વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લા એ મોબાઈલ ફોન, ડ્રોન, વાઈ ફાઈ અને હાઈ સ્પીડ એયરક્રાફ્ટ સહીત ઘણી વસ્તુઓ માટે ભવિષ્યવાણી કરી હતી જે આજે સાચી થઇ ચુકી છે.
નિકોલા ટેસ્લા ૧૯ મી શતાબ્દીના એક મહાન વૈજ્ઞાનિક હતા. વીજળીના મુદ્દા પર નિકોલા ટેસ્લા ઇલેક્ટ્રિક બલ્બના શોધક અલ્વા એડીસનથી અલગ મત ધરાવતા હતા. જ્યાં એડીસન ડાયરેક્ટ કરંટ (DC)ને સારો કહેતા હતા, તો ટેસ્લા અલ્ટરનેટીવ કરંટ (AC) ને સારું માનતા હતા. નિકોલા ટેસ્લાનું માનવું હતું કે એસીને એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી લઇ જઈ શકાય છે એટલે એ વધારે સારી છે.
નિકોલા ટેસ્લા એ ૧૦૦ વર્ષ પહેલા ૫ ભવિષ્યવાણી કરી હતી જે આજના જમાનામાં એકદમ સાચી સાબિત થઇ. નિકોલા ટેસ્લાના સમ્માનમાં એલન મસ્કે સ્પેસ કંપનીનું નામ એમના નામે રાખ્યું છે.
WIFI પર નિકોલા ટેસ્લા ની ભવિષ્યવાણી
જણાવી દઈએ કે નિકોલા ટેસ્લા એ ડેટા ટ્રાન્સમિશન સાથે જોડાયેલા ઘણા આવિષ્કાર કર્યા. નિકોલા ટેસ્લા એ અનુમાન કર્યું હતું કે ભવિષ્યમાં વાયરલેસ ટેકનોલોજીની મદદથી ટેલીફોન, સિગ્નલ, મ્યુઝીક ફાઈલ્સ, વિડીયો અને ડોક્યુમેન્ટસ મોકલવામાં આવશે, અને આજે વાઈ ફાઈ દ્વારા એવું જ થઇ રહ્યું છે. જોકે,નિકોલા ટેસ્લા ખુદ એવી કોઈ શોધ નહતા કરી શક્યા. વર્લ્ડ વાઈડ વેબની શોધ ૧૯૮૯ માં થઈ.
મોબાઈલ ફોન પર નિકોલા ટેસ્લા નું અનુમાન
નિકોલા ટેસ્લા એ મોબાઈલ ફોનના આવિષ્કાર ની ભવિષ્યવાણી ૧૦૦ વર્ષ પહેલા જ કરી દીધી હતી. ૧૯૨૬ માં એક અમેરિકી મેગેજીનને આપેલ ઈન્ટરવ્યુંમાં એમણે એના વિષે જણાવ્યું હતું. નિકોલા ટેસ્લાએ પોતાના આ આઈડીયાને પોકેટ ટેકનોલોજી કહી હતી. એમણે કહ્યું હતું કે એનાથી મ્યુજિક, ફોટા અને વિડીયો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાશે.
ડ્રોનને લઈને નિકોલા ટેસ્લા એ શું કહ્યું હતું?
ખાસ વાત એ છે કે ૧૮૯૮ માં નિકોલા ટેસ્લા એ તાર વગરના રીમોટથી કંટ્રોલ થનારા યંત્રનું પ્રદર્શન કર્યું હતું. આજે એને આપણે ડ્રોનના રૂપમાં ઓળખીએ છે. એ સમયે વાયરલેસ કમ્યુનિકેશનવાળા યંત્રોને જોઇને લોકો હેરાન રહી ગયા હતા. નિકોલા ટેસ્લાનું માનવું હતું કે એક દિવસ રીમોટથી ચાલતા યંત્ર આપણા જીવનનો ખાસ હિસ્સો હશે.
હાઈ સ્પીડ એયરક્રાફ્ટ પર નિકોલા ટેસ્લાની ભવિષ્યવાણી
નિકોલા ટેસ્લાની કલ્પના હતી કે ભવિષ્યમાં એવા એયરક્રાફટ હશે જે જડપથી કમર્શિયલ રૂટ પર યાત્રા કરશે. એમણે કહ્યું હતું કે વાયરલેસ પાવરનો ઉપયોગ ઇંધણ વિના ઉડતા મશીનોમાં થશે. એનાથી લોકો થોડા જ કલાકોમાં ન્યૂયોર્કથી યુરોપ પહોંચી જશો. ઝડપથી ચાલતા એયરક્રાફ્ટ પર નિકોલા ટેસ્લાની વાત સાચી થઇ ચુકી છે અને ઇંધણ વિના પ્લેન ઉડાવવા નું સપનું ભવિષ્યમાં સાચું થઇ શકે છે.
મહિલા સશક્તિકરણ પર નિકોલા ટેસ્લાનું અનુમાન શું હતું?
જાણી લો કે વર્ષ ૧૯૨૬ માં નિકોલા ટેસ્લા એ ‘When Woman Is Boss’ ના મુદ્દા પર ઈન્ટરવ્યું આપ્યું હતું. એના પરથી ખબર પડે છે કે નિકોલા ટેસ્લા મહિલાઓ વિષે શું મત ધરાવતા હતા? નિકોલા ટેસ્લાએ કહ્યું હતું કે મહિલાઓ ભવિષ્યમાં વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષા, રોજગાર અને સમાજમાં પ્રભાવશાળી બનશે.