શું વાત કરો છો ? આ મંદિરમાં દર 12 વર્ષ બાદ પડે છે વીજળી, જાણો કેમ

ભારત દેશમાં ઘણા મંદિર છે અને તે દરેકમાં કોઇકને કોઇક રહસ્યો રહેલા છે. હિમાચલમાં એક એવુ મંદિર છે જ્યાં 12 વર્ષે એકવાર વીજળી પડે છે.

ભગવાન શંકરનું આ મંદિર ઉંચાઇ પર આવેલુ છે અને તેના રહસ્ય પરથી આજસુધી કોઇ પરદા ઉઠાવી શક્યુ નથી. દર 12 વર્ષે વીજળી પડે છે પરંતુ મંદિરને કોઇ નુકસાન થતુ નથી.કહેવાય છે કે આ મંદિર જે જગ્યાએ આવેલું છે ત્યાં ભગવાન શીવે સાપનો વધ કર્યો હતો. દર 12 વર્ષે આ મંદિર પર ભયંકર વિજળી પડે છે અને આવું થવાથી શીવલીંગ તૂટી ગયુ છે. મંદિરના પૂજારીઓ શીવલિંગ પર માખણ લગાવે છે જેથી પ્રભુને રાહત મળે.આ મંદિર પાછળ એક કથા રહેલી છે, જેમાં કુલાંત નામનો એક રાક્ષસ હતો અને તે તેની શક્તિથી રૂપ બદલી શકતો હતો. એક વાર તેણે સાપનું રૂપ લીધુ અને બ્યાસ નદીમાં જઇને બેસી ગયો હતો. તેનો હેતુ હતો કે પાણીનો પ્રવાહ રોકાઇ જાય અને પાણીમાં બધા પ્રાણીઓ ડૂબીને મરી જાય. ભગવાન શિવ આ જોઇને ખુબ ગુસ્સે થયા અને તેને મારી નાંખ્યો હતો. જેવું તેના માથામાં ત્રીશુળ માર્યુ કે તેનું પહાડ જેવડુ શરીર પર્વતમાં ફેરવાઇ ગયુ અને તે પર્વતને આપણે કુલ્લુના પર્વત તરીકે ઓળખીએ છીએ.આ ઘટના બાદ ભગવાન શિવે ઇન્દ્ર દેવને દર 12 વર્ષે તે મંદિર પર વીજળી પાડવાનું કહ્યું, જેથી શિવ પોતે તે સહન કરે અને માનવજાતિ સુરક્ષિત રહે.