સૂર્યાસ્ત સમયે ભૂલથી પણ કરશો આ કામ તો પરિવાર પર છવાશે સંકટના વાદળ અને…

હિન્દુ ધર્મમાં દરેક વાતનો કોઇને કોઇ અર્થ હોય છે. તમે ઘણીવાર દાદા-દાદીને કહેતા સાંભળ્યુ હશે કે સંધ્યાટાણે આ કામ ન કરવુ જોઇએ. તેની પાછળ એક રહસ્ય રહેલુ છે જે તમને આજે અમે જણાવીશું.

સવાર સાંજ જે કામ કરવાની ના પાડી હોય તે કામ જો કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિનો નાશ થાય છે અને સમૃદ્ધિ મોઢુ ફેરવી લે છે. સાંજનો સમય કુબેરનો સમય કહેવામાં આવે છે જેથી તેની આમાન્યા રાખવી પણ જરૂરી બને છે.

સાંજ શું છે

શાસ્ત્રોમાં કહ્યાં અનુસાર જ્યારે રવિ ડૂબે છે તે સમયગાળાને સાંજ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સાંજે 5 થી 7 વાગ્યા સુધીના સમયગાળાને સાંજ કહેવામાં આવે છે અને સૂર્ય જ્યારે લાલ થઇ જાય છે તેને સંધિકાળ કહેવામાં આવે છે.

સાંજ પડે ત્યારે મહાભારતકાળમાં પણ યુદ્ધ બંધ થઇ જતા હતા. તમે જો દાદા કે દાદી પાસે સાંભળ્યુ હશે કે સાંજે કોઇ દાન લેવા આવે તો તેને દાન પણ નહોતા આપતા, તે ભિક્ષુકને કહી દેવામાં આવતુ કે સવારે આવજે. તો આ બધી વસ્તુ પાછળ કેટલાક રહસ્યો રહેલા છે.

ભૂલથી પણ ન કરતા આ કામ

સાંજના સમયે ક્યારેય પણ દૂધ કે દહી કોઇને ન આપવુ જોઇએ. આવું કરવાથી લક્ષ્મીજી રૂઠે છે અને આર્થિક પરિસ્થિતિ નબળી બની જાય છે.

સાંજે જો કોઇ તમારી પાસે પૈસા માંગે છે તો તેને ક્યારેય ન આપશો. ઉધાર પૈસા પણ સાંજે ન આપવા જોઇએ.

એકવાર સાંજ થઇ જાય બાદમાં તુલસીને સ્પર્શ ન કરવો જોઇએ. સાંજના સમયે તુલસીની નીચે ઘીનો દિવો પ્રગટાવવો અને પૂજા કરવી.

જ્યારે સૂર્ય ડૂબે ત્યારે ભૂલથી પણ વિદ્યાર્થીએ ભણવા ન બેસવુ જોઇએ, આવુ કરવાથી માતા સરસ્વતી નારાજ થઇ જાય છે.