લવિંગનું સેવન તમને ઘણી રીતે ફાયદો આપે છે, પણ વધારે માત્રામાં લવિંગનું સેવન ના કરો. કેટલીક સમસ્યાઓમાં લવિંગ ખાવા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનદાયી હોઈ શકે છે.
ગ્લૂકોઝ લેવલ ઓછુ થઇ જશે
લવિંગના સેવનથી શરીરમાં ગ્લૂકોઝનું લેવલ ઓછું થઇ શકે છે. એવા લોકો જેમના શરીરમાં ગ્લૂકોઝની માત્રા પહેલાથી જ ઓછી હોય, એમણે લવિંગનું સેવન ના કરવું જોઈએ.
પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે
લવિંગનું વધારે સેવન કરવાથી કિડની અને લીવર સંબંધિત સમસ્યા થઇ શકે છે. એની તાસીર ગરમ હોય છે એટલે વધારે માત્રામાં સેવન નુકસાન પહોંચાડે છે.
આંખોમાં બળતરા
લવિંગનું વધારે સેવન કરવાથી આંખોમાં બળતરા થવાની સમસ્યા થઇ શકે છે.
ગર્ભાવસ્થામાં ના ખાઓ
ગર્ભાવસ્થામાં અને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ લવિંગનું વધારે માત્રામાં સેવન ના કરવું જોઈએ.
લોહી પાતળું થવાની સમસ્યા
બ્લીડીંગ ડીસઓર્ડર જેમ કે હિમોફીલીયાની સ્થિતિમાં પણ લવિંગનું સેવન નુકસાન પહોંચાડી શકે છે. લવિંગમાં ખૂનને પાતળું કરવાના ગુણ હોય છે. એનાથી કટ થઇ ગયું હોય કે છોલાઈ ગયું હોય તો વધારે બ્લીડીંગ થઇ શકે છે.
પુરુષોમાં થઇ શકે આ સમસ્યા
વધારે માત્રામાં લવિંગનું સેવન પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને ઓછુ કરી શકે છે. એનાથી પૌરુષ શક્તિ ઓછી થવાની શક્યતા છે.