વૃદ્ધાવસ્થામાં પૈસાની ખૂબજ જરૂરત હોય છે. આ ઉંમરના યોગ્ય રીતે કામ પણ નથી થઇ શકતું. એવામાં જો દર મહીને પેન્શન કે પૈસા મળી જાય તો સારું હોય છે. પ્રાઈવેટ નોકરીમાં પેન્શન નથી મળતું. હવે તો સરકારી નોકરીમાં પણ પેન્શનની સિસ્ટમ લગભગ ખત્મ થઇ ગઈ છે. એવામાં આજે અમે તમને મોદી સરકારની એક એવી સ્કીમ વિષે જણાવવા જઈ રહ્યા છે જેનો લાભ ઉઠાવીને પતિ પત્ની દર મહીને ૧૦ હજાર રૂપિયા સુધી મેળવી શકે છે.
આ યોજનાથી પતિ પત્નીને થશે લાભ
સરકારની અટલ પેન્શન યોજના ખૂબ જ કામની છે. એનાથી તમે જુવાનીમાં ઓછુ રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં વધારે લાભ ઉઠાવી શકો છો. આં યોજનામાં રોકાણ કરીને તમને વૃદ્ધાવસ્થામાં પેન્શનની ગેરંટી મળે છે. આ સરકારી યોજનાનો પતિ અને પત્ની બંને જ લાભ ઉઠાવી શકે છે.

જો દંપતિ આ યોજનામાં અલગ અલગ રોકાણ કરે તો વૃદ્ધાવસ્થામાં ૧૦ હજાર રૂપિયા સુધી મળી શકે છે. અત્યારે અટલ પેન્શન યોજના હેઠળ ૬૦ વર્ષ પછી ૧૦૦૦ થી ૫૦૦૦ પ્રતિ મહિના રૂપિયા સુધી પેન્શનની ગેરેંટી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આટલા પૈસાનું કરવું પડશે રોકાણ

આ યોજનામાં તમારે દર મહીને એક ચોક્કસ રકમ રોકાણ કરવી પડશે. તમે જેટલી રકમનું રોકાણ કરો છો એના આધારે તમને રીટાયરમેન્ટ પછી ૧ હજાર થી લઈને ૫ હજાર રૂપિયા મહિનાનું પેન્શન મળશે. આ પેન્શન તમને ૬૦ વર્ષના થયા પછી મળવાનું શરુ થશે. જો તમે ૫૦૦૦ રૂપિયા મહિનાના એટલે કે ૬૦૦૦૦ રૂપિયા વાર્ષિક પેન્શન મેળવવા ઈચ્છો છો તો તમારે દર ૬ મહીને ફક્ત ૧૨૩૯ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

જો તમે ૧૮ વર્ષની ઉંમરથી આ યોજના સાથે જોડાઓ છો તો ૫ હજાર રૂપિયા મહિનાના પેન્શન મેળવવા માટે તમારે દ૨ મહીને ૨૧૦ રૂપિયા આપવા પડશે. ત્રણ મહીનામાં પૈસા આપવા હોય તો આ રકમ ૬૨૬ રૂપિયા અને ૬ મહિનામાં ૧૨૩૯ રૂપિયા હશે. તો ૧૦૦૦ રૂપિયા પેન્શન મેળવવા માટે તમારે ૪૨ રૂપિયાનું માસિક રોકાણ કરવું પડશે.

જો તમે ૩૫ ની ઉંમરે આ યોજના સાથે જોડાઓ છો તો ૫ હજાર પ્રતિ મહિનાના પેન્શન માટે તમારે ૨૫ વર્ષ સુધી દર ૬ મહિનામાં ૫૩૨૩ રૂપિયા જમા કરવા પડશે. એટલે કે તમારું કુલ રોકાણ ૨.૬૬ લાખ રૂપિયા હશે. એના આધારે તમને ૬૦ ની ઉંમર પછી ૫ હજાર રૂપિયા દર મહીને પેન્શન મળશે. તો ૧૮ વર્ષની તમે રોકાણ કરવાનું શરુ કરો છો તો કુલ રોકાણ ફક્ત ૧.૦૪ લાખ રૂપિયા હશે. એનો સીધો અર્થ છે કે તમે જેટલી ઓછી ઉંમરમાં જોડાઓ છો તમને એટલો જ લાભ વધારે મળશે.
યોજનાની અન્ય મહત્વની વાતો
આ યોજનામાં રોકાણ કરવા માટે તમે માસિક, ત્રિમાસિક કે છમાસિક પેમેન્ટ પ્લાન પસંદ કરી શકો છો. સારી વાત એ છે કે ઇન્કમ ટેક્સના સેક્શન ૮૦ ccd હેઠળ એમાં ટેક્સ છૂટ પણ આપવામાં આવે છે. તમે એક સભ્યના નામે એક જ એકાઉન્ટ ખોલી શકો છો. જો ૬૦ ની ઉંમર પહેલા કે પછી એ સભ્યનું મોત થઇ જાય તો આ પેન્શનની રકમ એની પત્નીને મળે છે. તો સભ્ય અને પત્ની બંનેનું મોત થઇ જાય તો આ પેન્શન નોમિનીને મળે છે.