11 વર્ષની નાની ઉંમરમાં બની ગઇ બિઝનેસ વુમન, આજે છે લાખોમાં ટર્નઓવર

છોકરીઓને સાપનો ભારો સમજતા લોકોની આંખ ઉઘાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. આત્મનિર્ભર ભારતની પહેલ હમણા થઇ પરંતુ આ છોકરી 11 વર્ષની હતી ત્યારથી તે આત્મનિર્ભર બની ગઇ છે.આપણા દેશમાં ડેરી ફાર્મિંગનું કામ પુરુષો જ કરતા આવ્યા છે, આવામાં 21 વર્ષીય શ્રદ્ધા ધવનની સ્ટોરી સાંભળીને તમે ફણ હેરાન રહી જશો. જેણે માત્ર 11 વર્ષની નાની ઉંમરમાં ડેરી ફાર્મિંગનું કામ શરૂ કરી દીધુ હતુ અને આજે મહિને 6 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે.

કોણ છે શ્રદ્ધા ધવનમહારાષ્ટ્રના અહેમદનગરથી 60 કિમી દૂર નિધોજ નામનુ એક ગામ છે જ્યાં 21 વર્ષની શ્રદ્ધા ધવન પોતાના પરિવાર સાથે રહે છે. 10 વર્ષથી ડેરી ફાર્મિંગ સંભાળી રહી છે અને પોતે જ ભેંસોનુ દુધ કાઢે છે. 21 વર્ષની ઉંમરમાં બીજી છોકરીઓ તૈયાર થઇને કોલેજ જાય છે ત્યારે શ્રદ્ધા લાખો રૂપિયાનું ટર્નઓવર કરે છે.શ્રદ્ધા માત્ર ડેરી ફાર્મમાં ભેંસનુ દુધ કાઢવાનુ અને તેને ડિલીવર કરવાનુ જ કામ નથી કરતી પરંતુ ભેંસોની દેખરેખથી લઇને ઘાસચારા સુધીની દરેક જવાબદારી ઉઠાવે છે. તેણે આ કામથી રૂઢીવાદી વિચારધારા બદલવાનો પ્રયત્ન કર્યો છે.

પિતાની ખરાબ તબિયતના કારણે ઉઠાવી જવાબદારીશ્રદ્ધાના પિતા પહેલાથી જ ડેરી ફાર્મનું કામ કરે છે અને તેના કારણે જ તેમનુ ગુજરાન ચાલે છે. શ્રદ્ધાના પિતા જ્યારે બિમાર પડ્યા હતા ત્યારે શ્રદ્ધાએ ડેરીનુ કામ શરૂ કર્યુ હતુ. બાદમાં તેના પિતાની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી હતી, જેથી તેણે પિતાની મદદ કરવાનું શરૂ કર્યુ અને 11 વર્ષની નાની ઉંમરમાં તે બિઝનેસ વુમન બની ગઇ હતી.4 થી 5 ભેંસ સાથે ડેરી ફાર્મિંગ શરૂ કરનારી શ્રદ્ધા આજે 80 થી વધારે ભેંસોને સંભાળે છે. મહિને 6 લાખથી વધારે રૂપિયા પણ કમાય છે અને ગામની અન્ય છોકરીઓ માટે તે ઉદાહરણ બની ગઇ છે.