ક્યારેક ટેમ્પો ચલાવ્યો તો ક્યારેક ભીખારીઓ સાથે વિતાવી રાતો, જાણો આ ૧૨ મું ધોરણ ફેઈલ ઓફિસરની કહાની

કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સખ્ત મહેનત તો કરવી જ પડે છે. એમાં તમને અસફળતા પણ મળશે પરંતુ ઘણા લોકો અસફળતાથી ડરી જાય છે અને પગ પાછા લઇ લે છે, એવામાં એ પોતાના અધૂરા સપના સાથે જ રહે છે. પરંતુ કેટલાક લોકો આ અસફળતાથી શીખે છે અને આગળ વધી જાય છે અને એક દિવસ સફળતા મેળવે છે.

એક એવી જ કહાની અમે તમને જણાવવા જઈ રહ્યા છે મધ્યપ્રદેશના મુરૈનાના આઈપીએસ ઓફિસરની જેમણે પોતાના જીવનમાં ઘણી અસફળતા જોઈ પણ તેમ છતાં હાર ના માની, અને મહેનતના દમ પર મંજિલ મેળવી લીધી.



આ આઈપીએસ અધિકારીનું નામ મનોજ કુમાર શર્મા છે જે મધ્યપ્રદેશના મુરૈના જીલ્લાના રહેવાસી છે. મનોજ બાળપણથી જ ભણવા લખવામાં ઘણા નબળા હતા, એટલું જ નહીં ૧૨ માં ધોરણમાં તો તેઓ ફેઈલ પણ થયા હતા. એની પહેલા ધોરણ ૯ અને ૧૦ માં પણ એમને થર્ડ ડીવીઝન મળ્યું હતું. એવામાં એમનું આઈપીએસ બનવાનું સપનું પાછળ છૂટતા દેખાઈ રહ્યું હતું.



પરંતુ ક્યારેય પણ એમણે પોતાના ફેલિયર પર ધ્યાન ના આપ્યું કારણકે એમને હંમેશા પોતાના પર વિશ્વાસ રહ્યો અને સતત પ્રયત્ન કર્યા રહ્યા. અધિકારી બન્યા પછી મનોજે 12 TH ફેઈલ નામે એક પુસ્તક પણ લોન્ચ કર્યું, જેમાં એમણે પોતાના સંઘર્ષના દિવસોની કહાની પણ જણાવી છે. એમણે જણાવ્યું કે એ કેવા આર્થિક સંકટથી પસાર થયા.

એટલું જ નહીં, પણ એમના ઘર પર સારી છત પણ નહતી એવામાં એમને ઘણીવાર ભીખારીઓ સાથે પણ સુવું પડ્યું. ભણતા સમય દરમિયાન એમણે ધણીવાર ટેમ્પો પણ ચલાવ્યો તો ઘણી વાર દિલ્લીમાં લાઈબ્રેરીના ચપરાસી સાથે પણ કામ કર્યું.



લાઈબ્રેરીમાં કામ કરતા સમયે મનોજે ઘણા મશહૂર લેખકોના પુસ્તકો વાંચ્યા, અને એમના મનમાં પોતાના સપના માટે લાલસા વધતી ગઈ. મનોજે જણાવ્યું કે આઈપીએસ અધિકારી બનવાનું સપનું એમના પ્રેમના લીધે સાચું પણ થયું. વાત એવી છે કે મનોજ શર્મા ૧૨ માં ધોરણમાં કોઈ છોકરીને દિલ આપી બેઠા હતા પણ ૧૨ ફેઈલ થવાને લીધે તેઓ એ છોકરીને પોતાના દિલની વાત ના કહી શક્યા. એમને બીક હતી કે એ એમને ના પાડી દેશે.

પરંતુ તેમ છતાં મનોજે છોકરી સુધી પોતાના દિલની વાત પહોંચાડી અને એમણે છોકરીને વચન આપી દીધું કે જો એ એમનો પ્રેમ પ્રસ્તાવ માની લેશે તો એ કઈક એવું કરી બતાવશે જેને દુનિયા જોતી રહી જશે.



ત્યાં સુધી તો મનોજ ની વાતો ફક્ત એક મજાક જ લાગી રહી હતી, પરંતુ એમણે થોડા દિવસો પછી એ વાત સાચી સાબિત કરી દીધી. એમણે આઈપીએસ બનવા માટે ખૂબ જ મહેનત કરી અને યુપીએસસી પરીક્ષા પાસ કરી લીધી. મનોજ શર્મા વર્ષ ૨૦૦૫ બેચના મહારાષ્ટ્ર કેડરથી આઈપીએસ બન્યા અને હવે તેઓ ઉચ્ચ પદ પર દેશની સેવા કરી રહ્યા છે.

એક ઈન્ટરવ્યું દરમિયાન મનોજ શર્મા એ જણાવ્યું કે જયારે યુપીએસસીનું ઈન્ટરવ્યું આપવા ગયા હતા તો એ દરમિયાન સમિતિમાં બેઠેલા ઓફિસરોએ મારો બાયોડેટા જોયા પછી મને પૂછ્યું કે અહિયાં આઈઆઈટી અને આઈઆઈએમ પાસ કરવાવાળા લોકો આવી રહ્યા છે તો એવામાં અમે તમને કેમ પસંદ કરીએ? એવામાં મેં એમને જવાબ આપ્યો હતો કે ૧૨ મુ ધોરણ ફેઈલ થયા પછી પણ અહિયાં સુધી પહોંચી ગયો છું તો કઈક તો મારામાં હશે ને.