જ્યારે દ્રોપદી સાથે દુર્વ્યવહાર થયો ત્યારે શ્રીકૃષ્ણએ યુદ્ધનો રસ્તો બતાવ્યો હતો અને કહ્યું હતું કે હજુ તો કળિયુગ આવશે અને તેમાં એવી ઘટનાઓ થશે જે વિચારી પણ નહી હોય.
પાંડવોએ જ્યારે કળિયુગને લઇને ચર્ચા કરી ત્યારે ભગવાને કહ્યું કે તમે પાંચે ભાઇઓ જંગલમાં જાઓ અને જે જુઓ તે મને કહેજો, બાદમાં હું તમને અર્થ જણાવીશ.
યુધિષ્ઠીરે જોયુ કે એક હાથીને બે સૂંઢ છે પરંતુ તેમને કંઇ આશ્ચર્ય થયુ નહી, અર્જુને જોયુ કે એક પંખીની પાંખો પર વેદ લખેલા છે પરંતુ તે શબનુ માંસ ખાઇ રહ્યો છે. ભૂમે જોયુ કે એક ગાયે વાછરડાને જન્મ આપ્યો અને તે વાછરડાને ચાટી રહી છે, ચાટતા ચાટતા તે વાછરડું લોહી લુહાણ થઇ જાય છે. સહદેવે જોયુ કે 6-7 કુવા છે અને વચ્ચેનો કુવો સૌથી ઉંડો છે પણ તેમાં પાણી નથી. નકુલે જોયુ કે એક પથ્થર પર્વતની ટોચ પરથી પડી રહ્યો હતો અને મોટા ઝાડના થડ તેને રોકી શકતા નથી પરંતુ એક નાના છોડને અડીને તે સ્થિર થઇ જાય છે.
શું અર્થ છે આ વાતોનો
યુધિષ્ઠીરની વાત સાંભળીને કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં એવુ રાજ્ય હશે જ્યાં લોકોનું બંને બાજુથી શોષણ થતુ હશે.
અર્જુનની વાતનો જવાબ આપ્યો કે લોકો પંડિતો અને વિદ્વાન કહેવાશે પરંતુ તે જોશે કે માણસો મરી રહ્યાં છે પરંતુ તેમ છતાં સંપત્તિ પોતાને નામ કરતા રહેશે.
ભીમની વાતનો જવાબ આપ્યો કે બાળકો માટેનો પ્રેમ જ તેમનો વિકાસ રોકી લેશે. બાળક હંમેશા મોહપાશમાં બંધાયેલો રહેશે.
સહદેવે કહ્યું કે, કળિયુગમાં અમીર લોકો લગ્નમા, તહેવારોમાં કરોડો રૂપિયા ખર્ચશે પરંતુ આસપાસ રહેલા દુઃખીઓના આંસુ લૂછવામાં કોઇને રસ નહી હોય
નકુલની વાતનો જવાબ આપતા શ્રીકૃષ્ણએ કહ્યું કે, કળિયુગમાં મનુષ્યનું મન નીચે પડી જશે અને તે પૈસા, શક્તિ કે કોઇ વસ્તુ પર અટકશે નહી પરંતુ હરિનામના નાના છોડ સાથે સ્પર્શ થઇને પતનને રોકી લેશે.
શ્રીકૃષ્ણએ કળિયુગ વિશે જે કહ્યું હતુ તે થઇ રહ્યું છે સત્ય, ચોથી નંબરની વાત જાણીને તો…
