સજીધજીને પાર્લરની બહાર દેખાઈ રવિના, પીચ કલરના લહેંગામાં માં થી વધારે ખૂબસૂરત લાગી રહી હતી દીકરી

રવિના ટંડન આજે કોઈની ઓળખની મોહતાજ નથી. પોતાના જમાનામાં રવિના એક થી એક હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને આજે પણ પોતાની અદાથી લાખો લોકોનું દિલ ચોરી લે છે. આજે પણ એ ‘ટિપ ટિપ બરસા પાની’ પર ડાંસ કરે છે તો યુવાઓની ધડકન જાતેજ વધી જાય છે. રવીનાની સુંદરતાનો કોઈ તોડ નથી અને હવે એમની દીકરી રાશા પણ એના જેવી જ દેખાવા લાગી છે.

રવિના ભલે ફિલ્મોથી દૂર હોય, પણ અવારનવાર કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં જરૂર રહે છે. હવે જેમ કે હાલમાં જ ભત્રીજીના લગ્નમાં રીક્ષામાં પહોંચીને રવિના ખૂબ જ ચર્ચામાં રહી. આ દરમિયાનના બે વિડીયો પણ રવિના એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શે ર્ક્યા જે લોકોને ખૂબ જ ગમ્યા. વાત એવી છે કે ભત્રીજીના લગ્ન માટે કારની રાહ જોતા રવિના મોડી થઇ ગઈ હતી, એવામાં એ રીક્ષા લઈને ફંક્શન પહોંચી. અરશદ નામના રિક્ષા ડ્રાઈવરે સમયસર રવિના અને એમની દીકરી રાશા ને લગ્નના સ્થળે પહોંચાડી દીધા.

પાર્લરની બહાર જોવા મળી માં દીકરીની જોડીઆ વિડીયો વાયરલ થયા પછી હવે રવીનાના કેટલાક ફોટા સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ રવિના તૈયાર થઈને પોતાની દીકરી રાશા સાથે એક પાર્લર બહાર જોવા મળી. આ દરમિયાન બંને માં દીકરી ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. જણાવી દઈએ કે, આ ફોટા એ સમયના છે જયારે ભત્રીજીના લગ્નમાં જવા માટે તૈયાર થવા માટે પાર્લર પહોંચી હતી. માં દીકરી ભારતીય કપડામાં એકદમ ગ્લેમરસ દેખાઈ હતી.

રાશાની સાદગીએ જીત્યું દિલએક તરફ રવિના ગ્રીન કલરના લહેન્ગા, ક્રોપ ટોપ, ખુલ્લા વાળ, ભારે ઘરેણા અને માથામાં ટીકા સાથે ખૂબસૂરત જોવા મળી. તો બીજી તરફ દીકરી રાશાએ પોતાની સાદગીથી બધાનું દિલ જીતી લીધું. રાશા પીચ કલરના લહેન્ગા, ખુલ્લા વાળ, અને ઓછા મેકઅપમાં જોવા મળી. રાશાની સાદગી જોવા જેવી હતી અને એમણે પોતાના લુકથી ફેન્સને આકર્ષિત કર્યા હતા. સોશ્યલ મીડિયા પર લોકો રાશાની ખૂબસૂરતીના વખાણ કરતા થાકી નથી રહ્યા. રાશા પર પીચ રંગ સરસ લાગી રહ્યો છે અને એ ઓછા મેકઅપમાં પણ ઘણી સુંદર દેખાઈ રહી છે.

‘કેજીએફ ચેપ્ટર ૨’ માં જોવા મળશેજો કામની વાત કરીએ તો છેલ્લે રવિના વર્ષ ૨૦૧૭ માં આવેલી ફિલ્મ ‘માત્ર’ માં જોવા મળી હતી. એ સિવાય આવનારા દિવસોમાં એ જલ્દી જ ‘કેજીએફ ચેપ્ટર ૨’ માં જોવા મળશે. ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં આવેલી ‘કેજીએફ ચેપ્ટર ૧’ ની રીમેક છે. ફિલ્મમાં યશ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મે બોક્સ ઓફીસ પર સારી એવી કમાણી કરી હતી. એવામાં ફેંસ આ ફિલ્મથી પણ આશા લગાવીને બેઠા છે. જણાવી દઈએ કે, ‘કેજીએફ ચેપ્ટર ૨’ નું શુટિંગ શરુ થઇ ગયું છે અને ફિલ્મ ૨૦૨૦ ના જુલાઈ મહિનામાં રિલીજ થઇ શકે છે.