હિન્દી ફિલ્મ જગતમાં સંજય દત્તનું જાણીતું નામ છે. સંજય દત્તે પોતાના અભિનયના હુનરથી ફિલ્મી દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી છે. એમણે પોતાના ફિલ્મી કરિયરમાં એક થી એક સુપરહિટ ફિલ્મો આપી છે અને એમણે પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે. અત્યારે સંજય દત્ત પોતાની આવનારી કન્નડ ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’ ને લઈને ચર્ચામાં છવાયેલા છે. આ ફિલ્મમાં સંજય દત્ત અધીરા નામના એક ખૂબ જ શક્તિશાળી વિલેનના પાત્રમાં જોવા મળશે.
તમને જણાવી દઈએ કે હિન્દી ફિલ્મમાં જાણીતા અભિનેતા સંજય દત્ત સાઉથ ફેમ યશની આવનારી સુપરસ્ટાર ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’ નું ડબિંગનું કામ કરવામાં વ્યસ્ત હતા પણ હવે એમણે ફિલ્મની ડબિંગનું કામ પૂરું કર્યું છે. સંજય દત્તે ખુદ એની માહિતી પોતાના સોશ્યલ મીડિયા પર આપી છે.
વાત એવી છે કે સંજય દત્તે પોતાના ટ્વીટર હેન્ડલથી ‘કેજીએફ ચેપ્ટર ૨’ ના સેટ ના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં જોઈ શકાય છે કે અભિનેતા અધીરાની ભૂમિકા માટે ડબ કરતા દેખાઈ રહ્યા છે, એટલે કે ફિલ્મ રિલીજની વધારે નજીક આવી ગઈ છે. સંજય દત્ત દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં જોઈ શકાય છે કે એ માઈકમાં ડબિંગ કરતા દેખાઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આજના સમયમાં જો કોઈ આવનારી ફિલ્મ વિષે ફેન્સમાં આતુરતા જોવા મળતી હોય તો એ તેલુગુ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’ છે. જી હા, યશની ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૧’ ના સુપરહિટ થયા પછી ‘કેજીએફ ચેપ્ટર ૨’ ની રાહ દર્શક આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે.

‘કેજીએફ ચેપ્ટર ૨’ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહ અલગ જ દેખાઈ રહ્યો છે. દર્શકોમાં ઉત્સાહ વધારે હોવાનું કારણ આ ફિલ્મમાં સંજય દત્તનું દેખાવું પણ છે. આ ફિલ્મ ૧૪ એપ્રિલ ૨૦૨૨ ના રિલીજ થવાની છે. બોલીવુડ અભિનેતા સંજય દત્તે પોતાના ટ્વીટર પર ‘કેજીએફ ચેપ્ટર ૨’ ના ઘણા ફોટા શેર કર્યા છે.
સંજય દત્ત દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાંથી બે ફોટામાં જોઈ શકાય છે કે અભિનેતા ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ સાથે દેખાઈ રહ્યા છે. સંજય દત્તે આ ફોટા શેર કરતા લખ્યું છે કે,’અધીરા’ એક્શનમાં આવી ગયો છે.’ હવે ‘કેજીએફ ચેપ્ટર ૨’ના ડબિંગનો સેશન પૂરું થઇ ગયું છે અને આ ફિલ્મ આવતા વર્ષે ૧૪ એપ્રિલના રિલીજ થવાની છે.

‘કેજીએફ ચેપ્ટર ૨’ ને લઈને દર્શકોની ઉત્સુકતા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. મીડિયા રીપોર્ટસ મુજબ એવું જણાવાઈ રહ્યું છે કે આ ફિલ્મમાં ઘણી ઉત્તમ ટેકનીકનો જોરદાર ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આ ફિલ્મને સુપરહિટ બનાવી શકાય અને મોટા પૈમાને દર્શકોને આશ્ચર્ય જનક અનુભવ આપી શકાય. આ ફિલ્મમાં સંજય દત્ત અને યશ સિવાય રવિના ટંડન પણ રાજનેતાની શાનદાર ભૂમિકામાં દેખાવાની છે. આ ફિલ્મને કન્નડ, તમિલ, મલયાલમ અને હિન્દીમાં રિલીજ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ‘કેજીએફ ચેપ્ટર ૨’ માં બોલીવુડ અભિનેતા સંજય દત્ત અધીરા નામનું એક ખૂબ જ શક્તિશાળી વિલેનના પાત્રમાં દેખાવાના છે. સંજય દત્તે પોતાના આ પાત્રને લઈને એવું કહ્યું હતું કે ‘મારી આ ભૂમિકા ‘એવેન્જર્સ : એન્ડગેમ’ ના સુપર વિલેન થૈનોસના આધારે હશે.’ ગયા વર્ષે આ ફિલ્મથી સંજય દત્તનો પહેલો લુક સામે આવ્યો હતો, જેમાં તેઓ એક દમદાર અવતારમાં દેખાયા હતા.