માં ના ૫૦માં જન્મદિવસ પર દીકરાએ આપી સરપ્રાઈઝ, હેલિકોપ્ટરમાં ફેરવીને માં ની ઈચ્છા કરી પૂરી

કહેવાય છે કે કળીયુગમાં સારા સગા મળવા ઘણું મુશ્કેલ હોય છે. કેટલાક ઘણા સૌભાગ્યશાળી હોય છે, જેમને સારા સગા મળે છે. એવી જ એક સૌભાગ્યશાળી મહિલા મહારાષ્ટ્રમાં થાને જીલ્લાના ઉલ્હાસનગરની રહેવાસી છે. આ મહિલાનું કહેવું છે કે એ ખૂબજ નસીબદાર છે કે એને આવો દીકરો મળ્યો. મહિલાનું નામ રેખા ગરડ જણાવાઈ રહ્યું છે.

ખબર મુજબ જાણવા મળ્યું છે કે આ મહિલા ૫૦ વર્ષની છે, એટલે મહિલાના ૫૦ માં જન્મદિવસ પર મહિલાના દીકરાએ એને એક એવી સરપ્રાઈઝ આપી જે જોઇને મહિલા ખૂબ જ ખુશ થઇ ગઈ, અને એણે કહ્યું કે ભગવાન આવો દીકરો બધાને આપે. વાત એવી છે કે મહિલાના ૫૦ માં જન્મદિવસ પર એના દીકરાએ એમનું વર્ષો જૂનું સપનું પૂરું કરતા મહિલાને હેલિકોપ્ટરની મુસાફરી કરાવી.



રેખા નામની આ મહિલાના ત્રણ દીકરા છે. માહિતી મુજબ, મહિલાના પતિ દિલીપ કુમારનું ઘણા વર્ષો પહેલા જ નિધન થઇ ગયું. રેખા એ પોતાના બાળકોનો ઉછેર ખુદ જ કર્યો. રેખાનો મોટો દીકરો પ્રમોદ એ સમયે ફક્ત સાતમાં ધોરણમાં હતો, જયારે એના પિતાનું નિધન થઇ ગયું હતું. પતિના નિધન પછી રેખા એકદમ હતાશ થઇ ગઈ હતી કારણકે હજી એના બાળકો નાના નના હતા અને એમના માથેથી પિતાનો હાથ ઉઠી ગયો હતો. બાળકોના ઉછેરની જવાબદારી સંપૂર્ણ રીત રેખા પર હતી. રેખા એ લોકોના ઘરોમાં કામ કર્યું અને રોજી રોટી કમાતા પોતાના બાળકોને મોટા પણ કર્યા.

રેખાનો મોટો દીકરો પ્રમોદ પોતાની માં ની હાલત અને પરિવારની આર્થિક સ્થિતિને સારી રીતે સમજતા હતા. પ્રમોદે ઘણી મહેનત અને લગનથી ભણવાનું પૂરું કર્યું, અને પ્રમોદને એક નોકરી મળી ગઈ. પ્રમોદ ને પૂછ્યું ત્યારે એણે જણાવ્યું કે બાળપણમાં એ એની માં સાથે છત પર ઉભો હતો. ત્યારે ઘરની છત પરથી એક હેલિકોપ્ટર પસાર થયું. હેલિકોપ્ટર જોઇને પ્રમોદ કુમારને રેખાએ કહ્યું કે એ પણ જીવનમાં એક વાર હેલિકોપ્ટરમાં બેસવા ઈચ્છે છે. બસ ત્યારથી પ્રમોદે પોતાની માં નું સપનું પૂરું કરવાનું નક્કી કરી લીધું



આખરે પ્રમોદે પોતાની માં ના ૫૦ માં જન્મદિવસ પર હેલિકોપ્ટરમાં બેસવાનું પોતાની માં નું સપનું પૂરું કરવાનો પ્લાન બનાવ્યો. પ્રમોદે પૂરી તૈયારી કરી કરી લેતા મુંબઈના જુહૂના એયર બસ પર એક હેલિકોપ્ટરની સગવડ કરી. પ્રમોદ પોતાની માં ને સરપ્રાઈઝ આપવા ઈચ્છતો હતો એટલે સિદ્ધિવિનાયક મંદિર જવાનું બહાનું બનાવીને પોતાની માં ને ઘરેથી લઇ આવ્યો અને સમગ્ર પરિવાર સાથે જુહૂના એયર બસ પર પહોંચ્યો.

જેવી પ્રમોદની માં ને એના સરપ્રાઈઝ વિષે ખબર પડી તો એ હેરાન રહી ગઈ. એની આંખોમાંથી આંસૂ આવવા લાગ્યા અને એને એટલી ખુશીનો અનુભવ થયો કે એનો દીકરો પ્રમોદ એને કેટલો પ્રેમ કરે છે. રેખા એ કહ્યું કે એ ઘણું ભાગ્યશાળી છે, જે એને પ્રમોદ જેવો દીકરો મળ્યો ભગવાન આવો દીકરો બધાને આપે. પછી રેખાના પરિવારે રેખાના ૫૦ મો જન્મદિવસ મનાવતા હેલિકોપ્ટરની સવારી કરી.