રાજસ્થાનના આ એક જ ઘરની 13 દીકરીઓ માંથી 5 કોન્સ્ટેબલ અને 8 બની નેશનલ પ્લેયર, આ રીતે કર્યું મોટું નામ…

આ દુનિયામાં સૌથી વધારે તાકત એક સ્ત્રીમાં હોય છે. આ 21મી સદી છે, આ સમયમાં કોઈ પણ છોકરીઓ પિંજરામાં કેદ નથી. આપણા ભારત દેશની છોકરીઓ અત્યારે દેશના છોકરો સાથે કદમથી કદમ મેળવીને ચાલી રહી છે. રાજસ્થાનમાં આવેલા એક ગામની આ 8 છોકરીઓએ એથલેટિક્સમાં પોતાની પહેચાન બનાવી છે. આ 8 છોકરીઓ એક જ પરિવારના ત્રણ ભાઈઓની છોકરીઓ છે. આ છોકરીઓએ પોતાના ખેતરને મેદાન બનાવીને કડી મેહનત કરીને પોતાના પરિવારની સાથે પોતાના ગામનું નામ પણ રોશન કર્યું છે.

મીડિયા રિપોર્ટરના કેહવા અનુસાર આ ગામના લોકોએ કીધું હતું કે આ છોકરીઓના લીધે આજે અમને આમારા ગામ પર ખુબ ગર્વ થાય છે. ગામના લોકોએ કીધું કે આ ગામના ચૌધરી પરિવારની 8 છોકરીઓએ એથલેટિક્સમાં પોતાનું નામ કમાવીને ગામની બીજી છોકરીઓનું પણ મનોબળ વધાર્યું છે. અત્યારે ગામની ઘણી બધી છોકરીઓ સરકારી નોકરીથી સમાજસેવા કરી રહી છે.

સરોજએ 30 ગોલ્ડ મેડલ જીતા છેઆ છોકરીના પિતાનું નામ દેવકરણ ચૌધરી છે જે ખેતીની સાથે-સાથે ઢોર ચરાવતા હતા. સરોજ પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને સ્ટેટ લેવલના કોમ્પિટિશનમાં 30 થી પણ વધારે ગોલ્ડ મેડલ મળ્યા છે. હાલમાં સરોજ પોતાનું ઘર સંભાળી રહી છે અને પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરી રહી છે.

સુમન રાષ્ટ્રીયસુમનના પિતાનું નામ પણ દેવકરણ ચૌધરી જ છે અને સુમન ચૌધરી સરોજ ચૌધરી કરતા મોટી છે. સુમન ચૌધરીએ એમએ સુધી અભ્યાશ કર્યો છે. સુમન ચૌધરીએ રાષ્ટ્રીય સ્તર પર પણ પોતાનો જલવો દેખાડ્યો છે.

કમલેશ ચૌધરીકમલેશ ચૌધરી પણ દેવકરણની છોકરી છે. કમલેશ ચૌધરી, સુમન ચૌધરી અને સરોજ ચૌધરી ત્રણેવ સગી બેહનો છે. કમલેશ ચૌધરી સ્ટેટ અને નેશનલ લેવલની પ્લેયર છે. કમલેશ ચૌધરીએ સ્ટેટ લેવલ પર 6 વાર મેડલ જીતીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. અત્યારે કમલેશ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરી રહી છે અને પોતાનું કામ પુરી લગન સાથે કરી રહી છે.

કૈલાશ કુમારીકૈલાશ કુમારીના પિતાનું નામ શિશુપાલ ચૌધરી છે. કૈલાશ કુમારીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. કૈલાશ કુમારી પણ પોતાની બેહનોની જેમ રાષ્ટ્રીય સ્તર પર રમીને મેડલ જીતી ચુકી છે. હાલના સમયમાં, કૈલાશ કુમારી કોન્સ્ટેબલની નોકરી કરી રહી છે.

સુદેશ ચૌધરીસુદેશ ચૌધરી પણ શિશુપાલની છોકરી છે. સુદેશ ચૌધરીએ ગ્રેજ્યુએટ પૂરું કર્યું છે. સુદેશ ચૌધરી પોતાની બીજી બેહનોથી ઓછી નથી, સુદેશ ચૌધરીએ પણ સ્ટેટ લેવલ પર એથલેટિક્સમાં ભાગ લીધો હતો અને આજે સુદેશ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ છે.

નિશા ચૌધરીનિશા ચૌધરી પણ શિશુપાલની છોકરી છે. નિશા ચૌધરીએ પણ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. નિશા ચૌધરીએ રાષ્ટ્રીય સ્તર પર કોમ્પિટિશનમાં જીત હાસિલ કરી છે. નિશા ચૌધરી પોતાની બેહનોની જેમ પોતાના ગામનું નામ રોશન કરી રહી છે.

પૂજા ચૌધરીપૂજા ચૌધરી પણ શિશુપાલની છોકરી છે. પૂજા ચૌધરીએ પણ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. પૂજા ચૌધરી સ્ટેટ લેવલ પર 5 મેડલને પોતાના નામે કરીને પોતાના પરિવાર અને પોતાના ગામનું નામ રોશન કર્યું છે.

સુમિત્રા ચૌધરીસુમિત્રા ચૌધરીના પિતાનું નામ રામસ્વરૂપ છે. સુમિત્રા ચૌધરીએ બીએડની ડિગ્રી મેળવી છે. સુમિત્રા ચૌધરી પણ સ્ટેટ લેવલ કોમ્પિટિશન રમીને આવી છે. હાલના સમયમાં સુમિત્રા દેવી આરએફસીમાં કોન્સ્ટેબલની નોકરી કરી રહી છે.