કોરોના કહેર વચ્ચે જ્યારે આપણો દેશ ઝોલા ખાઇ રહ્યો છે ત્યારે બધા જ લોકો બનતી બધી મદદ કરી રહ્યાં છે. સેલેબ્સથી લઇને સામાન્ય લોકો મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે રાજકોટના ભાઇ બહેનની જોડીએ પણ અનોખુ કામ કર્યુ છે.
સૌરાષ્ટ્રની પહેલી ઓક્સિજન સિલિન્ડર માટેની વેબસાઇટ શરૂ કરી દેવામાં આવી છે. 22 વર્ષના યુવાન જય અને તેની બહેને www.brightoxyhelp.com નામની એક વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટની ખાસિયત છે કે માત્ર 20 જ મિનીટમાં તમને ઓક્સિજન મળી જશે.
એક ક્લિકમાં ઓક્સિજન
ઑક્સિજન વગર રોજ કેટલાય લોકો મૃત્યુને ગળે લગાડી રહ્યાં છે ત્યારે હવે એક ક્લિકમાં ઓક્સિજન મળી રેહેશે. www.brightoxyhelp.com વેબસાઇટની મદદથી 20 જ મિનીટમાં ઑક્સિજન સિલિન્ડર મળી જશે. રાજકોટમાં જ રહેતા ભાઇ બહેને પોતાના પૈસાથી દુબઇથી ઑક્સિજન સિલિન્ડર મંગાવ્યા છે.
આ રીતે બની વેબસાઇટ
શિવાંગી અને જયે પોતાના મિત્રોની મદદ દ્વારા એક વેબસાઇટ બનાવી દીધી અને પોતાના પૈસાથી જ દુબઇથી સિલિન્ડર મંગાવી લીધા છે. જે જરૂરિયાતમંદ લોકો છે તેમને સિલિન્ડર પહોંચાડવાની વ્યવસ્થા આ યુવાન ભાઇ બહેને કરી છે.
લોકો અલગ અલગ પ્રકારે સેવા કરી રહ્યાં છે ત્યારે આ ભાઇ બહેન માત્ર ઓક્સિજન સિલિન્ડર જ નહી પરંતુ વિનામુલ્યે મારિયેળ પાણી પણ આપે છે. ધન્ય છે આ ભાઇ બહેનની જોડીને.