સૌ કોઈના જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા જરૂર હોય છે. એનાથી છુટકારો મેળવવા માટે લાલ પુસ્તકમાં ઘણા ઉપાય જણાવવામાં આવેલ છે. આ ઉપાય દૈનિક જીવનની સમસ્યાઓથી મુક્તિ અપાવવામાં ઘણા કારગર હોય છે. લાલ કિતાબના આ ઉપાય તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધી લાવી શકે છે.
આ લાલ કિતાબમાં ધન સાથે જોડાયેલ સમસ્યાઓનું સમાધાન પણ જણાવવામાં આવ્યું છે. ધન પ્રાપ્તિ માટે આ ઉપાય કરવાથી તમારા પૈસાની સમસ્યા દૂર થઇ જશે. ધન લાભ સિવાય આ ઉપાય તમને વેપારમાં લાભ અને દેવામાંથી પણ મુક્તિ અપાવે છે. તો ચાલો મોડું કર્યા વિના લાલ કિતાબના આ ઉપાયો પર એક નજર કરી લઈએ.
પહેલો ઉપાય
દેવું એ એક એવી વસ્તુ છે જે ચુકવવાનો બોજ ઘણો મોટો હોય છે. ઘણીવાર એવી પરિસ્થિતિ ઉભી થઇ જાય છે કે આપણે ઇચ્છવા છતાં દેવું નથી ચૂકવી શકતા. ઉપરથી વ્યાજ પણ વધતું જાય છે. એવામાં તમે રોજ કાગડાને રોટલી ખવડાવીને અથવા એમને દાણા નાખીને દેવામાંથી મુક્તિ મેળવી શકો છો. એના માટે રાતે સૂતા પહેલા પથારીની નીચે એક વાસણમાં જવ ભરીને રાખો. પછી બીજા દિવસે સવારે એ જવ પશુઓને ખવડાવો અથવા જરૂરતમંદને દાન કરો. એવું કરવાથી તમારી આર્થિક સમસ્યામાં સુધારો આવશે અને તમને દેવામાંથી મુક્તિ મળી જશે.
બીજો ઉપાય
જો ઘરમાં કોઈ વ્યક્તિની આવક ઓછી કે બંદ થઇ ગઈ હોય તો લાલ કિતાબનો આ ઉપાય તમારા કામનો છે. આ ઉપાય હેઠળ તમારે શુક્રવારના દિવસે માં લક્ષ્મીની સામે બેસીને કનકધારા સ્ત્રોતનો પાઠ કરવાનો રહેશે. એ સિવાય તમે જયારે પણ ઘરથી બહાર નીકળો તો માથા પર કેસરનો તિલક લગાવી લો. એનાથી તમારી કિસ્મત ચમકી ઉઠશે અને તમને ધન પ્રાપ્તિના નવા અવસર મળશે. એક રીતે તમારા ઘરની આવક વધવા લાગશે.
ત્રીજો ઉપાય
જો તમને તમારા બિજનેસ કે વેપારમાં ફાયદો નથી થઇ રહ્યો તો પણ લાલ કિતાબ તમને મદદ કરી શકે છે. એના માટે શનિવારના દિવસે વહેતા જળમાં અખરોટ કે નાળીયેર પ્રવાહિત કરો. એ સિવાય ઘરના બધા સભ્યો ધરતી પર બેસીને એકસાથે ભોજન ગ્રહણ કરો. એવું કરવાથી પરિવારના બધા સભ્યોની પ્રગતી થશે. એમના કાર્યક્ષેત્રની બધી સમસ્યાઓ સમાપ્ત થઇ જશે. એટલું જ નહીં, તમારા વેપારમાં નુકસાન બંદ થઇ જશે અને ફાયદો જ ફાયદો થવા લાગશે.
મિત્રો જો તમને લાલ કિતાબના આ ઉપાય ગમ્યા હોય તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા.