ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીનું અંગત જીવન હંમેશાથી ઘણી ચર્ચામાં રહ્યું છે. ઓછી ઉંમરમાં જ એમણે પરિવારની વિરુદ્ધમાં જઈને લવ મેરેજ કર્યા. પહેલા લગ્ન એકદમ અસફળ થયા, પછી ૨૦૧૩ માં શ્વેતાએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ એમાં પણ એમને દુઃખ જ મળ્યું. કસૌટી ઝીંદગી કી થી ઘરે ઘરે પોતાની અલગ ઓળખ બનાવવાવાળી શ્વેતા આજે કોઈની ઓળખની મોહતાજ નથી. ટીવીના ઘણા પ્રખ્યાત શો અને રીયાલીટી સ્નો હિસ્સો રહી ચૂકેલ શ્વેતા એ બોલીવુડમાં પણ કામ કર્યું છે. એમના ચહેરા પર હવે સાફ દેખાય છે કે એ કેટલી મજબૂત છે. શ્વેતા તિવારીએ ૨ તૂટેલા લગ્નથી શું શીખ્યું, એ ઘણીવાર ઈન્ટરવ્યુંમાં ખુલીને વાત કહી ચુકી છે.
હાલમાં જ શ્વેતા એ એક ઈન્ટરવ્યુંમાં પોતના અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે કેવા જયારે એમણે પહેલા લગ્ન કર્યા હતા, તો એમને લાગતું હતું કે એ આઝાદ અને કમાવાવાળી છોકરી છે, શ્વેતાએ એવું માન્યું કે એમને જીવનમાં માત્ર એક સારા જીવનસાથીની જરૂર હતી, જે એમને ભાવનાત્મક રીતે સાથ આપે, પણ દુર્ભાગ્યવશ એમને એ સાથ ક્યારેય ના મળ્યો.
શ્વેતા એ આ ઈન્ટરવ્યુંમાં ભારતીય મહિલાઓ વિષે વાત કરતા જણાવ્યું હતુ કે મોટાભાગની સ્ત્રીઓમાં એ વસ્તુ હોય છે,કે જો એ પોતાના સાથીથી એક કદમ આગળ છે તો કેવી રીતે એમને દરેક વસ્તુમાં આગળ કરે. શ્વેતા એ એનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે એ પોતાના પતિને એટલી વધારે સ્પેસ આપી ચુકી હતી કે દરેક નાની મોટી વસ્તુ માટે એને પૂછતી હતી. શૂટ પર જવાથી માંડીને કપડાની પસંદગી સુધીમાં એમનો મત લેવો. આ બધું શ્વેતાને એએમણે સંબંધમાં બાંધી રહ્યું હતું. શ્વેતા એ જણાવ્યું કે જયારે એને કહેવામાં આવ્યું કે ઘર સંભાળો. તો એને એની માં એ સમજાવ્યું કે જો તમારો સાથી તમને તમારા સપનાથી દૂર કરે છે, તો એ તમારે લાયક નથી.
બહુ ઓછા લોકો જાણે છે કે એમણે ૧૯ ની ઉંમરમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્નનો શ્વેતાના પરિવારે ઘણો વિરોધ પણ કર્યો હતો પણ કપલે પરિવારની ચિંતા કર્યા વિના લગ્ન કર્યા હતા. લગ્ન પછી પતિની હિંસાની શિકાર થઇ શ્વેતા તિવારી ..અને પછી અંતે ૯ વર્ષના લાંબા સમયઅ દર્દ પછી ૨૦૦૭ માં શ્વેતા આ સંબંધથી આઝાદ થઇ શકી.

શ્વેતા એ આ ઈન્ટરવ્યુંમાં એક અન્ય વાત કહી, જે દરેક ભારતીય મહિલા એ સમજવી જોઈએ. શ્વેતા એ જણાવ્યા મુજબ, ભારતીય સમાજમાં સ્ત્રીઓ મોટાભાગે પોતાના બાળકોના જીવન માટે થઈને સંબંધમાં ઘુંટાઈ ઘુંટાઈએ રહેતી હોય છે, એમને લાગે છે કે બાપ વિનાના બાળકોનું જીવન બેકાર થઇ જશે. શ્વેતા એ જણાવ્યું કે એક લાંબા સંઘર્ષ અને ખરાબ નિર્ણય પછી એમને એવું લાગ્યું કે એ સિંગલ પેરેન્ટ બનીને પણ પોતાના બાળકોને ખુશ રાખી શકે છે.

શ્વેતા તિવારી સોશ્યલ મીડિયા પર ઘણી સક્રિય છે અને ઘણીવાર પોતાની ફિટનેસ અને પરિવારને લીધે છવાયેલી રહે છે. જો કામની વાત કરીએ તો હાલમાં જ શ્વેતા ખતરો કે ખિલાડી ૧૧ માં જોવા મળી હતી. શો માં શાનદાર પરફોર્મન્સથી શ્વેતા તિવારીના ઘણા વખાણ થયા હતા. એ આ શો ના સ્ટ્રોંગ ખેલાડીમાંથી એક હતી. તો શ્વેતા પોતાની દીકરી પલકના બોલીવુડમાં ડેબ્યૂને લીધે ઘણી ચર્ચામાં છે. પલક તિવારીનું નવું ગીત ઘણું ટ્રેન્ડીંગ રહ્યું છે. બંને માં દીકરી ઘણીવાર આ ગીત પર ગીતના સ્ટેપ્સ કરતા દેખાય છે.