ભગવાનના પરચા અને સતની વાતો તમે સાંભળી હશે. રામાયણથી મહાભારત અને કળિયુગ સુધી સતની કથાઓના ઘણા લોકો સાક્ષી પણ રહ્યાં હશે. થોડા સમય પહેલા તાઉતે નામનુ વાવાઝોડુ આવ્યુ ત્યારે આપણે સૌ ડરી ગયા હતા અને વિચારી રહ્યાં હતા કે આ વાવાઝોડુ જો ખરેખર ટકરાયુ હોત તો શું થાત.
મહામારી અને વાવાઝોડા વચ્ચે હનુમાનજીની લીલી અપરંપાર છે તે સામે આવ્યું છે. ભારતમાં અનેક જગ્યાએ તાઉતેએ હાહાકાર મચાવ્યો હતો અને લોકોને વિચારતા કરી દીધા હતા પરંતુ તેની વચ્ચે કેટલાક દ્રશ્યો એવા પણ સામે આવ્યા હતા કે જેને જોઇને ભગવાન હયાત છે અને તે આપણી વચ્ચે વસે છે તેના પર વિશ્વાસ ફરી અકબંધ થઇ જાય.
સોમનાથ અને દ્વારકા મંદિરની ધ્વજા પણ ન ફાટી અને તેવું જ કંઇક સાળંગપુરમાં પણ જોવા મળ્યુ હતુ. બોટાદ જિલ્લામાં સાળંગપુર મંદિર આવેલુ છે જે જગપ્રખ્યાત છે. તેની સાથે સ્વામિનારાયણ મંદિર પણ આવેલુ છે.
તાઉતે વાવાઝોડાનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે એેક તરફ વૃક્ષો ધરાશાયી થઇ રહ્યાં છે અને બીજી તરફ મંદિરની કાંકરી પણ હલી રહી નથી. મંદિરમાં કોઇ જાતની હલચલ જોવા મળી નહી,

સોમનાથ દરિયા કિનારા પર થઇને જ આ વાવાઝોડુ પસાર થયુ હતુ પરંતુ મંદિરની ધજા સહેજ પણ ફાટી નહોતી કે ના મંદિરમાં અન્ય નુકસાન થયુ હતુ.
ભારત દેશની આ જ વાત નિરાળી છે, આજે પણ ભગવાન તેના હોવાની સાબિતી આ રીતે આપતા જ રહે છે. જ્યારે પણ તમને ભગવાન પરથી ભરોસો ઉઠવા લાગે ત્યારે તમારે આ કિસ્સાઓ યાદ કરી લેવા જોઇએ. ભગવાન સતયુગમાં પણ હતા અને કળિયુગમાં પણ છે. જોવા માટે એક નજર જોઇએ જેનાથી તમે પ્રભુના દર્શન કરી શકો.