લોહી-પસીનો એક થાય તેવી મહેનત કરીને બન્યા સફળ, 6.5 કરોડની રોલ્સ રોયસ લઇને નીકળે ત્યારે પડે છે વટ

લક્ઝુરિયસ કારની વાત આવે એટલે સીધી રોલ્સ રોયસ જ તમારા મગજમાં આવે તે નક્કી છે. આ કાર માત્ર નજીકથી જોવા મળે ને તે પણ એક લ્હાવો છે. ત્યારે મેરામણ પરમાર નામના એક વ્યક્તિએ ખુબ મહેનત કરી રોલ્સ રોયસ વસાવી છે.

ખેડૂતપુત્ર અને જામનગરના પ્રખ્યાત બિલ્ડર મેરામણ ભાઇએ 2016માં આ કાર ખરીદી હતી અને સૌરાષ્ટ્રની આ પહેલી રોલ્સ રોયસ હતી. સપના જેવી આ કાર જ્યારે રસ્તા પરથી નીકળે ત્યારે લોકોની આંખો ફાટી જાય છે.

મેરામણ ભાઇની ઇચ્છા



2016માં આ લક્ઝરી કાર ખરીદી ત્યારે મેરામણ ભાઇની ઇચ્છા હતી કે કારની ડિલીવરી તેમના ગામ કુતિયાણા તાલુકાના મહિયારી ગામમાં કરવામાં આવે તો કંપનીએ તેવું કર્યું હણ હતું. કંપનીના કર્મચારીઓ છેક મેરામણભાઇના ગામમાં કારની ડિલીવરી આપવા ગયા હતા.

કંપનીનો નિયમ



રોલ્સ રોયસ કંપનીનો નિયમ છે કે જ્યારે પણ કોઇ વ્યક્તિ કાર ખરીદે તો દેશના કોઇ પણ સેલિબ્રિટી પાસે જ કારની ચાવી અપાવે છે. મેરામણ ભાઇની ઇચ્છા સચિન તેંડુલકર પાસે કારની ચાવી લેવાની હતી કારણકે સચિનના તે ખુબ મોટા ફેન છે. મેરામણ ભાઇ અને સચિન બંનેએ એક સાથે પોતાનું કરિયર શરૂ કર્યુ હતુ. કંપનીએ મેરામણ ભાઇની વાત વીડિયો કોન્ફરન્સથી સચિન સાથે કરાવી હતી અને સચિને મેરામણ ભાઇને અભિનંદન પણ પાઠવ્યા હતા.

કંપનીના લોકોએ કરી હતી તપાસ



મેરામણ ભાઇએ મીડિયામાં કહ્યું હતું કે, દ્વારકાધીશ ભગવાનની મહેરબાનીથી હું આજે અહીં સુધી પહોંચ્યો છું. આ કાર લિમિટેડ કંપનીના લોકો જ ખરીદે છે. જ્યારે મે કાર બૂક કરાવી હતી તો એક ખેડૂત તરીકે જ કરાવી હતી. કંપનીના લોકો અહીં આવીને બધુ જાણીને ગયા હતા તે બાદ જ મને રોલ્સ રોયસ કારની ચાવી સોંપી હતી.



મેર સમાજના મુખ્ય એવા મેરામણ ભાઇએ 1989થી રાજ લેન્ટ ડેવલોપર્સ નામથી બિઝનેસ શરૂ કર્યો હતો અને ખુબ મહેનત કરીને સફળતા મેળવી હતી. લક્ઝુરિયસ કારના શોખીન મેરામણ ભાઇ પાસે રોલ્સ રોયસ સિવાય ઓડી ક્યુ 7 અને રેન્જ રોવર સહિત કુલ 7 કાર છે.