આ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે સોનમ કપૂર, લેવા પડે છે ઇન્જેક્શન, જાણો લક્ષણ અને બચાવ

સોનમ કપૂર એક ફેશનેબલ અભિનેત્રી છે અને ફિટનેસનું ધ્યાન પણ રાખે છે. એમની ફિટનેસને જોઇને અંદાજો ના લગાવી શકીએ કે એમને ટાઈપ ૧ ડાયાબીટીસ છે. મીડિયા રીપોર્ટસ મુજબ, સોનમને ૧૭ વર્ષની ઉંમરમાં આ બીમારી થઇ હતી. પોતાની આ બીમારીને કંટ્રોલ કરવા માટે સોનમને ઇન્સુલીન લેવા પડે છે. એટલું જ નહીં, સોનમ કપૂર આ બીમારીને કંટ્રોલ કરવામાં નિયમિત યોગ, કસરત અને સ્વસ્થ ડાયેટ લે છે.

સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર ડાયાબીટીસ એક ક્રોનિક એટલે કે લાંબા સમય સુધી રહેવાવાળી સ્વાસ્થ્ય સમસ્યા છે, જે શરીર દ્વારા ખાવાની ઉર્જા માટે ઉપયોગ કરવાની પ્રક્રિયાને અસર કરે છે. આ ખબરમાં આપણે ટાઈપ ૧ ડાયાબીટીસ વિષે જાણીશું.

જયારે કોઈ ડાયાબીટીસથી પીડિત હોય છે તો શું થાય છે?સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન કહે છે કે આપણે જે પણ ખાઈએ છે, શરીર એને શુગરમાં તોડીનેs બ્લડમાં રિલીજ કરી દે છે. જયારે બ્લડમાં શુગરનું સ્તર વધવા લાગે છે, તો પેન્ક્રીયાસને ઇન્સુલીન હોર્મોન રિલીજ કરવાનો સંકેત મળે છે. ઇન્સુલીન કોશિકાઓ દ્વારા ગ્લૂકોજની ખપતને તેજ કરવામાં મદદ કરે છે. જેનાથી બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં આવી જાય છે. પણ ડાયાબીટીસની અંદર શરીરમાં ઇન્સુલીનનું ઉત્પાદન અપર્યાપ્ત થઇ જાય છેઅથવા શરીર ઇન્સુલીન માટે અસંવેદનશીલ થઇ જાય છે.

ટાઈપ ૧ ડાયાબીટીસ શું છે?

ડાયાબીટીસના ચાર પ્રકાર હોઈ શકે છે. જેમાંથી એક ટાઈપ ૧ ડાયાબીટીસ પણ છે. ડાયાબીટીસના આ પ્રકારમાં ઈમ્યુન સિસ્ટમ ભૂલથી ઇન્સુલીન ઉત્પાદન કરવાવાળી પેન્ક્રીયાસના સેલ્સને નષ્ટ કરવા લાગે છે. જેનાથી શરીરમાં ઇન્સુલીનની માત્રા જરાય ઓછી કે ના બરાબર થઇ જાય છે. સામાન્ય રીતે આ સમસ્યા બાળપણ કે કિશોરાવસ્થામાં જોવા મળે છે. એટલે એને જુવેનાઇલ ડાયાબીટીસ કે ઇન્સુલીન ડીપેડેંટ ડાયાબીટીસ પણ કહેવામાં આવે છે.


કોને થાય છે ડાયાબીટીસ?

આ બીમારી બાળપણમાં કોઈને પણ થઇ શકે છે, પણ એ ઘણીવાર ૬ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને વધારે થાય છે.

ટાઈપ ૧ ડાયાબીટીસના લક્ષણ

 • ખૂબજ તરસ લાગવી
 • વધારે વખત પેશાબ લાગવી
 • થાક અને સુસ્તી અનુભવવી
 • ત્વચા પર કટ કે ઘા ધીમે ધીમે ઠીક થવું
 • ઘણીવાર ભૂખ્યા હોય એવો અનુભવ થવો
 • ખંજવાળ
 • ત્વચા સંક્રમણ
 • ધૂંધળું દેખાવું
 • કારણ વિના શરીરનું વજન ઘટવું
 • વારંવાર સ્વભાવ બદલાવો
 • માથાનો દુઃખાવો
 • ચક્કર આવવા
 • પગની માંસપેશીઓમાં ખેંચાણ

ડાયાબીટીસના લીધે થઇ શકે છે આ ગંભીર બીમારીઓસેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન કહે છે કે જો ડાયાબીટીસને નિયંત્રિત નથી કરવામાં આવ્યું, તો એ બીજી ગંભીર બીમારીઓ વિકસિત થવાનું કારણ બની શકે છે. જેમ કે –

 • હાર્ટ એટેક
 • નજરનું ધૂંધળાપણ
 • નસોનું નુકસાન
 • ગંભીર ઇન્ફેકશન
 • કિડની ફેઇલર
 • હ્રદયના રોગ
 • સ્થૂળતા

ડાયાબીટીસ કંટ્રોલ કરવાની રીત

નિષ્ણાંત મુજબ, એ ૧ સી ટેસ્ટ, ફાસ્ટિંગ બ્લડ શુગર ટેસ્ટ, ગ્લૂકોઝ ટોલરેન્સ ટેસ્ટ, રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટ વગેરે દ્વારા ડાયાબીટીસની તપાસ થયા પછી બીમારીની ગંભીરતા મુજબ એનો ઈલાજ કરવામાં આવે છે. જે લોકોમાં ગંભીર ડાયાબીટીસ હોય છે, એમને ઇન્સુલીન ઇન્જેક્શન આપવામાં આવે છે. પણ ઓછા ગંભીર લોકોમાં જીવનશૈલીમાં પરિવર્તન કરીને ડાયાબીટીસને કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવે છે. જેમ કે –

 • નિયમિત રીતે બલસ શુગરની તપાસ કરવી
 • કસરત કરો
 • ધુમ્રપાન કે શરાબનું સેવન ના કરો
 • કોઈ પણ વધારે શુગર વાળા ખોરાકનું સેવન ના કરો
 • વજનને સંતુલિત રાખો
 • ફાસ્ટ ફૂડ અને કાર્બોનેટેડ પીણાનું સેવન ના કરો
 • ઓછી માત્રામાં ખાવાનું ખાવું
 • રોજ ૨૦ થી ૩૦ મિનીટ કસરત, યોગ વગેરેનો અભ્યાસ કરો
 • બ્લડ શુગર વધતા ડોક્ટરની સલાહ જરૂર લો વગેરે

ટાઈપ ૧ ડાયાબીટીસના દર્દી પોતાના ડાયેટમાં શામેલ કરો આ સુપરફૂડ્સ

 • લીલા પાંદડાવાળા શાકભાજી
 • ખાટા ફળ
 • શક્કરીયા
 • સ્ટ્રોબેરી
 • ટામેટા
 • ઓમેગા ૩ ફેટી એસીડ વાળી માછલી
 • આખું અનાજ
 • નટ્સ
 • ફેટ ફ્રી દહીં અને દૂધ
 • બીન્સ