તો આટલા માટે કુંવારા રહી ગયા સુપરસ્ટાર સલમાન ખાન? વર્ષો પછી કર્યો ખુલાસો

બોલીવુડના સુપરસ્ટાર કહેવાતા સલમાન ખાન અવારનવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. સલમાન ખાનનું અફેયર બોલીવુડની ઘણી મોટી અભિનેત્રીઓ સાથે રહ્યું છે, જેમાં ઐશ્વર્યા રાયથી લઈને કેટરીના કૈફ સુધીનું નામ શામેલ છે. જોકે કોઈ પણ અભિનેત્રી સાથે સલમાન ખાનનો સંબંધ લગ્નના મુકામ સુધી પહોંચી શક્યો નથી.

એવામાં જયારે સલમાન ખાનને લગ્ન વિષે સવાલ કરવામાં આવે છે તો એ એની પર ઓછો જ જવાબ આપે છે. તો હવે ફેંસે પણ આવ સવાલ કરવાનું બંદ કરી દીધા છે , કારણકે સલમાન ખાનનું કહેવું છે કે હવે એમની લગ્નની ઉંમર નીકળી ગઈ છે.



જોકે, તેમ છતાં ફેન્સના મનમાં એ સવાલ તો રહે છે જ કે આખરે ભાઈજાન લગ્ન ક્યારે કરશે? એમાં જયારે સલમાન ખાન કોમેડી શો ‘દ કપિલ શર્મા શો’ માં પહોંચ્યા તો એમણે ખુલાસો કર્યો કે આખરે એ હજી સુધી કુંવારા કેમ છે?



વાત એવી છે કે સલમાન ખાન કોઈ પણ શો માં હાજરી આપે છે, તો એમને એક સવાલ જરૂર પૂછવામાં આવે છે કે લગ્ન ક્યારે કરશે, કે પછી સલમાન ખાન કેમ લગ્ન નથી કરવા ઇચ્છતા? તો એવામાં હવે સલમાન ખાને ખુદ જ ખુલાસો કરવો ઠીક સમજ્યો. એમાં કોમેડિયન કપિલ શર્માના ‘દ કપિલ શર્મા શો’ માં પહોંચ્યા પછી સલમાન ખાને પોતાના લગ્ન વિષે વાતચીત કરી.



આ દરમિયાન કપિલ શર્મા એ સલમાન ખાને એમના જીવન સાથે જોડાયેલ ઘણા સવાલ કર્યા અને એમની વચ્ચે મસ્તી વાળું વાતાવરણ પણ રહ્યું. જયારે કપિલ શર્માએ સલમાન ખાનને પૂછ્યું કે એ લગ્ન કેમ નથી કરવા ઇચ્છતા? એવામાં સલમાન ખાન એ એમને સહ કલાકાર રહ્યા અને જાણીતા અભિનેતા સંજય દત્ત સાથે જોડાયેલ એક કિસ્સો શેર કર્યો.
સલમાન ખાને કહ્યું કે એક વાર સંજય દત્ત મને લગ્ન કરવાની સલાહ આપી રહ્યા હતા , આ દરમિયાન એમનો વારંવાર ફોન પણ વાગી રહ્યો હતો. વારંવાર ફોન વાગવાને લીધે સંજય દત્ત મને લગ્નની સલાહ આપતા આપતા વચ્ચેથી ચાલ્યા ગયા.

આગળ સલમાન ખાને જણાવ્યું કે સંજય દત્તના ફોન પર વારંવાર એમની પત્નીનો ફોન આવી રહ્યો હતો અને એના પરથી જ હું સમજી ગયો હતો કે વ્યક્તિએ ક્યારેય લગ્ન ના કરવા જોઈએ, નહિ તો આ રીતેજ પરેશાન રહેશે. સલમાન ખાનના મોઢે આ વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકો જોર જોરથી હંસવા લાગ્યા.



જણાવી દઈએ કે, સલમાન ખાન અને સંજય દત્ત બોલીવુડના ઘણા સારા મિત્ર માનવામાં આવે છે. સલમાન અને સંજય દત્તે ફિલ્મ ‘ચલ મેરે ભાઈ’ અને ‘સાજન’ માં એક સાથે કામ કર્યું. આ ફિલ્મમાં એમની જોડી ખૂબજ પસંદ કરવામાં આવી હતી. એક ઈન્ટરવ્યું દરમિયાન ખુદ સલમાન ખાને જણાવ્યું હતું કે કરિયરની શરુઆત દરમિયાન એમને કોઈ પણ સમસ્યા થતી હતી તો એ સંજય દત્તની મદદ લેતા હતા.



જણાવી દઈએ કે, સલમાન ખાને પોતાના ફિલ્મી કરિયરની શરુઆતમાં એ સમયની સૌથી મશહૂર અભિનેત્રી સંગીતા બિજલાનીને ડેટ કરી હતી. કહેવાય છે કે સંગીતા અને સલમાનના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા, પણ એની પહેલા આ બંનેનો સંબંધ તૂટી ગયો. એ પછી સલમાન ખાનનું નામ પાકિસ્તાની અભિનેત્રી સોમી અલી ખાન સાથે જોડાયું.

ખબરોનું માનીએ તો સલમાન અને સોમી એ ઘણા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. જોકે, સલમાન ખાનનો આ સંબંધ પણ તૂટી ગયો હતો. એ પછી સલમાન ખાન એ ઘણી અભિનેત્રીઓને ડેટ કરી પરંતુ એમણે કોઈની પણ સાથે લગ્ન ના કર્યા.

જો કામની વાત કરીએ તો સલમાન ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘ટાઈગર ૩’ ના શુટિંગમાં વ્યસ્ત ચાલી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અભિનેત્રી કેટરીના કૈફ જોવા મળશે.