6ઠાં ધોરણમાં ફેલ થતા લોકોની મજાક એવી કઠિન લાગી કે IAS ટોપર બનીને સમાજના મોઢે માર્યો તમાચો…

આ દુનિયામાં જો તમે સફળ થવા ઇચ્છતા હોઉં, તો તમારે એક વાત હમેશા યાદ રાખવી જોઈએ અને એ એક વાત છે કે ભલે તમને વારંવાર નિષ્ફળતાનો સામનો થતો હોય, પણ કોશિશ કરતા રેહવાની હિમ્મત રાખવી જોઈએ. આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જે નિષ્ફળતાની સામે પોતાના ઘૂંટણ ટેકવી દેતા હોય છે, પણ આ આદત ખોટી છે. સફળતા મેળવા માટે અસફળતા જ એક રસ્તો છે.

આ દુનિયામાં બધા લોકો અસફળ થઈને જ સીખતા હોય છે. જયારે કોઈ માણસ અસફળ થાય છે તો એ અસફળતાથી શીખે છે કે કઈ રીતે સફળ થવાય છે અને એનું પરિણામ માણસને સફળતાની નજીક લઈ જાય છે. આજે આપણે આ લેખના માધ્યમથી એક એવી છોકરીની કહાની જોવાની છે જેને અસફળતાનો સામનો કર્યા પછી પણ આગળ વધીને સફળતા મેળવી હતી અને એ બધા લોકો માટે મિશાલ બની છે કે જે નિષ્ફળતાના ડરથી હતાશ થતા હોય છે.



આ કહાની છે કે રુક્મણિની જે હાલમાં ચંદીગઢમાં રહે છે. જયારે રુક્મણિ ધોરણ 6 માં હતી ત્યારે ફાઈનલ પરીક્ષામાં ફેલ થઈ હતી. જયારે રુક્મણિના માતા-પિતાને ખબર પડી કે રુક્મણિ પરીક્ષામાં ફેલ થઈ છે, એટલે તેના માતા-પિતાએ રુક્મણિનું એડમિશન ડેલહાઉસીની હાઈ સ્કૂલમાં એડમિશન કરાવી દીધું હતું. રુક્મણિને પોતાના માતા-પીતાથી દૂર રહેવાને કારણે ધીમે-ધીમે ભણવામાં રુચિ આવાની શરુ થઈ ગઈ હતી. પરીક્ષામાં ફેલ થવાના કારણે રુક્મણિ લોકોની સામે જવાથી શરમાતી હતી જેના કારણે રુક્મણિ એકલી-એકલી રહેતી હતી.

રુક્મણિને વારંવાર એક જ વિચાર આવતો હતો કે લોકો એના વિશે શું વિચારશે અને આ વિચારી-વિચારીને રુક્મણિ ડિપ્રેસ થઈ ગઈ હતી. રુક્મણિ હમેશા આ જ વાત વિચારીને પોતાને પરેશાન કરતી રહેતી હતી. એક દિવસ રુક્મણિને વિચાર આવ્યો કે અગર જો આ વાતના કારણે હું આગળ કઈ કરીશ નહિ તો લોકો મને હારેલી સમજશે. પછી રુક્મણિએ નક્કી કરી લીધું કે હું હવે જરૂર સફળ થઈને લોકોને દેખાડીશ.



ત્યાર બાદ રુક્મણિએ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યિલ સાયન્સથી માસ્ટરની ડિગ્રી મેળવી હતી. પછી રુક્મણિના મનમાં UPSC નો ખ્યાલ આવ્યો અને પરીક્ષા તૈયારી ચાલુ કરી દીધી. UPSCની તૈયારી કરવા માટે રુક્મણિ પ્રતિદિન 6-7 કલાક સુધી વાંચતી હતી અને પહેલી વારમાં UPSCની પરીક્ષામાં સફળ થઈ ગઈ હતી. આ રુક્મણિની કડી મેહનત અને લગનનું પરિણામ હતું.