ફૂલાવરનું શાક એવું ટેસ્ટ હોય છે કે ભાગ્યે જ કોઇ એવું હશે જેને નહી ભાવતું હોય પરંતુ કેટલાક લોકોએ તો ફૂલાવર ક્યારેય ન ખાવું જોઇએ.
આજકાલ બીમારીઓ એટલી વધી છે કે દરેક નાની નાની વાતે ધ્યાન રાખવું પડે છે. ત્યારે આ બીમારી ધરાવતા લોકો માટે તો ઝેર સમાન સાબિત થાય છે ફૂલાવર માટે તેમણે તો ક્યારેય ન ખાવું જોઇએ.
ફૂલાવરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન A, B, C અને પોટેશિયમ પણ હોય છે. તેને ખાવું તમારા માટે ફાયદાકારક છે, પરંતુ જો તમને થાઈરોઈડ કે પથરીની સમસ્યા હોય તો ફૂલાવર ખાવાનું ટાળો.
પાચન સાથે સમસ્યાઓ
ગેસની સમસ્યામાં પણ ફૂલાવરનું સેવન ન કરો. આ શાકભાજીમાં રેફિનોઝ હોય છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. આ કાર્બોહાઇડ્રેટ કુદરતી રીતે કેટલીક શાકભાજીમાં હોય છે, પરંતુ આપણું શરીર તેને પચાવી શકતું નથી. જેના કારણે એસિડિટીની સમસ્યા વધી શકે છે. જો તમને પેટ સંબંધિત સમસ્યા સતત રહેતી હોય તો ફૂલાવરનું સેવન ન કરો.
ફૂલાવરમાં એન્ટીઑકિસડન્ટ, ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, ફોલેટ, વિટામિન K અને ફાઇબર જેવા પોષક તત્ત્વો અને ગ્લુકોસિનોલેટ્સ નામના સલ્ફર ધરાવતા રસાયણો હોય છે. જ્યારે આ રસાયણો પેટમાં જાય છે, ત્યારે તેઓ હાઇડ્રોજન સલ્ફાઇડ સંયોજન બનાવે છે. તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે.
થાઈરોઈડના દર્દીઓ ખાતા નથી
જો તમને થાઈરોઈડની સમસ્યા છે તો ફૂલાવરનું સેવન ન કરો. આ T3 અને T4 હોર્મોન્સમાં વધારો કરી શકે છે.
કિડનીની સમસ્યામાં
પિત્તાશય અથવા કિડની સ્ટોનની સમસ્યામાં ફૂલાવરનું સેવન તમને નુકસાન પહોંચાડશે કારણ કે, તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે. યુરિક એસિડ વધી ગયું હોય તો પણ ફૂલાવરનું સેવન ન કરવું. આ ખાવાથી તમારી સમસ્યા વધી જશે.
પોટેશિયમની ઊંચી માત્રા
ફૂલાવરમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે લોકો તેનું વધુ સેવન કરે છે, તેમનું લોહી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગે છે. જો તમે પહેલાથી જ લોહીને ઘટ્ટ કરવા માટે દવા લઈ રહ્યા છો, તો ડૉક્ટરની સલાહ પછી જ ફૂલાવરનું સેવન કરો.