કોઇ પણ સંબંધનો આધાર ભરોસો હોય છે. સંબંધમાં જો કોઇ જૂઠ્ઠુ બોલે તો પાર્ટનરને માફ કરવો મુશ્કેલ થઇ જાય છે. બ્રિટનની એક મહિલાએ પોતાના પાર્ટનર સાથે બ્રેક અપ કરી લીધું હતું.
જ્યારે કોઇ પણ કપલ સંબંધ બનાવે છે ત્યારે તેઓ એકબીજાની સેફ્ટીને લઇને ખાસા સજાગ હોય છે. તેઓ ઇચ્છે છે કે એકબીજા સાથે ખુલીને વાત કરે પરંતુ જ્યારે પાર્ટનર જ ચીટર નીકળે ત્યારે તમે શું કરો? એક મહિલા સાથે તેના બોયફ્રેન્ડે સેક્સ કરી લીધું જે બાદ તેને હકીકત જણાવતા મહિલાના હોશ ઉડી ગયા હતા. બાદમાં તેણે બ્રેકઅપ કરી લીધું હતું અને એવી ડરી ગઇ હતી કે સ્ટોરી સોશ્યલ મીડિયા પર શૅર કરીને લોકોની સલાહ લીધી હતી.
શું કહ્યું મહિલાએ?
મહિલાએ લખ્યું કે હું 27 વર્ષની છુ અને મારો બોયફ્રેન્ડ 31 વર્ષનો છે. અમારા વચ્ચે ફોન પર વાતો થતી હતી પરંતુ અમે એકબીજાને મળ્યા નહોતા. અમે એકબીજાને પ્રેમ કરતા હતા અને એક 2 મહિના મળ્યા વગર રહેવું અમારા માટે કાઠુ કામ હતું.
એક દિવસ મળ્યા અને…
રાહ જોયા બાદ બંને એકબીજાને મળ્યા અને બંનેએ શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા. આટલા દિવસ બાદ બોયફ્રેન્ડને મળ્યા બાદ તે ખુશ હતુ પરંતુ અચાનક ખુશીઓ દુઃખમાં પરિવર્તિત થઇ ગઇ હતી. બીજા દિવસે તેના બોયફ્રેન્ડે કહ્યું કે તેને હર્પીસ છે. આ એક સેક્સુઅલ બીમારી છે.
દવા લેવાની કરી બંધ
આ વાતની જાણ થયા બાદ મહિલાએ તેના બોયફ્રેન્ડને કહ્યું કે, હવેથી આપણે ફીઝીકલ રિલેશન નહી બનાવીએ પહેલા એકબીજાને જાણવાનો પ્રયત્ન કરીશું. દરમિયાન બોયફ્રેન્ડે દવા લેવાની બંધ કરી દીધી હતી.
એક્સપર્ટે શું કહ્યું
મહિલાની વાત જાણીને એક્સપર્ટે તેને સલાહ આપી કે, બની શકે તેના બોયફ્રેન્ડે પહેલા સત્ય કહેવાનું વિચાર્યુ હોય પરંતુ બાદમાં તેને થયું હોય કે હકીકત જાણ્યા બાદ તું એને છોડીને જતી રહીશ? આ સંબંધને થોડો સમય આપો અને હર્પીસ કોઇ એવી બીમારી નથી કે જેનો ઇલાજ ન થઇ શકે.