સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી શહનાઝ કરવા જઈ રહી છે લગ્ન? દુલ્હનના કપડામાં વાયરલ થયો વિડીયો

ટીવીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગયા વર્ષે અભિનેતા ફક્ત ૪૦ વર્ષની ઉંમરમાં આં દુનિયાને હંમેશા માટે છોડીને ભગવાન પાસે ચાલ્યા ગયા. અચાનક સિદ્ધાર્થ શુક્લાની મોતથી ફક્ત એમના નજીકના જ નહીં એમના ચાહનારા અને આખી ઇન્ડસ્ટ્રી હેરાન રહી ગઈ હતી.તો સિદ્ધાર્થ શુક્લાની સૌથી સારી મિત્ર શહનાઝ ગિલ તો સાવ તૂટી ગઈ હતી. એવું જણાવવામાં આવી રહ્યું હતું કે શહનાઝ ગિલ એ અભિનેતાના નિધન પછી ઘણા દિવસો સુધી ખુદને રૂમમાં એકલી બંદ કરી દીધી હતી. કોઈ સાથે વાતચીત પણ નહતી કરતી. બરાબર ખાવાનું પણ નહતી ખાતી.સિદ્ધાર્થ શુક્લાઅ મોત પછી શહનાઝ ગિલ પોતાનામાં જ ખોવાયેલી રહેતી હતી, પરંતુ હવે ધીમે ધીમે એ સામાન્ય થઈને પાછી ફરી રહી છે, અને સમયની સાથે ધીમે ધીમે એ ફેંસ સાથે જોડાઈ રહી છે. એમાં અભિનેત્રીનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં શહનાઝ ગિલ દુલ્હનના રૂપમાં દેખાઈ રહી છે.

દુલ્હનના કપડામાં દેખાઈ શહનાઝ ગીલતમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લા ‘બીગ બોસ ૧૩’ ના વિજેતા પણ રહ્યા છે. આ શો માં શહનાઝ ગિલ સાથે પહેલી મુલાકાત થઇ હતી. એ પછી થી આ બંને સારા મિત્ર બની ગયા હતા.

આ બંનેની જોડી ને ફેંસ ખૂબ જ પસંદ કરતા હતા. એટલે એમણે આ બંનેનું નામ ‘સિડનાઝ’ રાખી દીધું હતું. પરંતુ હવે સિડનાઝની જોડી તૂટી ગઈ છે. બહુ ઓછા સમયમાં સિદ્ધાર્થ શુક્લા એ શહનાઝ ગિલનો સાથ છોડી દીધો.સિધાર્થ શુક્લાના નિધન પછી જેમ તેમ શહનાઝ ગિલે ખુદને સંભાળી. એમાં અભિનેત્રીના કેટલાક ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યા છે, જેમાં એ દુલ્હનના લિબાસમાં દેખાઈ રહી છે. વિડીયો જોયા પછી ફેંસ નવાઈમાં પડી ગયા છે.

લગ્નના જોડામાં શહનાઝ ગિલનો વિડીયો થયો વાયરલસોશ્યલ મીડિયા પર શહનાઝ ગિલનો જે વિડીયો સામે આવ્યો છે, એમાં જોઈ શકાય છે કે અભિનેત્રી લગ્નના કપડામાં દેખાઈ રહી છે. શહનાઝ ગિલ એમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે એ એકદમ દુલ્હનની જેમ તૈયાર થતી દેખાઈ રહી છે.જયારે ફેંસે આ વિડીયો જોયો તો એ પછી એ એકદમ હેરાન થઇ ગઈ. કેટલાક લોકો એવા પણ છે જે આ વિડીયો જોયા પછી એમના લગ્નની શંકા દેખાડી રહ્યા છે. તો કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે આ વિડીયો અને ફોટા એમના કોઈ ફોટોશૂટના હશે.

હવે ખુદને સંભાળતી દેખાઈ રહી છે શહનાઝસિદ્ધાર્થ શુક્લાના નિધન પછી શહનાઝ ગિલ સાવ તૂટી ગઈ હતી પણ હવે એ ખુદને સંભાળતી દેખાઈ રહી છે, અને ફેંસ એને ફરીથી આવી રીતે જોઇને ઘણા ખુશ છે.

જણાવી દઈએ કે શહનાઝ ગિલ સોશ્યલ મીડિયા પર વધારે સક્રિય રહે છે, અને એ અવારનવાર કોઈ ને કોઈ ઉત્તમ ફોટા અને વિડીયો ફેંસ સાથે શેર કરતી રહે છે, જે ફેંસ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અભિનેત્રી જે પણ પોસ્ટ શેર કરે છે, એની પર ફેંસ જોરદાર લાઈક્સ અને કમેન્ટ્સ કરે છે.

શહનાઝ ગિલ નું વર્કફ્રન્ટજો આપણે શહનાઝ ગીલના કામની વાત કરીએ તો અભિનેત્રી ગયા વર્ષ ફિલ્મ ‘હૌંસલા રખ’ માં દેખાઈ હતી. આ ફિલ્મમાં અભિનેતા અને સિંગર દીલજીત દોસાંજ પણ જોવા મળ્યા હતા. એમની આ ફિલ્મ લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં શહનાઝ ગિલ, દીલજીતની પત્ની સ્વીટીનું પાત્ર નિભાવતા દેખાઈ હતી.

જે પોતાના બાળકો અને પોતાના પતિને છોડીને પોતાના સપના તરફ ભાગે છે. શહનાઝ ગિલે પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું. એ સિવાય શહનાઝ ગિલનું એક ગીત ‘તૂ યહીં હે’ રિલીજ થયું હતું. યુટ્યુબ પર જેવું ગીત આવ્યું એવું વાયરલ થઇ ગયું હતું. એમનું આ ગીત એમના પ્રેમ સિદ્ધાર્થ શુક્લાને ટ્રીબ્યુટ હતું.