૈયાર કરવામાં લાગેલા છે.