શું આ સાચુ પડશે? સંતે કરી એવી ભવિષ્યવાણી કે જાણીને તમે દંગ રહી જશો

આજના જમાનામાં કોઇ બાળકને શાસ્ત્રો વિશે જ્ઞાન હોય તો અચરજ પામવા જેવું ખરુ, કારણકે માતા પિતાને પણ પૂરતુ જ્ઞાન હોતુ નથી પરંતુ અમેરિકાની સંસ્થા નાસા પણ માને છે કે ભારતીય શાસ્ત્રોમાં એક અદભૂત તાકાત છે.

ગુજરાતના એક સંતનું નામ દેવાયત પંડિત હતુ, જેમણે મહામારી અને તેના પછીના સમયની વાત કરી છે. દેવાયત પંડિતે જે સાહિત્ય લખ્યુ તેમાં ભવિષ્યની ઝલક દેખાઇ છે.

વિદેશના બાબા વેન્ગાની ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે. તેમણે કહ્યું હતુ તે પ્રકારે વિદેશોમાં ઘટના ઘટી પણ હતી પરંતુ ગુજરાતના આ સાહિત્યકારે કહ્યપં હતપ કે, પહેલા ફરકશે પવન, નદીએ નહી હોય નીર, ઉત્તર દિશાથી સાયબો આવશે, મુખ હશે હનુમાન વિર, લખ્યાને જો કિયા એવા, દિન આવશે કેવા.

આ પંક્તિનો અર્થ એવો છે કે, દુનિયામાં પહેલા જોરદાર પવન ફૂંકાશે અને નદીમાંથી પાણી સુકાઇ જશે. ઉત્તર દિશામાંથી ભગવાન વિષ્ણુનો અવતાર કલ્કી આવશે અને તેમના રથ પર હનુમાનજી બિરાજમાન થશે.

આગળ પંડિતે કહ્યું કે, કલ્કી અવતાર આવશે ત્યારે કાંકરિયા તળાવ તંબૂ તાણશે. યુદ્ધ કરવા માટે કલ્કી અવતાર સાથે અર્જુન અને ભીમ પણ આવશે. નગર સુના થઇ જશે. તૌકતે વાવાઝોડાના કારણે પવન તો ફૂંકાવા લાગ્યો છે અને સમય જતા નદીઓમાંથી પાણી પણ સુકાઇ જાય તો નવાઇ નહી.