રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયા એ ફિલ્મ જગતમાં ખૂબજ નામ કમાયું. રાજેશ ખન્ના બોલીવુડના પહેલા સુપરસ્ટાર બન્યા તો એમની પત્ની અને અભિનેત્રી ડિમ્પલ કપાડિયા એ પણ પોતાની અદયાગીથી બધાનું દિલ જીતી લીધું. પરંતુ કહેવાય છે ને કે બોલીવુડ એવી જગ્યા છે કે જ્યાં દરેકને એ સ્થાન નથી મળતું. દર્શકોને એ વાતથી જરાય ફર્ક નથી પડતો કે તમે કોના બાળક છો, એ તો ફક્ત અભિનેતાને જ જોવે છે. આજના સમયમાં ઘણા એવા અભિનેતા છે જેમણે બહારથી આવીને બોલીવુડમાં એક અલગ જગ્યા બનાવી છે, તો ઘણા કલાકાર એવા પણ છે જે અભિનેતા કે અભિનેત્રી તરીકે સફળ ના થયા, અને એવાજ કલાકારોમાંથી એક છે રાજેશ ખન્નાની બીજી દીકરી.
રાજેશ ખન્નાની બીજી દીકરીનું કરિયર રહ્યું એકદમ ફ્લોપ
રાજેશ ખન્નાની બે દીકરીઓ છે, એમની પહેલી દીકરી ટ્વિન્કલ ખન્ના છે. ટ્વિન્કલનું બોલીવુડ કરિયર પણ ખાસ ના રહ્યું, પરંતુ એમણે ફિલ્મ જગતમાં પોતાની એક અલગ જગ્યા બનાવી તો રાજેશ ખન્નાની બીજી દીકરી રિંકી ખન્ના ને બોલીવુડમાં કોઈ ખાસ ઓળખ ના મળી. રિંકી એ ગોવિંદા સાથે ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા રહેતા હે’ માં કામ કર્યું હતું. પરંતુ એમને બોલીવુડમાં એ સફળતા નળ મળી જેની એ રાહ જોતી હતી. એ જ કારણ છે કે એને બહુ ઓછા લોકો ઓળખે છે.

૨૭ જુલાઈ ૧૯૭૭ ના જન્મેલી રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની દીકરી રિંકી ખન્ના એ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ થી કરી હતી. આ ફિલ્મ ૧૯૯૯ માં રિલીજ થઇ હતી. એ પછી રિંકી એ ગોવિંદા સાથે ‘જિસ દેશ મેં ગંગા રહેતા હે’ માં કામ કરવાની તક મળી, પરંતુ આ ફિલ્મ પછી પણ રિંકીનો સિક્કો બોલીવુડમાં ના ચાલ્યો. એમણે ફિલ્મ જગતમાં ફક્ત ચાર વર્ષ કામ કર્યું અને પોતાના કટ ૯ ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ ૨૦૦૪ માં એમણે ચામેલીમાં કામ કર્યું હતું. એ પછી રિંકી ખન્નાએ બોલીવુડને અલવિદા કહી દીધું.
રિંકી નહિ સાચું નામ હતું રિંકલ
ડિમ્પલ કપાડિયા અને રાજેશ ખન્નાની લાડલી રીન્કી ખન્નાનું સાચું નામ રિંકી નહિ પણ રીન્કલ હતું. પરંતુ એમણે પોતાનું નામ બદલીને રિંકલ થી રિંકી કરી દીધું. જણાવી દઈએ કે રિંકી એ હિન્દીની સાથે સાથે ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું, એ સિવાય એમણે હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઘણા નાટકોમાં પણ કામ કર્યું.

મોટી બહેન ટ્વિન્કલ ખન્ના એ જ્યાં બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા તો રિંકી એ બોલીવુડ કલાકારને છોડીને એક બિજનેસમેન સાથે લગ્ન કર્યા. વર્ષ ૨૦૦૩ માં એમણે સમીર સરન સાથે સાત ફેરા લીધા,અને એ પોતાના પતિ સાથે લંડનમાં જ શિફ્ટ થઇ ગઈ. રિંકી ખન્ના એ વર્ષ ૨૦૦૪ માં એક દીકરીને જન્મ આપ્યો અને એના અમુક વર્ષો પછી એક દીકરાને.
ટ્વિન્કલ ખન્ના જેટલું વધારે સોશ્યલ મીડિયા પર સક્રિય છે, એમની નાની બહેન રિંકી ખન્ના એટલી જ ફિલ્મોની સાથે સાથે સોશ્યલ મીડિયાથી પણ દૂર છે. એમના વિષે ક્યારેય કોઈ ખબર સાંભળવા નથી મળતી. રિંકી પોતાના પરિવારમાં વ્યસ્ત છે. આજના સમયમાં ભલે એ પડદાથી દૂર હોય, પણ એમનું ગીત ‘મુસમુસ સુહાસી’ આજે પણ લોકોના મોઢે છે. આ ગીત એમની ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ નુ છે. આ ફિલ્મમાં ડીનો મોરિયા એ પણ કામ કર્યું હતું.