4 કરોડના દહેજ ને ઠોકર મારી કહ્યું, તમારી દીકરી જ સૌથી મોટી સંપત્તિ છે…

શું તમને ખબર છે કે આ માણસે 4 કરોડનું દહેજ ઠુકરાવીને કીધું કે તમારી દીકરી જ સૌથી મોટું દહેજ છે? શું તમને ખબર છે કે કોણ છે આ માણસ? આ બધા સવાલોના જવાબ મેળવા માટે આ આખો લેખ ધ્યાનથી વાંચો જેથી તમને આ બધા સવાલોના જવાબ મળી શકે. તો ચાલો જોઈએ.

જેમ કે આપણે ખબર જ છે કે આજકાલ લગ્નનો માહોલ જોરોશોરોથી ચાલી રહ્યો છે, બોલિવૂડની અમુક ફેમસ હસ્તીઓની સાથે-સાથે સામાન્ય માણસ પણ પોતાના લગ્ન જોરશોરથી કરી રહ્યો છે. બોલિવૂડની અમુક ફેમસ હસ્તીઓના લગ્ન આજકાલ લોકોની ચર્ચામાં ચાલી રહ્યા છે.પણ આજે અમે તમને એક એવી જગ્યાની વાત કરવા જઈ રહ્યા છે, જ્યાં લગ્નના નામ પર દહેજ લેવા માટે સ્ત્રીઓને પોતાની આહુતિ પણ આપવી પડે છે. આપણે ઘણી વાર આ વાત સાંભળી હશે કે છોકરીના ઘરવાળાએ દહેજ નહિ આપતા છોકરીને ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે અને ઘણી વાર છોકરીઓ આ કારણથી પોતાની જાન આપી દેતી હોય છે, તમે પણ આ વાત સાંભળીને હેરાન થઈ જતા હંસોને?આજે આપણે જે વિશે વાત કરવાની છે એ મામલો આખી દુનિયાની સામે મિસાલ બનીને આવ્યો છે. આ વાત છે હરિયાણાના એક લગ્નની અને આ લગ્નની જેટલી તારીફ કરો એટલી ઓછી છે. આ લગ્ન કરવા માટે  છોકરાએ એક સરત રાખી હતી કે આ લગ્ન તો જ થશે કે જો છોકરીવાળા દહેજ આપશે નહિ અને આ દહેજ આપવાની પ્રથા બંધ થવી જ જોઈએ, આપણા સમાજે આ પ્રથાને રોકવા પર વિચાર કરવો જોઈએ.

શું તમને ખબર છે કે આ લગ્ન ખાલી 1 રૂપિયામાં જ થયા હતા? હા, આ લગ્નમાં કોઈપણ પ્રકારનો ફિઝુલ ખર્ચો થયો નથી. છોકરો પોતાના થોડાક કરીબી સગાવાળાને લઈને લગ્ન કરવા આવ્યો હતો અને લગ્નના અમુક ફોટા સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા.આ લગ્ન હરિયાણાના આદમપુરમાં થયા હતા જે આપણા સમાજના બધા લોકોને એક સંદેશ આપે છે. આ લગ્ન કરતા પહેલા છોકરાએ અમુક સરતો મૂકી હતી કે કોઈપણ પ્રકારનું દહેજ આપવામાં નહિ આવે, કોઈ વધારાની રસમ પણ નહિ થાય અને ખોટો વધારાનો ખર્ચો પણ નહિ થાય. જો આ બધી સરતો પુરી થશે તો જ આ લગ્ન થશે અને આ લગ્ન છોકરાની બધી સરતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા.

આટલું જ નહિ પહેલા દુલ્હનના ઘરવાળા દુલ્હાને 4 કરોડ રૂપિયા દહેજ આપવાના હતા, પણ દુલ્હાએ આ પ્રથાને અટકાવ માટે દહેજની ના પડતા કહ્યું,’ કે મારે કોઈ દહેજ નથી જોઈતું, તમે મને તમારી છોકરી આપી એક મારી માટે સૌથી મોટું દહેજ છે. હું કોઈ વધારે પડતા ફિઝુલ ખર્ચામાં માનતો નથી, એટલે હું ઇચ્છુ છું કે આ લગ્ન શાંતિ પૂરક થાય’. એટલા માટે આ લગ્ન શાંતિપૂર્વક અને કોઈ ફિઝુલ ખરચો કર્યા વગર થયા હતા.