લગ્ન પછી સોનાક્ષી સિન્હા બની જશે સલમાનની સંબંધી, અફેયરની હકીકત આવી સામે

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા પૂનમ સિન્હાની દીકરી અને બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અત્યારે પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. સોનાક્ષી સિન્હાનું કહેવું છે કે એ ફક્ત ૨૦ વર્ષની ઉંમરમાં જ ગાઢ પ્રેમ કરી બેઠી હતી અને એમનો આ સંબંધ ઘણો લાંબો ચાલ્યો હતો. એટલું જ નહીં, સોનાક્ષી એ જણાવ્યું કે સ્કૂલના સમયે પણ એમને પ્રેમ થયો હતો, જોકે એ વધારે સીરીયસ નહતો અને એમણે જલ્દી જ બોયફ્રેન્ડથી બ્રેકઅપ કરી લીધું હતું. એ પછી જ એમનો સીરીયસ રીલેશનશીપ થયો લગભગ ૫ વર્ષથી પણ વધારે ચાલ્યો. એ સિવાય પણ સોનાક્ષીએ પોતાની લવ લાઈફ સાથે જોડાયેલી વાતો જણાવી હતી.હાલમાં જ થયેલ એક ઈન્ટરવ્યુંમાં સોનાક્ષી સિન્હા એ ખુલાસો કરતા કહ્યું કે જયારે હું સ્કૂલમાં હતી એ સમયે મારો એક સુંદર સંબંધ હતો પણ ગ્રેડ્યુએશનમાં મેં એમને ટાટા બાય બાય કહી દીધું અને એ પછી મારું સીરીયસ અફેયર થયું. મારી ઉંમર ૨૦ થી ૨૧ રહી હશે ત્યારે મારું સીરીયસ રીલેશન થયુ હતું અને એ રીલેશન લગભગ ૫ વર્ષ સુધી ચાલ્યો.

સોનાક્ષીનું કહેવું છે કે તમારે હંમેશા તમારા સંબંધમાંથી કાંઇક શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ, કારણકે દરેક વ્યક્તિ અલગ વ્યક્તિત્વનું હોય છે. એવામાં તમારે તમારા માટે એક એવા વ્યક્તિની શોધ કરવી જોઈએ, જે તમને પ્રેમ કરી શકે, તમને સહન કરી શકે. જે તમારી રહેણી કરણીનો પણ સ્વીકાર કરી શકે. હું એકદમ નાની હતી પણ જેમ જેમ તમે મોટા થતા જાઓ છો તો હંમેશા દરેક સંબંધથી કાઈ ને કાઈ શીખતા જાઓ છો.એ સિવાય સોનાક્ષી સિન્હા એ મજાકિયા અંદાજમાં કહ્યું કે જો એ પોતાના માટે છોકરો શોધવાની વાત પોતાના માતાપિતાને કહે તો એ કુંવારી જ બેઠી રહેશે. જોકે, એમની માં લગ્ન વિષે એને ઘણીવાર પૂછતી રહે છે. સોનાક્ષીનું કહેવું છે કે એમના માતાપિતાને સારી રીતે ખબર છે કે જયારે હું લગ્ન કરવા ઈચ્છીશ તો પોતાની રીતે જ કરી લઈશ.’જો વાત કરીએ સોનાક્ષી સિન્હાના અફેયર વિષે તો જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા જે વ્યક્તિ સાથે રિલેશનમાં છે એમનું નામ છે બંટી સચદેવા અને લાંબા સમયથી સોનાક્ષી સિન્હા અને બંટી સચદેવા એકબીજાને ડેટ કરી રહ્યા છે અને વાત કરીએ બંટી સચદેવાની તો બંટી સચદેવા સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનના સાળા થાય છે અને એવામાં જો સોનાક્ષી સિંહાના લગ્ન બંટી સચદેવા સાથે થાય છે તો લગ્ન પછી સોનાક્ષી સિન્હા સલમાન ખાનના પરિવારનો હિસ્સો બની જશે. એ સિવાય અભિનેતા રણવીર સિંહ અને અર્જુન કપૂર જેવા અભિનેતાઓ સાથે પણ સોનાક્ષી અફેરની ખબરોને લઈને ચર્ચામાં રહી ચુકી છે.જણાવી દઈએ કે, સોનાક્ષી સિન્હા એ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ ‘દબંગ’ થી અભિનય કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હાની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. એ પછી એ ‘દબંગ ૨’ , ‘બુલેટ રાજા’ , ‘રાવડી રાઠોડ’ , ‘તેવર’ , ‘હોલીડે’ , ‘કલંક’ , ‘અકીરા’ , ‘દબંગ ૩’ , મિશન મંગલ’ અને ‘ખાનદાની શફાખાના’ જેવી મોટી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે.