ઈલ્મા અફરોજ , જે ઉત્તરપ્રદેશના મુરાદાબાદના એક નાનકડા ગામની રહેવાસી છે. જેમણે ખેતરોમાં કામ કરવાથી લઈને જરૂરત પડતા લોકોના ઘરમાં વાસણ ઘસવાનું કામ પણ કર્યું છે, પરંતુ ક્યારેય હિંમત હારી નહીં અને દેશ સેવા માટે આઈપીએસ ઓફિસર બની.
યૂપી, મુરાદાબાદના નાનકડા ગામ કુંદરકીની રહેવાસી ઈલ્મા અફરોજએ પોતાના ગામનું નામ રોશન કર્યું છે. ઈલ્માના ઈતિહાસ અને એમના શરૂઆતના શિક્ષણ ને જોઇને કોઈ અંદાજો ના લગાવી શકે કે આ છોકરી દિલ્લીની સ્ટીફેંસ કોલેજથી લઈને ઓક્સફોર્ડ યુનિવર્સીટી અને ન્યૂયોર્ક સુધી પણ જઈ શકે છે.
પણ કહેવાય છે ને કે જો સપના સાચા હોય તો દુનિયાની કોઈ તાકાત એને પૂરા થતા ના રોકી શકે. ઈલ્મા સાથે પણ એવું જ થયું અને જયારે સમગ્ર જીવનના સંઘર્ષ પછી ઈલ્માને વિદેશમાં સેટલ થઈને સારામાં સારું જીવન જીવવાની તક મળી તો ઈલ્માએ પોતાના વતન , પોતાની માટી અને પોતાની માં ને પસંદ કરી.
IPS ઈલ્મા અફરોજનો ઈન્ટરવ્યું વિડીયો
પિતાના નિધને બદલી નાખ્યું જીવન
ઈલ્માના પિતાનું જયારે અસમયે મૃત્યુ થઇ ગયું હતું, એ સમયે ઈલ્મા ૧૪ વર્ષની હતી અને એમનો ભાઈ એમના કરતા બે વર્ષ નાનો. ઘરમાં અચાનક મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. ઈલ્માની મમ્મીને કાઈ સમજાતું નહતું, કે હવે શું કરે? ત્યારે લોકોએ સલાહ આપી કે છોકરીને ભણાવવામાં પૈસા બગડવાને બદલે એના લગ્ન કરી નાખો, જેનાથી તમારો બોજ ઓછો થઇ જાય.
પણ ઈલ્માની મમ્મીએ ક્યારેય કોઈને કઈ જવાબ ના આપ્યો અને હંમેશા પોતાના મનની જ કરતી. ઈલ્મા હંમેશા ભણવામાં અવ્વલ રહી. એટલે એમની માં એ દહેજ માટે પૈસા ભેગા ના કરીને એ પૈસાથી દીકરીને ભણાવી. ઈલ્માએ પોતાની મહેનતના દમ પર સ્કોલરશીપ મેળવવાનું શરુ કર્યું. ઈલ્માનું સમગ્ર ઉચ્ચ શિક્ષણ સ્કોલરશીપ દ્વારા જ થયું.
ઈલ્માએ જણાવ્યું કે એ પોતાના સેન્ટ સ્ટીફેંસમાં વિતાવેલ વર્ષોને જીવનનો શ્રેષ્ઠ સમય માને છે, જ્યાં એમણે ઘણું શીખ્યું અને બીજી તરફ દીકરીને દિલ્લી મોકલવાને લીધે એમની માં એ ખૂબ જ ખરું ખોટું સંભળાવ્યું, કે દીકરી હાથમાંથી નીકળી જશે. એને ભણાવીને શું કરવું છે વગેરે વગેરે. પણ એને પોતાની દીકરી પર પૂરો વિશ્વાસ હતો. એમણે કોઈનું સાંભળ્યું નહીં. સેન્ટ સ્ટીફેંસ પછી ઈલ્માએ માસ્ટર્સ માટે ઓક્સફોર્ડ જવાની તક મળી.
