દર મહીને સેંકડો ભૂખ્યાઓના પેટ ભરે છે ૬૨ વર્ષના ‘ડોસા આજ્જી’ ,ફક્ત ૧૦ રૂપિયામાં આપે છે ૨ ડોસા ૪ ઈડલી

ભારતમાં ભૂખમરાની સમસ્યા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના લીધે રોજ ખબર નહીં કેટલા લોકો મરી જાય છે. આજે ઘણા લોકો એવા છે , જે પોતાના પરિવારને એક સમયનું ખાવાનું ખવડાવવા માટે કલાકો તડકામાં કામ કરે છે, પરંતુ નાગપુરમાં રહેતી એક વૃદ્ધ મહિલા જે પોતાના કાર્યોને લીધે ‘ડોસા આજ્જી’ના નામે પ્રખ્યાત થઇ ગઈ છે. એ રોજ એવા જ ગરીબોને ફક્ત ૧૦ રૂપિયામાં બે ડોસા અને ૪ ઈડલી ખવડાવી પેટ ભરે છે.

‘ડોસા આજ્જી’ નું શરૂઆતનું જીવન ખરાબ પરિસ્થિતિમાં વીત્યું હતું, લગ્ન પછી પણ એમની હાલત સુધરી નહીં અને બગડતી ગઈ. જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરતા એ આ મુકામ સુધી પહોંચી ગઈ, જ્યાં એમણે પોતાની એક અલગ ઓળખ બનાવી.

૨ રૂપિયામાં ઈડલી ડોસા ખવડાવવાથી કરી હતી શરુઆત

ડોસા આજ્જીનું સાચું નામ શારદાજી છે, કે જે ૬૨ વર્ષની એક વૃદ્ધ મહિલા છે, અને રોજ ગરીબોનું પેટ ભરે છે. હકીકતમાં આજ્જી એક મરાઠી શબ્દ છે. જે દાદી અને નાનીને સંબોધિત કરવા માટે પ્રયોગ કરવામાં આવે છે. લોકોએ શારદાજી દયાળતા અને ગરીબો માટે સહાનુભૂતિ જોઇને કદાચ આ નામ રાખવામાં આવ્યું હશે.એમણે પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓ સહન કરી છે અને ઘણા દિવસો સુધી ભૂખી પણ રહી છે. એટલે એમને ખબર છે કે ભૂખ અને ગરીબીનો અહેસાસ કેવો હોય છે. પછી એમણે વર્ષ ૨૦૦૪ માં એક ફૂડ સ્ટોલ ખોલી અને ગરીબોને ફક્ત ૨ રૂપિયામાં ખાવાનું ખવડાવવાનો નિર્ણય કર્યો. ખાસ તો એમણે સ્કૂલના બાળકો અને ગરીબ શ્રમિકો માટે આ સ્ટોલ ખોલી, જેથી એમનું પેટ ભરી શકે.


પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓ સહન કરી વધી છે આગળ

આજ્જીએ પોતાના જીવનમાં ઘણા ખરાબ દિવસો જોયા છે, એક સમય એવો પણ હતો જયારે આજ્જી પોતાના દીકરા માટે એક સમયનું ખાવાનું પણ ભેગું નહતી કરી શકતી. એમણે જીવનમાં ઘણા દુઃખોનો સામનો કર્યો છે, ખરાબ લગનનું દુઃખ, માં નું મૃત્યુ, ગરીબી અને ભૂખમરો, જેવી ઘણી સમસ્યાઓ સહન કરી, પરંતુ ક્યારેય હાર ના માની, અને બધી મુશ્કેલીઓનો સામનો કર્યો. એવું જીવન જીવ્યા પછી એ એવું નહતી ઇચ્છતી કે કોઈ બીજું પણ એની જેમ ભૂખ્યું રહે. એટલે જયારે એ થોડી આર્થિક રીતે સશક્ત થઇ તો એમણે સ્કૂલના ગરીબ બાળકો અને મજૂરો માટે ખાવાની સ્ટોલ ખોલી.

આજ્જીએ મોંઘવારી છતાં પણ ના વધાર્યા ભાવ

આપણે સૌ જાણીએ છે કે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે. આજ્જીને પણ એનો સામનો કરવો પડ્યો. પણ આજ્જીએ પોતાના ડોસા અને ઈડલીના ભાવ ના વધાર્યા. મોંઘવારી વધવાને લીધે એમણે પહેલા ૨ ડોસા અને ૪ ઈડલીની કિંમત ૨ થી ૪ રૂપિયા કરી હતી અને આજે પણ આજ્જી ડોસા અને ઈડલી ૧૦ રૂપિયામાં જ વેચી રહી છે.

શું છે આજ્જીની માસિક કમાણી?

આજ્જીનું કહેવું છે કે એમને પૈસા કરતા વધારે લોકોનું પેટ ભરીને ખુશી મળે છે. જયારે લોકો ખાવાનું ખાઈને એમનો આભાર વ્યક્ત કરે છે તો એમને સુકુન મળે છે. આજ્જી જણાવે છે કે એમની સ્ટોલ પર લગભગ ૪૦ ગ્રાહક ખાવાનું ખાવા આવે છે અને એક મહિનામાં એ ૧૦ હજાર રૂપિયા કમાઈ લે છે, કમાણીના આ રૂપિયાથી એ શાકભાજી અને સ્ટોલ માટે અન્ય જરૂરતનો સમાન લઇ આવે છે.

આજે ભરેલો પરિવાર છે, પણ કામ નથી છોડ્યું

આજે આજ્જીનો પણ એક સુખી પરિવાર છે. એમણે કામ કરીને પોતાના દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા. હવે તો એમનો દીકરો પણ પરિણીત છે અને એમની એક ૨ વર્ષની પૌત્રી પણ છે. તો પણ એમણે પોતાનું કામ નથી છોડ્યું.

જો આજ્જી જેવા અન્ય લોકો દુનિયામાં આવી જાય તો આ દુનિયામાં કોઈ ગરીબ ક્યારેય ભૂખ્યું ના સુવે. હકીકતમાં ‘ડોસા આજ્જી’ માનવતાનું બખૂબી ફરજ નિભાવે છે અને બીજા માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે.