ઘણીવાર ફિલ્મો કલાકારોના જીવનમાં એવું કાંઇક થાય છે કે કરિયરમાં બધું ઠીક રહેવા છતાં એક સમય એવો આવે છે કે એમનું જીવન એક નવો વળાંક લઇ લે છે. ફિલ્મોમાં શાનદાર સફળતા અને નામ કમાયા છતાં અચાનક જ એ ફિલ્મી દુનિયાથી દૂર થઇ જાય છે અને એમની હાલત પહેલા કરતા બદલાઈ જાય છે. ઘણા કલાકાર એમાં એવા કામ કરવા લાગી જાય છે જેના વિષે જાણીને એમના ફેંસને તગડો ઝટકો લાગી જાય છે. જાણીતા અભિનેતા સંજય મિશ્રા સાથે પણ એવું જ કાંઇક થઇ ચુક્યું છે.
સંજય મિશ્રા હિન્દી સિનેમાની ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. ૫૭ વર્ષના આ અભિનેતાની અદાકારીના સૌ કોઈ દીવાના છે. નાના મોટા રોલ કરીને જ સંજય ફિલ્મી દુનિયામાં મોટું નામ કમાઈ લીધું છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે સારું એવું કરિયર હોવા છતાં, ફિલ્મોમાં શાનદાર કામ કર્યા છતાં સંજય ઉત્તરાખંડના ઋષિકેશમાં એક ઢાબા પર ચા બનાવવા અને વાસણ ધોવા માટે મજબૂર થઈ ગયા હતા. આવો વિસ્તારથી જણાવીએ, કે એવું કેમ, ક્યારે અને કેવી રીતે થયું હતું.
ખાસ વાત એ છે કે સંજય પોતાના પિતા શંભૂનાથ મિશ્રાની ખૂબજ નિકટ હતા. એમના પિતા એક પત્રકાર હતા અને એ પોતાના પિતાનું ખૂબ જ સમ્માન કરતા હતા. જોકે, જલ્દી જ સંજયના પિતા એમનો સાથ છોડી ગયા હતા. વર્ષ ૨૦૦૯ માં સંજયના પિતાનું નિધન થઇ ગયું હતું તો એનાથી સંજયને મોટો ઝટકો લાગ્યો અને એ આઘાતમાં ચાલ્યા ગયા.

પિતાના નિધન પછી સંજયને જાણે કે વૈરાગ્ય આવી ગયું હોય. તેઓ એક અલગ જ દુનિયામાં જઈ રહ્યા હતા. ફિલ્મી દુનિયાથી સંબંધ તોડીને તેઓ નીકળી પડ્યા ઉત્તરાખંડના ઋષિકેશ. અહિયાં અચાનક જ એક ઢાબા પર એમણે કામ કરવાનું શરુ કરી દીધું. ક્યારેક એ ચા બનાવીને લોકોને પીવડાવતા હતા તો ક્યારેક એ ઢાબામાં વાસણ ધોવાનું પણ કામ કરતા હતા.

એવું જણાવવામાં આવે છે કે અન્ય કોઈ કામમાં સંજયનું મન નહતું લાગતું અને ઋષિકેશમાં પોતાના ભરણપોષણ માટે એમણે ચા બનાવવા અને વાસણ ધોવાનું કામ હાથમાં લઇ લીધું હતું. આ કામથી એમનું જીવન વીતતું હતું. જોકે, એમની કિસ્મતમાં ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું લખેલું હતું.

સંજય જયારે ઋષિકેશમાં હતા ત્યારે હિન્દી સિનેમાના મશહૂર નિર્દેશક રોહિત શેટ્ટીએ એમને ફોન કર્યો અને વાતચીત દરમિયાન રોહિતે સંજય મિશ્રાને ઘણા સમજાવ્યા. એ પછી સંજય ઋષિકેશ છોડીને મુંબઈ આવી ગયા. એમણે ફિલ્મોમાં ફરીથી કામ કરવાની શરુઆત કરી અને ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. હવે એ હિન્દી સિનેમા સાથે જોડાયેલા છે.

સંજય મિશ્રા એ અભિનયનું શિક્ષણ લીધેલ છે. એમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી એક્ટિંગનો કોર્સ કર્યો અને પછી ફિલ્મોમાં કરિયર બનાવવા માટે મુંબઈ તરફ પ્રયાણ કર્યો. એમનું ડેબ્યૂ વર્ષ ૧૯૯૫ માં આવેલી ફિલ્મ ‘ઓહ ડાર્લિંગ યે હે ઇન્ડિયા’ થી થયું હતું, પરંતુ એમને સાચી ઓળખ મળી ફિલ્મ ‘આંખો દેખી’ થી. એમાં એમના ઉત્તમ કામ માટે એમને ફિલ્મફેયર ક્રિટિક એવોર્ડ ફોર બેસ્ટ એક્ટરના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

સંજય મિશ્રાના અંગત જીવનની વાત કરીએ તો વર્ષ ૨૦૦૯ માં અભિનેતા એ કિરણ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. બંનેની બે દીકરીઓ છે જેમના નામ પલ અને લમ્હા છે.