સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે મંગળ, જાણો તમારા જીવનમાં ક્યાંક અમંગળ તો નહીં થાય ને..

હિન્દૂ ધર્મમાં ગ્રહો નક્ષત્રોની ચાલ વગેરે ઘણી મહત્વની હોય છે. ગ્રહોની ચાલથી સૌ નું જીવન પ્રભાવિત થાય છે. એવામાં જણાવી દઈએ કે મંગળ ગ્રહ ૨૦ જુલાઈએ સૂર્યદેવની રાશિ સિંહમાં ગોચર કર્યું છે. જ્યાં એમનું મિલન શુક્ર ગ્રહ સાથે થશે, જે આ રાશિમાં પહેલેથી જ છે. આ રીતે એક રાશિમાં બે ગ્રહોનો સંયોગ બનવા જઈ રહ્યો છે. મંગળ સિંહ રાશિમાં ૬ સપ્ટેમ્બર સુધી રહેશે, એ પછી એ કન્યા રાશિમાં પ્રવેશ કરી જશે. વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહને પરાક્રમ, સાહસ, શૌર્ય, જીવન શક્તિ વગેરેના સૂચક ગ્રહ જણાવવામાં આવ્યા છે. કુંડળીમાં મંગળની શુભ સ્થિતિ બનતા વ્યક્તિમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે અને એ પોતાની કમાલ શક્તિઓથી સફળતા મેળવે છે. એવામાં મંગળનું સિંહ રાશિમાં ગોચર થવાથી બધી રાશીઓ પર અસર કરશે. કેટલીક રાશીઓ માટે મંગળનું ગોચર લાભદાયી રહેશે તો કેટલીક રાશિઓના લોકોના જીવનમાં આ મંગળ, અમંગળ પણ લાવશે.તો આવો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ

કઈ રાશીઓ માટે કેવું રહેશે?

મેષ રાશિ

મેષ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. ખાસ પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ શકે છે. મંગળ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. એવામાં આ રાશિના લોકોને ધન લાભ થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. આ રાશિના પ્રેમીઓ અત્યારે ખાસ કાઈ કરી શકશે નહીં.

વૃષભ રાશિ

આ રાશિના વૈવાહિક જીવનમાં સમસ્યા થઇ શકે છે. પોતાની માં નું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સંપતિ અને રોકાણથી લાભ થશે. નોકરીવર્ગના લોકો માટે સમય શુભ છે.

મિથુન રાશિ

આ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ છે. એમને લગભગ દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. બેરોજગારને નોકરી મળશે. પ્રગતિ, ધનલાભ થશે. વિવાદથી બચો.

કર્ક રાશિ

વાણી પર સંયમ રાખવાની જરૂરત છે. નહિ તો છવિ ખરાબ થઇ શકે છે. નોકરી વેપારમાં સ્થિતિ સારી રહેશે. આર્થિક સ્થિતિ સારી થશે.

સિંહ રાશિ

મંગળ ગ્રહ આ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, એટલે આ રાશિના લોકો પર અસર વધારે થશે. પોતાના લક્ષ્યનો પીછો કરતા રહો , તમને સફળતા જરૂર મળશે. વિલાસિતા માટે પૈસા ખર્ચ કરશે. પ્રેમ જીવન અને લગ્ન જીવનમાં સૂજ બૂજથી કામ લેવું.

કન્યા રાશિ

આ રાશિના લોકોને ઘણી જગ્યાએથી પૈસા મળશે. મહેનત અને કિસ્મત બંનેથી પૈસા મળશે. મુશ્કેલીના સમય માટે પૈસા બચાવીને રાખવું સારું રહેશે. ઊંઘની સમસ્યા થઇ શકે છે.

તુલા રાશિ

રોકાયેલ કાર્ય પૂરા થશે. ધન લાભ થશે. ઘર પરિવાર માટે ખરીદી કરી શકો છો. આ દરમિયાન આ રાશિના લોકોએ વિવાદોથી બચવું જોઈએ.

વૃષિક રાશિ

આ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભકારી છે. સરકારી નોકરીવાળાને ઉચ્ચ પદ, માન સમ્માન મળશે. ખોટું અને ગેરકાનૂની કામ કરવાથી બચો. વ્યક્તિત્વ નીખરશે. સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાન રહેવું.

ધન રાશિ

આ રાશિના લોકોમાં ધર્મ અધ્યાત્મમાં રસ વધશે. યાત્રા પર જઈ શકો છો. વડીલો ગુરુઓના આશીર્વાદથી પ્રગતિ મળશે. પિતા સાથે સારો વ્યવહાર કરવો.

મકર રાશિ

સ્વાસ્થ્ય સંબંધિત થઇ શકે છે. ગાડી ચલાવતા સમયે સતર્કતા રાખવી. વિલાસિતા પર ખર્ચ થશે. ભાઈઓ સાથે વિવાદ થઇ શકે છે. ધન લાભ થશે.

કુંભ રાશિ

સિંહ રાશિમાં મંગળના પ્રવેશથી કુંભ રાશિના લોકોને વેપારમાં નફો થશે. કારોબારમાં વિસ્તાર કરવા માટે ઘણો સારો સમય છે. લેવડદેવડમાં સાવધાની રાખવી. પારિવારિક જીવન સારું રહેશે. જીવનસાથી સાથે દલીલથી બચવું.

મીન રાશિ

આ રાશિના લોકોને સખ્ત મહેનતથી કામમાં સફળતા મળશે. ધૈર્ય રાખવું. નોકરી વર્ગના લોકો માટે સારો સમય છે. અભિમાનથી બચવું નહીં તો નુકસાન થઇ શકે છે.