‘દ ગોડફાદર’ પુસ્તક અને ફિલ્મ વિષે આખી દુનિયામાં ચર્ચા થાય છે. ભારતમાં પણ એને પસંદ કરતા લોકોની મોટી જમાત છે. બીજી તરફ ભારતમાં એક ફિલ્મ ગોડમદર આવી હતી. વર્ષ હતું ૧૯૯૯. ફિલ્મમાં શબાન આઝમી એ ગોડમદરનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મને એ વર્ષે અલગ અલગ કેટેગરીમાં ૬ નેશનલ એવોર્ડ મળ્યા હતા.
હવે તમે વિચારી રહ્યા હશો કે અમે ફિલ્મની વાત કરી રહ્યા છે. પરંતુ ના, અમે ગોડમદરની વાત કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત હતી. પાત્રનું નામ હતું સંતોકબેન. સંતોકબેન સારાભાઇ જાડેજા. જેને લોકો ડરથી ગોડમદર કહેતા હતા.
સંતોકબેનના ગોડમદર બનવાની કહાની એકદમ ફિલ્મી છે. કહેવામાં આવે છે કે સંતોકબેન પોતાના પતિ સાથે ૧૯૮૦ ના દશકમાં ગુજરાતના પોરબંદરમાં પહોંચી હતી. પતિ સરમન જાડેજાને કામની શોધ હતી, તો એ મહારાણા મિલના નામે એક કાપડ મિલમાં નોકરી કરવા લાગ્યો. પરંતુ , ત્યાં એક નવી સિસ્ટમ બહાર આવી. એ હતી હપ્તા વસૂલીની.
મિલમાં મજૂરો પાસે પૈસા વસૂલવામાં આવતા હતા. દેબૂ બાઘેર નામનો એક ગૂંડો હતો, જેનો ત્યાં આતંક હતો. દેબૂ એ સરમન પાસેથી પણ પૈસા માંગ્યા, પરંતુ સરમને ના પાડી દીધી. દેબૂ એ સરમન પર હાથ ઉપાડ્યો અને સરમને પણ જવાબ આપી દીધો. લડાઈ થઇ અને દેબૂ મારવામાં આવ્યો. એ પછી દેબૂના કામ પર સરમનનો કબજો થઇ ગયો.
સરમનએ અહિયાથી રસ્તો બદલી લીધો હતો. એણે અવૈધ શરાબના કારોબારમાં પણ હાથ અજમાવ્યો. એ તેજીથી વેપાર અને રાજનીતિક ગલીમાં પોતાની પહોંચ બનાવી રહ્યો હતો. પરંતુ, એમાં આરોપ છે કે ડીસેમ્બર ૧૯૮૬ માં વિરોધી ટોળીના કાલિયા કેશવે પોતાના સાથીઓ સાથે એને ગોળી મારી દીધી. સરમનની મોત થઇ ગઈ.
સરમનની મોતની માહિતી એના લંડનમાં રહેલ નાના ભાઈ ભૂરાને થઇ. ભૂરા લંડનથી પોરબંદર પહોંચ્યા. ટોળીએ ભેગા થવાનો પ્રયત્ન કર્યો, પણ અહિયાં એને રોક્યા સંતોકબેને. એમણે ગેંગની કમાન પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો.
ઘરમાં ચૂલો સંભાળવાવાળી સંતોકબેને પોતાના પતિની હત્યાનો બદલો લેવા માટે કાલિયા કેશવ અને એના ગેન્ગના ૧૪ લોકો પર ઇનામ રાખ્યું. એમને એ પણ ડર હતો કે અ ગેંગ જીવિત રહેશે તો એના બાળકોને નહીં છોડે. પરિણામે એક હત્યા પર ૧ લાખ ઇનામ રાખી દીધું.
અસર એ થઇ કે કાલિયા અને એના ૧૪ અદ્મીઓની હત્યા કરવામાં આવી. કહેવાય છે કે એક ગોળી સંતોકબેને પણ ચલાવી હતી. આ હત્યાઓથી આખા પોરબંદરમાં સંતોકબેનનો આતંક થઇ ગયો. અહિયાં જ એમનું નામ પડ્યું ‘ગોડમદર’.

