૭૦ માં દશકમાં ફિલ્મોમાં સ્ટંટનો મોટો રોલ રહેતો હતો. ફિલ્મોમાં સ્ટંટ માસ્ટરની કરતબ જોવા જેવી હતી. એ સમયે વિલેન અને સ્ટંટ માસ્ટર વિના કોઈ ફિલ્મ સફળ થવી લગભગ અશક્ય હતું. એ સમયમાં ફિલ્મમાં ગમે તેટલા નામી હીરો કેમ ના હોય, જો એ ફિલ્મમાં વિલેન ના હોય તો ફિલ્મ ચાલવી અશક્ય હતું.
આજે અમે તમને એક એવા જ સ્ટંટ માસ્ટરની કહાની જણાવીશું જે અજીવિકા કમાવવા માટે મુંબઈ આવ્યો પરંતુ પછી એણે કઈક એવું કર્યું કે બોલીવુડના સૌથી નામી ગિરામી વિલેન અને સ્ટંટ માસ્ટર બની ગયા.

આ કહાની છે બોલીવુડના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રોહિત શેટ્ટી ના પિતા એમબી શેટ્ટી ની. એમની શેટ્ટી પહેલાના જમાનાના ફિલ્મોમાં સુપ્રસિદ્ધ વિલેન રહ્યા છે. એમબી શેટ્ટી એ ફિલ્મોમાં વિલેનનો રોલ અદા કરવાની સાથે સાથે સ્ટંટ ડાયરેક્ટરનું પાત્ર પણ બખૂબી નિભાવ્યું પણ એમનો શરુઆતનો સમય ઘણો સંઘર્ષમય હતો.

વાત એવી છે કે એમબી શેટ્ટીને ભણવામાં વધારે રસ નહતો, જેના લીધે એમના પિતાએ એમને મુંબઈ મોકલી દીધા. એમબી શેટ્ટી ના પિતાએ દીકરાને મુંબઈ એ વિચારીને મોકલ્યા કે એ ત્યાં કોઈને કોઈ કામ શીખીને પૈસા કમાઈ લેશે અને જીવન વિતાવશે.

આ ક્રમમાં એમબી શેટ્ટી જયારે મુંબઈ પહોંચ્યા તો સૌથી પહેલા એમણે એક રેસ્ટોરાંમાં વેઈટરનું કામ સંભાળ્યું, પણ આ કામમાં એમનું મન ના લાગ્યું પછી એમણે બોક્સિંગ કરવાનું વિચાર્યું. આ કામ એમનું ઠીક ચાલ્યું. બોક્સિંગમાં એમણે ખૂબ નામ કમાયું. ઘણી ટુર્નામેન્ટ જીતી. રોહિત શેટ્ટીના એમબી શેટ્ટી એ લગભગ ૮ વર્ષો સુધી બોક્સર તરીકે કામ કર્યું.

બોક્સિંગ પછી એમને ફિલ્મોમાં ફાઈટ ઇન્સ્ટ્રકટરનું કામ મળ્યું. ૧૯૫૬ માં આવેલ ફિલ્મ હિરથી ફાઈટ ઇન્સ્ટ્રકટર તરીકે એમણે પોતાના કરિયરની શરુઆત કરી. એ પછી એમણે ફિલ્મોમાં એક્શન કોઓર્ડીનેટર તરીકે કામ કરવાનું શરુ કર્યું. એમબી શેટ્ટી અહિયાં જ નાં રોકાયા. એમણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું.

એમબી શેટ્ટી એ ૧૯૫૭ માં એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. એમણે દ ગ્રેટ ગેમ્બલર, ત્રિશુલ, ડોન, કસમે વાદે, શાલીમાર, ખેલ ખેલમેં, વારંટ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

એમના આ વિલેનના અવતારને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો. પરંતુ પડદા પર મોટા મોટા સ્ટંટ કરવાવાળા આ સ્ટંટ માસ્ટર એક દિવસ પોતાના ઘરમાં અચાનક લપસીને પડી ગયો. જેના લીધે એમબી શેટ્ટીને ઘણું વાગ્યું. આ અકસ્માત પછી તેઓ સ્ટંટ કરવા લાયક ના રહ્યા. ઘણા લોકો એની પાછળ એમની શરાબ પીવાની ટેવને પણ જવાબદાર માને છે. આ બધી ચર્ચામાં ૨૩ જાન્યુઆરી ૧૯૮૨ ના એમબી શેટ્ટી જેવા મહાન કલાકાર દુનિયાને અલવિદા કહી ગયા.