ભારતના વિશેષ મંદિરના નિર્માણમાં એક સાથે કામે લાગ્યા હતા 7000 મજૂરો, વાંચો શું છે અહીંની કહાની…

હિન્દૂ ધર્મમાં ભગવાનનું અને મંદિરનું ખુબ મહત્વ છે, કારણ કે લોકોનું માનવું છે કે આ સૃષ્ટિના સંચાલિત ખાલી ભગવાન જ છે. લોકોનું એવું માનવું છે કે આ સૃષ્ટિ પર જે પણ વસ્તુઓ થાય બધી ભગવાનની ઈચ્છાથી જ થાય છે. આપણા શાસ્ત્રો અનુસાર ભગવાન સર્વત્ર છે, પરંતુ ભારતી સંસ્કૃતિ એવી છે ભારતમાં તમને જુદા-જુદા દેવી દેવતાઓના મંદિરો જોવા મળશે.આજે આપણે એક એવા મંદિર વિશે જાણકારી મેળવાની છે જે એક અજુબાથી ઓછું નથી. લોકોનું એવું કેહવું છે કે આ મંદિર બનાવામાં લગભગ 100 વર્ષ થયા હતા અને આ મંદિર બનાવામાં 7000 થી પણ વધારે મજૂરો કાર્યરત હતા.



આ મંદિરની વિશેષતા છે કે આ મંદિર 276 ફુટ લાબું અને 154 ફુટ પહોળું છે. આ મંદિર ખાલી એક જ પથ્થરને કાપીને બનાવામાં આવ્યું છે. અગર આપણે મંદિરની ઉંચાઈની વાત કરીયે તો આ મંદિર બેથી ત્રણ માળ જેટલું ઉંચુ છે. ભારતના લોકોની સાથે-સાથે આખી દુનિયાના લોકો આ ભવ્ય મંદિરને જોવા માટે આવતા હોય છે.



લોકોનું એવું કહેવું છે કે આ મંદિરનું નિર્માણ 40 હજાર ટન કિલોગ્રામના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરની વિશેષતા છે આ મંદિરને હિમાલયના કૈલાશ પર્વત જેવું બનાવની કોશિશ કરવામાં આવી છે. લોકોનું કેહવું છે કે જે રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તેનું માનવું હતું કે જે માણસ હિમાલય સુધી નથી પોચતો શકતો તે અહ્યા આવીને ભગવાન શિવના દર્શન કરી શકે છે.



આ મંદિરનું નિર્માણનું કાર્ય માલખેડ સ્થિત રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ (1 લી) (757-783 ઇ) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. લોકોનું કેહવું છે કે આ મંદિરનું નિર્માણ કરવામાં 100 વર્ષથી પણ વધારે સમય લાગ્યો હત. આ મંદિરના નિર્માણમાં 7000થી પણ વધારે મજૂરો રાત-દિવસ કાર્યરત રહેતા હતા. આ મંદિરમાં આજના સમયમાં પણ કોઈ પૂજારી નથી. યુનેસ્કોએ આ મંદિરને 1983માં ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ જાહેર કર્યું હતું.