સંતોકબેને એક તરફ પોતાના પતિની હત્યાનો બદલો લીધો તો બીજી તરફ એના ધંધાને સંભાળ્યો એટલું જ નહીં એને આગળ પણ વધાર્યો. આ દરમિયાન એ ગરીબોની મદદ પણ કરવા લાગી અને થોડા જ સમયમાં ‘મસીહા’ ની છવિ પણ બનાવી લીધી. હવે પહેલા તો ખૌફ પછી મસીહા વાળી છવી. હાલત એવી હતી કે એમના ઘરેથી વહેતી ગટરમાં રંગ વહે તો પણ લોકોને એવું લાગતું કે લોહી વહી રહ્યું છે. હવે એ બધાની અસર એ થઇ કે સંતોકબેન પોરબંદર તાલુકાની નિર્વિરોધ અધ્યક્ષ પસંદ કરી
અહિયાં સંતોકબેનને રાજનીતિનો ચસ્કો લાગ્યો. વર્ષ ૧૯૯૦ માં વિધાનસભા ચૂંટણીમાં એ જનતા દળની ટીકીટ પર ઉતરી અને ૩૫ હજાર વોટથી જીતી ગઈ. એની પહેલા આ સીટ કોઈ મહિલા ચૂંટાઈ નહતી. જોકે,વર્ષ ૧૯૯૫ કોંગ્રેસના કેન્ડીડેટ માટે એમણે પોતાનું નામ પાછું લઇ લીધું.
સંતોકબેને રાજનીતિ પકડી તો લીધી હતી પરંતુ કહેવાય છે કે એ ગુનાના દોરામાં લપેટાયેલી રહી. એટલે એમની ગેંગ પર હત્યા, કિડનેપ, રંગદારી એવા ૫૨૫ કેસ દાખલ થયા.
હવે એક તરફ રાજનીતિ બીજી તરફ ગેંગમાં ફસાયેલી સંતોકબેન ત્યારે ચોંકી જયારે એમને ગોડમદર ફિલ્મની માહિતી થઇ. એમણે ફિલ્મ પ્રતિબંધ લગાવવાની માંગ કરી અને કહ્યું કે એનાથી એમના ‘મેહર’ સમુદાય સાથે ન્યાય નહીં થાય. ફિલ્મના ડાયરેક્ટર વિનય શુક્લાનો તર્ક હતો કે ફિલ્મ સંતોકબેન પર આધારિત નથી.
વાત વધી ગઈ. સંતોકબેનનો દાવો હતો કે કોઈ એવી મહિલા વિષે જણાવી દો જે મેહર સમુદાયથી હોય અને ઓટના પતિની હત્યાનો બદલો લેતી હોય. પછી નિર્વિરોધ ચૂંટણી જીતતી હોય. એમાં એક લેખક મનોહર દેસાઈ એ દાવો કર્યો કે ફિલ્મ એમના ઉપન્યાસ પર આધારિત છે. કોર્ટે બંન્ને પક્ષની દલીલ સાંભળ્યા પછી ફિલ્મ રિલીજની રજા આપી દીધી.
વર્ષ ૧૯૯૬ માં ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું. બીજેપી સરકારમાં આવી અને સંતોકબેન ૧૬ મહિના માટે જેલ ગઈ. જેલથી છૂટ્યા પછી એ રાજકોટ ચાલી ગઈ. એ રાજનીતિમાં સક્રિય રહી. પરંતુ વર્ષ ૨૦૦૫ એક બીજેપી કાઉન્સેલરની હત્યામાં એમનું નામ આવી ગયું. પોલીસે એમને પકડી લીધા.
પછી સંતોકબેનના દિયરના દીકરા નવધન અને વહૂની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી. સંતોકબેનના ચાર દીકરા છે. એક દીકરો કાંધલ જાડેજા છે જેણે એમની રાજનીતિક વિરાસત સાંભળી છે અને કુતિયાણા સીટથી એનસીપીની ટીકીટ પર વિધાયક બન્યો.
સંતોકબેન આજીવન પોતાની ગોડમદર વાળી છવિમાં રહી. એ પોરબંદરથી રાજકોટ તો આવી ગઈ હતી, પણ એમની છવિ એવી ને એવી જ હતી. એમાં એમના બાળકોએ રાજનીતિ સંભાળી લીધી હતી. ૩૧ માર્ચ ૨૦૧૧ માં હાર્ટ એટેકથી એમનું મોત થઇ ગયું.