અંબાણી પરિવારની નાની વહુ એક સમયે હતી બોલીવુડની કવિન, જુઓ જૂની અને ખાસ તસવીરો…

શું તમને ખબર છે કે અંબાણી પરિવારની આ વહુ પર બોલિવૂડના કલાકારો પણ હતા ફિદા? જાણવા માટે આખો લેખ આખો ધ્યાનથી વાંચો, તો ચાલો જોઈએ અંબાણી પરિવારની કઈ વહુ પર હતા બોલિવૂડના કલાકારો ફિદા.

અંબાણી પરિવાર ભારત દેશનું સૌથી અમિર પરિવાર છે, એટલે અંબાણી પરિવારને કોઈ ઓળખાણની જરૂર નથી. આ પરિવારની બને વહુઓ એકબીજાથી ખુબ અલગ છે. ફિલ્મી હસ્તી હોવા જતા ટીના અંબાણી હવે લાઈમલાઈટથી દૂર છે, જયારે કે નીતા અંબાણી ગ્લેમર દુનિયાનો એક ચમકતો સિતારો છે.



ટીના અંબાણીના લગ્ન પહેલા ટીના મુનીમ નામે ઓળખાતી હતી અને પોતાના સમયમાં ખુબ જાણીતી અભિનેત્રી હતી. બોલિવૂડના ડિરેક્ટરો પોતાની ફિલ્મમાં ટીના મુનીમને લેવા માટે ઉત્સુક રહેતા હતા. દેવાનંદ સાથે દેશ-પરદેશ ફિલ્મમાં કામ કર્યા પછી ટીના મુનીમે ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં હિરોઈનનું પાત્ર નિભાવ્યું હતું, જયારે નીતા અંબાણી ગ્લેમરની દુનિયાથી લગ્ન પહેલા કોસો દૂર હતી.



1985માં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન થયા હતા, જયારે કે 1991માં અનિલ અંબાણી અને ટીના અંબાણીના લગ્ન થયા હતા. અંબાણી પરિવારમાં લગ્ન થયા પછી બને વહુનું જીવન બદલાઈ ગયું હતું. લગ્ન બાદ ટીના અંબાણી ગ્લેમર દુનિયાથી દૂર થઈ ગઈ હતી જયારે કે નીતા અંબાણીએ ગ્લેમર દુનિયાની સાથે-સાથે અંબાણી પરિવારનો બિઝનેસને પણ સંભાળ્યો હતો અને 2010માં રિલાયન્સ ફોઉન્ડેશનની ચેરમેન બની હતી.



ટીના અંબાણીએ લગ્ન પછી બોલિવૂડ છોડી દીધું. ટીના મુનીમ જ્યાં સુધી બોલિવૂડમાં કામ કરતી હતી ત્યાં સુધી એકથી એક સુપરહિટ ફિલ્મો આપી હતી, પણ લગ્ન બાદ ઘર અને બાળકોને સંભાળવાનો નિર્ણય લીધો. જયારે કે નીતા અંબાણીએ ઘર અને બાળકો સાથે બિઝનેસ અને સમાજસેવાનું કામ ચાલું રાખ્યું.



નીતા અંબાણીના બાળકો ફેમસ છે, જયારે કે ટીના અંબાણીના બાળકો ને ઓછા લોકો ઓળખે છે. નીતા અંબાણીને ત્રણ બાળકો છે અનંત અંબાણી, ઈશા અંબાણી અને આકાશ અંબાણી છે, જયારે કે ટીના અંબાણીને બે બાળકો છે અનમોલ અંબાણી અને અંશુલ અંબાણી. નીતા અંબાણીમાં છોકરો અનંત, ઈશા અને આકાશ હમેશા લાઈમલાઈટમાં રહે છે, જયારે કે અનમોલ અને અંશુલ એટલા લાઇમલાઈટમાં નથી.