ક્યારેક ક્યારેક જીવનમાં મળેલ અપમાન પણ તમને સાચા રસ્તે લાવીને ઉભા કરી દે છે. જો અપમાનનો બદલો સહજ સ્વભાવથી લેવામાં આવે તો એ તમને ઘણું અપાવી શકે છે. એવું જ કાંઇક થયું હિમાચલના એક નાનકડા ગામની રહેવાસી IPS શાલિની અગ્નિહોત્રી સાથે.
શાલિની એક વાર પોતાની માં સાથે બસમાં સફર કરી રહી હતી. ત્યારે એમણે જોયું કે સીટ પર બેસેથી એમની માં ની પાછળ એક વ્યક્તિ સતત એમને હાથ લગાવી રહ્યો હતો એટલે એમની માં બરાબર નહતી બેસી શકતી. એટલું જ નહીં, શાલિનીની માં એ એ વ્યક્તિને ઘણી વાર ટોક્યો પણ ,પરંતુ એ જરાય ના માન્યો અને લોકોથી ભરેલી બસમાં એને ખખડાવતા કહી દીધું કે તું ક્યાંકની ડીસી છે કે તારી વાત માનું.
બસ અહિયાથી જ શાલિની અગ્નીહોત્રીના મનમાં ઓફિસર બનવાનો મન બની ગયું. માં સાથે થયેલ અપમાનની આગમાં શાલિની એ એ કરી દેખાડ્યું જેના વિષે એમણે પહેલા ક્યારેય વિચાર્યું નહતું. હિમાચલ પ્રદેશના ઉનાના નાનકડા ગામ ઠઠ્ઠ્લની રહેવાસી શાલિની અગ્નિહોત્રી એ UPSC પરીક્ષાની તૈયારી કરવાનું શરુ કરી દીધું, પરંતુ એના વિષે એમણે ઘરનાને જણાવ્યું નહીં.
વાત એવી છે કે UPSC ની પરીક્ષા ઘણી અઘરી હોય છે એવામાં એ નહતી ઇચ્છતી કે એમાં જો એ ફેલ થઇ જાય તો એના માતાપિતા નિરાશ થઇ જાય. એવામાં એમણે જણાવ્યા એનું ભણવાનું શરુ કરી દીધું.

શાલિનીએ એના વિષે જણાવ્યું કે મને ૧૦ માં ધોરણમાં ૯૨% થી વધારે માર્ક્સ મળ્યા હતા, પરંતુ ૧૨ માં ફક્ત ૭૭% જ આવ્યા. તેમ છતાં મારા માતાપિતાએ મારા પર વિશ્વાસ રાખ્યો અને મને ભણવા માટે પ્રેરણા આપી. રિપોર્ટનું માનીએ તો કોલેજ પછી શાલિની UPSC પરીક્ષાની તૈયારી કરતી હતી. એના માટે એમણે ના કોચિંગની મદદ લીધી અને ના કોઈ મોટા શહેરમાં ગઈ. એમણે ઘરના લોકોથી છુપાઈને એની તૈયારી ચાલુ રાખી. એ પછી વર્ષ ૨૦૧૧ માં UPSC ની પરીક્ષા આપી અને ૨૦૧૨ માં એનું પરિણામ આવ્યું જેમાં એ ઓલ ઇન્ડિયામાં ૨૮૫ મો નંબર મેળવી IPS બની.

રિપોર્ટનું માનીએ તો શાલિનીની ટ્રેનિંગ પૂરી રહ્યા પછી એમને પહેલી પોસ્ટીંગ હિમાચલમાં મળી. અહિયાં એમણે કુલ્લૂમાં પોલીસ અધિક્ષકનું પદ સંભાળ્યું અને ઘણા ગુનેગારોને જેલની પાછળ નાખવામાં સફળ રહી. જણાવી દઈએ કે, આજે શાલિની અગ્નિહોત્રીની ગણતરી સૌથી સાહસી અને નીડર IPS માં થાય છે. એ જે નક્કી કરી લે છે, એ કરીને જ દેખાડે છે. કહેવાય છે કે શાલિનીએ પોતાની શખ્સિયત એવી બનાવી છે કે દુશ્મન એમના નામથી થરથર કાંપે છે. એટલું જ નહીં, શાલિનીને પોતાની કાબેલિયતથી પ્રધાનમંત્રીની પ્રતિષ્ઠિત બેટન અને ગૃહમંત્રીની રિવોલ્વર પણ આપવામાં આવી છે. એ સિવાય શાલિનીએ બેસ્ટ ટ્રેનિંગનો એવોર્ડ પણ મેળવ્યો છે.

જણાવી દઈએ કે, શાલિનીના પિતા રમેશ અગ્નિહોત્રી બસ કંડકટર હતા, પરંતુ એમણે ક્યારેય પોતાના બાળકોના ભણવામાં અડચણ ના આવવા દીધી. તો એમના બાળકો એ પણ ભણવામાં ખૂબ જ મહેનત કરી અને નામ રોશન કર્યું. શાલિનીની મોટી બહેન ડોક્ટર છે અને એમનો ભાઈ એનડીએ પાસ કરીને આર્મીમાં પોતાની સેવા આપી રહ્યો છે.
