લીબું પાણીના સેવનથી નુકશાન પણ થઈ શકે છે… જાણો લીંબુ પાણીના સેવનથી કઈ કઈ આડઅસરો થાય છે…

લીબું પાણીનું સેવન કરવાથી આપણાને ઘણા ફાયદાઓ થતા હોય છે. તે વાત વીશે તો તમને ખ્યાલ હશેજ. સાથેજ ગરમીઓમાં તો લીંબુ પાણી પીવાથી આપણા શરીરને અઢળક ફાયદાઓ થતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે લીંબુ પાણી પીવાથી ઘણા નુકશાન પણ થતા હોય છે. જેમા તેની આડઅસરને કારણે લીંબુ પાણીથી આપણાને નુકશાન થતું હોય છે.

દાંત માટે નુકશાનકારક

લીંબુ પાણીના સેવનથી તામારા દાંત પર તેની ગંભીર અસર થઈ શકે છે. લીંબુમાં સાઈટ્રિક એસિડ રહેલું હોય છે. જે આપણા દાંતને ખરાબ કરતું હોય છે. જેમા જ્યારે આપણા દાંતને ઠંડુ કે ગરમ પાણી લાગે ત્યારે આપણાને તકલીફ થાય છે.


પેટ સબંધી સમસ્યા સર્જાઈ શકે છે

જો વધારે પડતું લીબું પાણી તમે પીશો તો તમને પેટ સંબંધી તકલીફ થઈ શકે છે. જેમા ખાસ કરીને ઝાડા અને અને પેટમાં દુખાવો થઈ શકે છે. સાથેજ પેપ્ટક અલ્સર પણ થઈ શકે છે. લીબુંમાં ઓક્સલેટ વધારે પ્રમાણમાં હોય છે. જેથી તે શરીરમાં જઈને ક્રિસ્ટલનું રૂપ લઈ શકે છે.

યૂરિનેશનની તકલીફ

લીંબુ પાણીને કારણે યૂરિનેશનની તકલીફ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને લીબું પાણીનું સેવન કરવાને કારણે યૂરિનેશનની તકલીફમાં વધારે પડતું પેશાબ જવાની સ્થિતી પણ બની શકે છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે.


છાતીમાં બળતરા

વધારે પડતું લીબું પાણીનું સેવન કરશો તો તમારી છાતીમા બળતરા થઈ શકે છે. કારણકે લીંબુ પ્રોટીન તોડનારા એન્જાઈમ પેપ્સિનને એક્ટિવ કરાવામાં મદદ કરતા હોય છે. જેના કારણે આપણી છાતીમાં બળતરા થતા હોય છે.

મોઢામાં ચાંદાની તકલીફ

લીંબુનું સેવન કરવાથી આપણા મોઢામાં ચાંદાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો ક્યારેય પણ લીબુંનું સેવન ન કરવું જોઈએ કારણકે આવું કરવાથી ગેસ્ટ્રોએસોફેગલ રિફલક્સ ડિસિઝની શક્યાતા રહેલી છે. જેના કારણે પેટમાં બનનાર એસિડ એસોફૈગસ સુધી જાય છે.


માઈગ્રેશન

જે લોકોને માઈગ્રેશનની તકલીફ છે તે લોકોએ લીબું પાણીનું સેવન પ્રમાણસર કરવું જોઈએ. કારણકે લીંબુમાં રહેલું ટાયરમાઈન તત્વ માઈગ્રેનની તકલીફને વધારતું હોય છે. અને આજ કારણે માઈગ્રેનની તકલીફ વાળા લોકોએ લીંબુનું સેવન પ્રમાણસર કરવું જોઈએ…