૫૯ ની ઉંમરમાં ૨૯ ની લાગે છે અભિનેત્રી અનીતા રાજ, ૬ બાળકોના પિતા ધર્મેન્દ્ર સાથે રહ્યું હતું અફેયર

હિન્દી સિનેમાની જાણીતી અદાકારા અનીતા રાજ ૫૯ વર્ષની થઇ ગઈ છે. ૧૩ ઓગસ્ટ ૧૯૬૨ ના અનીતા રાજનો જન્મ મુંબઈમાં થયો હતો. એમણે હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ૮૦ ના દશકની એ એક મોટી અભિનેત્રી રહી છે. આવો આજે એના વિષે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિષે જણાવીએ.અનીતા રાજના ફિલ્મી કરિયરની શરુઆત લગભગ ૨૦ વર્ષની ઉંમરમાં વર્ષ ૧૯૮૨ માં થઇ હતી. એમની હિન્દી સિનેમામાં પહેલી ફિલ્મ હતી ‘પ્રેમ ગીત’. ખાસ વાત એ છે કે અનીતા રાજનું નામ બોલીવુડના એ કલાકારોમાં શામેલ છે જેમણે પહેલી જ ફિલ્મથી મોટું નામ કમાઈ લીધું હતું. અનીતા પોતાની પહેલી જ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. એ પછી એમણે અન્ય પણ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું.એ વાતથી બહુ ઓછા લોકો પરિચિત છે કે અનીતા રાજ હિન્દી સિનેમાના મશહૂર અભિનેતા રહેલ જગદીશ રાજની દીકરી છે. અનીતાનો ઊછેર ફિલ્મી વાતાવરણમાં થયો છે. જગદીશ રાજે બોલીવુડની મોટાભાગે પોલીસ ઇન્સ્પેકટરના પાત્ર નિભાવ્યા છે. અનિતાના પિતાનું વર્ષ ૨૦૧૩ માં નિધન થઇ ગયું હતું.અનીતા રાજના અંગત જીવનની વાત કરીએ તો એમણે વર્ષ ૧૯૮૬ માં સુનીલ હિંગોરાની સાથે લગ્ન કર્યા હતા. સુનીલ અને અનીતાનો એક દીકરો છે, જેનું નામ શિવમ હિંગોરાની છે. અનિતાના પતિ સુનીલ એ સમયે ચર્ચામાં રહ્યા હતા જયારે વર્ષ ૨૦૧૨ માં એમના પતિ પર એક મહિલા દ્વારા છેડછાડ અને ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સુનીલ પર એમની સોસાયટીના અને પડોસીઓએ ફંડથી કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ પણ લગાવ્યો હતો. એ પછી સુનીલ હિંગોરાનીને પોલીસે ધરપકડ કરી લીધી હતી અને પછી એને જમાનત પર છોડી દેવામાં આવ્યો હતો.અનીતા રાજે મોટા પડદા પર તો ધમાલ મચાવી જ છે, સાથે જ એમણે નાના પડદા પર પણ કામ કર્યું છે અને અત્યારે એ નાના પડદા પર જ સક્રિય છે. અત્યારે ફેંસ અભિનેત્રી ને ટીવી ધારાવાહિક ‘છોટી સરદારની’માં જોઈ રહ્યા છે. આ ધારાવાહિકમાં એ ‘કુલવંત કૌર ઢીલ્લો’ નામની મહિલાનું પાત્ર નિભાવી રહી છે. એ સિવાય અનીતા ‘આશિકી’ ‘ઇના મીના ડીકા’ , ‘૨૪’ જેવી ધારાવાહિકોમાં પણ દેખાઈ ચુકી છે,ભલે અનીતા રાજની ઉંમરને ૫૯ વર્ષ પૂરા કરી ચુક્યા છે, જોકે એમને જોઈને એમની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ૫૯ વર્ષની ઉંમરમાં પણ એ ૨૯ વર્ષની છોકરી જેવી દેખાય છે. આ ઉંમરમાં પણ ખુદને ફીટ અને ખૂબસૂરત જાળવી રાખવા માટે એ જિમમાં પરસેવો વહાવે છે.

૫૯ ની ઉંમરમાં પણ જળવાયેલી છે ફિટનેસ અને ખૂબસૂરતી


ધર્મેન્દ્ર સાથે રહ્યું અફેયર

અનીતા રાજે મિથુન અને ધર્મેન્દ્ર જેવા હિન્દી સિનેમાના દિગ્ગજ સુપરસ્ટાર સહીત અન્ય પણ ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. પરંતુ એમની જોડી ધર્મેન્દ્ર સાથે વધારે પસંદ કરવામાં આવી. એટલું જ નહીં, સાથે કામ કરતા કરત બંને એકબીજાને દિલ પણ આપી બેઠા હતા.ધર્મેન્દ્ર બે લગ્ન કરી ચુક્યા હતા અને એમના ૬ બાળકો હતા. તેમ છતાં અનીતા સાથે પ્રેમ કરતા પોતાને રોકી શક્યા નહીં., પછી ધર્મેન્દ્ર ની બીજી પત્ની અને અભિનેત્રી હેમા માલિનીને લીધે એમના આ સંબંધનો અંત આવી ગયો. હાલમાં જ આ જોડી એક સાથે ઇન્ડિયન આઈડલ ૧૨ ના મંચ પર જોવામાં આવી હતી.