એ પછી તો ગામના અને સંબંધીઓએ કોઈ કસર ના છોડી અને એટલે સુધી કહી દીધું કે છોકરી ગઈ હાથમાંથી, હવે એ પાછી નહિ આવે. અહિયાં ઈલ્માની વાતો સાંભળી રહી હતી, તો ઈલ્મા યુકેમાં પોતાના બાકીના ખર્ચ પૂરા કરવા માટે ક્યારેક ટ્યુશન કરાવતી હતી, તો ક્યારેક નાના બાળકોને સંભાળવાનું કામ કરતી હતી. એટલે સુધી કે લોકોના ઘરે વાસણ પણ ધોયા, પણ ક્યારેય અભિમાન ના કર્યું કે સેન્ટ સ્ટીફેંસની ગ્રેડ્યુએટ કેવી રીતે આવા નાના મોટા કામ કરી શકે છે.
એ પછી ઈલ્મા એક વોલેંટીયર પ્રોગ્રામમાં શામેલ થઈને ન્યૂયોર્ક ગઈ, જ્યાં એમને ખૂબ જ સારી નોકરીની ઓફર મળી. ઈલ્મા ઈચ્છત તો એ ઓફર લઇ લેત, અને વિદેશમાં જ વસી જાત. પણ એમણે એવું ના કર્યું. એક ઈન્ટરવ્યુંમાં એ કહે છે કે મારા પર, મારા શિક્ષણ પર પહેલા મારા દેશનો હક છે, મારી અમ્મીનો હક છે, મારાને છોડીને હું શું કામ બીજા દેશમાં વસુ.’
IPS ઈલ્મા અફરોજનો ઈન્ટરવ્યું વિડીયો
પોતાના શાનદાર કેરિયરને છોડીને પાછી આવી ગઈ
ઈલ્મા જયારે ન્યૂયોર્કથી પાછી આવી ત્યારે એના મનમાં યૂપીએસસીનો વિચાર આવ્યો. એમના ભાઈ અને માં એ એમને એના માટે પ્રેરિત કરી. ઈલ્મા કહે છે કે જયારે એ પોતાના ગામ જતી તો ગામના લોકોને એવું લાગતું હતું કે દીકરી વિદેશથી ભણીને આવી છે, હવે તો બધી સમસ્યા સમાપ્ત કરી દેશે. કોઈને રાશન કાર્ડ બનાવવું હોય, કોઈને કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય, સૌ કોઈ ઈલ્મા પાસે આશા લઈને જતા હતા.
ઈલ્માને પણ લાગતું હતું કે યૂપીએસસી એક એવું ક્ષેત્ર છે, જેના દ્વારા એ પોતાનું દેશ સેવાનું સપનું પૂરૂ કરી શકે છે. બસ પછી ઈલ્મા લાગી ગઈ એની તૈયારીમાં અને અંતે ઈલ્માએ વર્ષ ૨૦૧૭ માં ૨૧૭ માં નંબર સાથે ૨૬ વર્ષની ઉંમરમાં યૂપીએસસી પરીક્ષા પાસ કરી લીધી. જયારે સર્વિસ પસંદ કરવાનો વારો આવ્યો તો એમણે આઈપીએસ પસંદ કર્યું. બોર્ડે પૂછ્યું કે ભારતીય વિદેશ સેવા કેમ નહીં તો ઈલ્મા એ કહ્યું ના સાહેબ મારે મારા મુળિયાને સિંચવા છે, મારા દેશ માટે જ કામ કરવું છે.’
ઈલ્મા એ ક્યારેય પોતાની સફળતા પર અભિમાન ના કર્યું, પરંતુ આ સંઘર્ષમાં જેમણે પણ એમનો સાથ આપ્યો, એ બધાનો આભાર માન્યો અને તક મળતા પોતાનું યોગદાન આપવામાં પાછળ ના હટી. આ રીતે ઈલ્માની આ કહાની લોકો માટે પ્રેરણા બની ચુકી છે, જેમણે પોતાના કરિયર માટે શું શું નથી કરવું પડ્યું.