સુનીલ દત્ત દ્વારા લાવવામાં આવેલ સાડી ક્યારેય નહતી પહેરતી નરગિસ, જાણો કારણ

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા સુનીલ દત્ત અને નરગિસની જોડી ઘણી પોપ્યુલર હતી. એમ તો નરગિસ ૪૦ વર્ષ પહેલા મૃત્યુ પામી ચુકી છે, પરંતુ આજે પણ એમના કિસ્સા દુનિયાભરમાં મશહૂર છે. નરગિસ અને સુનીલ દત્તે વર્ષ ૧૯૫૭ માં પહેલી વાર ફિલ્મ ‘મદર ઇન્ડિયા’ માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં કામ કરતા સમયે સુનીલ અને નરગિસ એકબીજાની નજીક આવી ગયા હતા.એ પછી વર્ષ ૧૯૫૮માં એમણે લગ્ન કરી લીધા. કહેવાય છે કે સુનીલ દત્ત પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એમને હંમેશા ભેટમાં એક સાડી લાવીને આપતા હતા. પરંતુ નરગિસ ક્યારેય પણ સુનીલ દત્તે લાવેલ સાડીઓ નહતી પહેરતી. જી હા, સુનીલ દત્ત દ્વારા લાવવામાં આવેલ આ સાડી નરગિસે કેમ ના પહેરી? આવો જાણીએ એની પાછળ શું કારણ છે?જણાવી દઈએ કે સુનીલ અને નરગિસનો સંબંધ ખૂબ જ ખાસ હતો. એમણે ખૂબસૂરતીથી પોતાના પરિવારને સીંચ્યો અને આજે પણ નવા જમાનાના કપલ્સ માટે આ જોડી એક મિસાલ છે. સુનીલ દત્ત, નરગિસને ખૂબ જ પ્રેમ કરતા હતા અને જયારે પણ એ બહાર જતા હતા તો નરગિસ માટે સાડી લઈને આવતા હતા.નરગીસને પણ સાડી પહેરવાનો ખૂબ જ શોખ હતો અને જયારે પણ કોઈ ખાસ ફંકશનમાં પહોંચતી હતી તો સાડી જ પહેરવાનું પસંદ કરતી હતી. પરંતુ નરગિસ ક્યારેય પણ સુનીલ દત્ત દ્વારા લાવવામાં આવેલ સાડી નહતી પહેરતી.વાત એવી છે કે સુનીલ દત્ત નરગિસ માટે સાડી લઈને આવતા હતા તો એને ખુશીથી સ્વીકારી લેતી. પછી એને ચૂમતી અને પછી એને એક સંદૂકમાં સજાવીને રાખી દેતી હતી. એટલું જ નહીં, સુનીલ દત્તે ક્યારેય પણ નરગીસને પોતાના દ્વારા આપેલ સાડી પહેરેલ નહતી જોઈ. જયારે ઘણા દિવસ વીતી ગયા તો સુનીલે નરગીસને પૂછ્યું કે તેઓ જે મોંઘી સાડીઓ ભેટમાં આપે છે,એ બધી સાડીઓ ક્યાં છે.

પહેલા તો નરગિસએ આ વાત ટાળવાની કોશિશ કરી પરંતુ જયારે સુનીલ દત્ત ના માન્યા તો નરગિસે જણાવ્યું કે એમને કોઈ સાડીનો રંગ ના ગમ્યો તો કોઈની પ્રિન્ટ સારી નહતી, પરંતુ તેમ છતાં પણ નરગિસ કોઈ ફરિયાદ વિના સુનીલ દત્ત પાસેથી સાડી લઇ લેતી હતી, અને એને સંભાળીને રાખી દેતી હતી.આ દરમિયાન સુનીલ દત્તને એ વાતનું દુઃખ થયું કે એમણે આપેલ સાડીઓ ક્યારેય એની પત્ની પહેરી ના શકી. જોકે એમને એ વાતની ખુશી થઇ કે નરગિસે એમણે આપેલ બધી સાડીઓ ખૂબ જ સારી રીતે સાચવી.

જણાવી દઈએ કે નરગિસ દત્ત અને સુનીલ દત્તને ૨ દીકરી નમ્રતા દત્ત અને પ્રિયા દત્ત અને એક દીકરો સંજય દત્ત છે. સંજય દત્તએ એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે ૧૧ માર્ચ ૧૯૮૧ ના માં અને પપ્પાએ પોતાની ૨૩ મી મેરેજ એનિવર્સરી ઉજવી હતી. આ દિવસે પપ્પા માં માટે ઘણી સાડીઓ લઇ આવ્યા હતા, પરંતુ માં એ લાલ અને લીલા રંગની વેડિંગ સાડી પહેરી હતી.એ રડી રહી હતી કારણકે એમને ખબર હતી કે આં એમની છેલ્લી વેડિંગ એનિવર્સરી છે. જણાવી દઈએ કે ૩ મે ૧૯૮૧ ના ફક્ત ૫૨ વર્ષની ઉંમરમાં પેન્ક્રીયાટિક કેન્સરને લીધે નરગીસનું દેહાંત થઇ ગયું હતું. તો ૫ મે ૨૦૦૫ માં સુનીલ દત્ત પણ આ દુનિયાથી ચાલ્યા ગયા.