SS રાજામૌલીની ‘RRR’ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને પ્રમોશન કરનારી પ્રથમ ફિલ્મ બની, ગગનચુંબી પ્રતિમા જોઈને અભિનેતા રામચરણે કહ્યું…

દક્ષિણ સિનેમાની જાણીતી હસ્તીઓ એસએસ રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆર આ દિવસોમાં તેમની ફિલ્મ RRR માટે ચર્ચામાં છે. ત્રણેય પોતાની ફિલ્મ માટે સખત મહેનત કરી રહ્યા છે. આને કારણે, ફિલ્મના નિર્માતાઓએ મલ્ટિ-સિટી ટૂરનું આયોજન કર્યું હતું જેમાં ફિલ્મની સમગ્ર કાસ્ટ બેંગ્લોર, હૈદરાબાદ અને દુબઈ પછી હવે વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.



ભારતના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ‘ RRR’ રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે . આવી સ્થિતિમાં, મેગ્નમ ઓપસના નિર્માતાઓએ ફિલ્મના જબરદસ્ત પ્રમોશન માટે મલ્ટિ-સિટી ટૂરનું આયોજન કર્યું હતું. ફિલ્મની સમગ્ર ભારતની કાસ્ટ આ યાત્રા પર નીકળી હતી , જેમાં અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણ દિગ્દર્શક એસએસ રાજામૌલી સાથે બેંગ્લોર, હૈદરાબાદ અને દુબઈ પછી હવે વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી . રસપ્રદ વાત એ છે કે આ સાથે ‘RRR’ ભારતના ઐતિહાસિક સ્મારકની મુલાકાત લેનારી પ્રથમ ફિલ્મ બની છે.



તાજેતરમાં, ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોએ તેમની મુસાફરીની નવીનતમ તસવીરો શેર કરી હતી, જે તેના પ્રશંસકો માટે એક મોટું સરપ્રાઈઝ હતુ અને અપેક્ષામાં પણ વધારો કર્યો. આમ હૈદરાબાદ, બેંગ્લોર, વડોદરા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલકાતા અને વારાણસીથી લઈને દુબઈ સુધી, નિર્માતાઓએ એક વિશાળ પ્રમોશન પ્લાન ઘડી કાઢ્યો છે, જેમાં તેઓ 18-22 માર્ચ દરમિયાન ફિલ્મના પ્રમોશનની આગેવાની લેશે. સંભવિત મુલાકાત લેશે.



રસપ્રદ વાત એ છે કે, ભારતની સૌથી મોટી એક્શન ડ્રામાનો બીજો બેન્ચમાર્ક સેટ કરીને, SS રાજામૌલીની RRR એ ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય સ્ટાર-સ્ટડેડ લાઇનઅપનો સમાવેશ થાય છે. આ બે મેગા પાવર સ્ટાર્સ ઉપરાંત, અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે જ્યારે સમુથિરકાની, રે સ્ટીવેન્સન અને એલિસન ડુડી સહાયક ભૂમિકામાં સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

પેન સ્ટુડિયોના જયંતિ લાલ ગડાએ સમગ્ર ઉત્તર ભારતમાં થિયેટ્રિકલ વિતરણ અધિકારો મેળવ્યા છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઇલેક્ટ્રોનિક અધિકારો પણ ખરીદ્યા છે. જ્યારે, પેન મરુધર ઉત્તર પ્રદેશમાં ફિલ્મનું વિતરણ કરશે. તેલુગુ ભાષાની પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ ડીવીવી એન્ટરટેઈનમેન્ટ્સના ડીવીવી દાનૈયા દ્વારા નિર્મિત છે. RRR 25 માર્ચ 2022 ના રોજ રીલિઝ થવાની તૈયારીમાં છે.