ધોધમાં અચાનક આવેલ પૂરને લીધે ફસાઈ ગયો માં દીકરો, બહાદુર લોકોએ આ રીતે બચાવ્યો જીવ, જુઓ વિડીયો

સોશ્યલ મીડિયા પર રોજ જ ઘણા વિડીયો સામે આવી જાય છે. આ વિડીયોમાંથી કેટલાક એવા વિડીયો એવા હોય છે જેનથી લોકોનું ખૂબ જ મનોરંજન થાય છે. તો કેટલાક વિડીયો એવા હોય છે, જેનાથી લોકો ભાવુક થઈ જાય છે. એ સિવાય કેટલાક વિડીયો એવા પણ હોય છે, જે દિલને સ્પર્શે છે. તમે બધાએ સોશ્યલ મીડિયા પર કોઈ ને કોઈ વિડીયો જોયો હશે, જે તમને ગમ્યો હશે.



એમ જોઈએ તો સોશ્યલ મીડિયા પર ખબરો, ફોટા અને વિડીયોની લાંબી લાઈન લાગી હોય છે. એમાંથી ઘણા વિડીયો જયારે લોકો સામે આવી જાય છે તો લોકો એ જોઇને આશ્ચર્યચકિત થઇ જાય છે. એમાં એક વિડીયો સામે આવ્યો છે, જે જોયા પછી તમે એક ક્ષણ કદાચ આશ્ચર્યચકિત થઇ જશે. જી હા, આ વિડીયોમાં એક મહિલા અને એના બાળકને બચાવવા માટે કેટલાક લોકોએ પોતાના જીવની પણ ચિંતા ના કરી.

તમે બધા એ બહાદુરીના ઘણા કિસ્સા સાંભળ્યા હશે પણ સોશ્યલ મીડિયા પર જે વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે, એમાં કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને માં દીકરાને બચાવતા દેખાઈ રહ્યા છે. રેસ્ક્યૂનો આ વિડીયો ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે, જે જોયા પછી તમે પણ એ બહાદુર જાંબાજના વખાણ કરતા ખુદને નહિ રોકી શકો, જેમણે માં દીકરાને બચાવવા માટે પોતાના જીવની બાજી લગાવી દીધી.



મળેલી માહિતી મુજબ, આ ઘટના તમિલનાડુના સાલેમ જીલ્લાની છે. એવું જણાવાઈ રહ્યું છે કે કલવરાયણ પહાડીઓ પાસે ભારે વરસાદ થયો હતો. જેના લીધે અનાઈવરી વોટરફોલનું જળ સ્તર ઘણું વધી ગયું હતું. આ બધું એટલું જલ્દી થયું કે કોઈને ખબર ના પડી અને ત્યાં રહેલ પર્યટકોને પોતાને સંભાળવાની તક ના મળી શકી. જણાવી દઈએ અનાઈવરી ધોધ, સ્લેમ જીલ્લાનું ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે. જ્યાં વિકેન્ડ ભારે સંખ્યામાં લોકો ભેગા થાય છે.

આ વાત રવિવારની જણાવાઈ રહી છે. આ દિવસે ત્યાની ખૂબસૂરતી જોવા માટે ઘણા લોકો ભેગા થયા હતા. ત્યાં બધા લોકો ખૂબસૂરત નજારો દેખી રહ્યા હતા.
બધું બરાબર ચાલી રહ્યું હતું ને અચાનક જ વાતાવરણ બદલાઈ ગયું અને ખતરનાક થઇ ગયું. અચાનક જ અનાઈવરી વોટર ફોલનું સ્તર વધી ગયું, જેનાથી હાલત એટલી ગંભીર થઇ ગઈ, કે એક મહિલા પોતાના બાળકો સાથે ઝરણામાં ફસાઈ ગઈ.



તમે બધા આ વાયરલ વિડીયોમાં જોઈ શકો છો કે એક તરફ પાણીનો વહાવ તેજ છે. બીજી તરફ લપસી પડાય એવી ચટ્ટાન પણ દેખાઈ રહી છે. એમાં મહિલા પોતાના બાળકો સાથે ફસાઈ ગઈ છે. પાણીનો વહાવ એટલો તેજ હતો કે રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યો હતો પણ એમાં બે લોકો સામે આવ્યા અને એમણે પોતાની બહાદુરી દેખાડતા માં દીકરાનો જીવ બચાવવામાં લાગી ગયા.

વાયરલ વિડીયો કલીપમાં દેખાઈ રહ્યું છે કે એ લોકો લપસી પડાય એવી ચટ્ટાન પર કેવી રીતે ચાલી રહ્યા છે અને એ પોતાના પ્રયત્નોમાં માં દીકરાને બચાવી લે છે. જોકે, પાછા ફરતા એ લપસીને પાણીમાં પડી જાય છે પણ જેમ તેમ તરીને કિનારે પહોંચવામાં સફળ પણ થાય છે.



વાયરલ થયેલ આ વિડીયો આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે અને એમણે આ વિડીયો શેર કરતા લખાણ લખ્યું છે કે સુપરહીરોઝ. Huge Respect. જયારે આ વિડીયો વાયરલ થયો તો એ પછી અધિકારીઓએ થોડો સમય ત્યાં ધોધ પર જવાની ના પાડી દીધી હતી. તો આઈએફએસ @surenmehra એ એવો દાવો કર્યો છે કે મહિલા અને બાળકોને બચાવવા વાળા જાંબાઝ ફોરેસ્ટ સ્ટાફ છે. સોશ્યલ મીડિયા પર આ વિડીયો જોયા પછી બધા આ બહાદુર લોકોના વખાણ કરી રહ્યા છે.