તમે તમારા જીવનમાં ક્યારેક તો રાત્રે કુતરાઓને તમારા ઘરની બહાર રડતા સાંભળ્યા જ હશે. ઘણી વાર માત્ર એક કૂતરું હોય તો અમુક વાર અનેક કુતરાઓ રડતા હોય છે તો શું તમને ખબર છે આ કુતરાઓ શા માટે રડતા હોય છે? તો ચાલો આજના અમારા આ નવા લેખમાં અમે તમને આ વિષે સંપૂર્ણ માહિતી આપી દઇએ.
તમે આમ થવાના અનેક કારણો સાંભળ્યા હશે ઘણી વાર લોકો આ કુતરાઓના રડવા પાછળ કોઈ વિચિત્ર કહાનીઓ કહેતા હોય છે. આ કહાનીઓ હંમેશા ભૂતની જ હોય છે જે સાંભળીને આપણા રુવાડા ઉભા થઇ જતા હોય છે.
શું તમને ખબર છે આ કુતરાઓ આપણા ઘરની બહાર રડે એ ખરાબ કહેવાય કે સારું? અનેક વાર આપણા વડીલો કહેતા હોય છે કે આ કુતરા ઘરની બહાર રડે તે સારું ન કહેવાય.
આખરે શું છે હકીકત?
ઘણી વાર તમારા વડીલોને કહેતા તમે સાંભળ્યું હશે કે આ કુતરાઓ આપણા ઘરની બહાર રડે એ ખુબ જ ખરાબ કહેવાય અને આ પાછળ એક એ કારણ હોય છે કે કોઈ મૃત્યુ પામવાનું છે હેને? આવી વાત સાંભળીને સ્વાભાવિક છે કે કોઈ ડરશે.
હવે આ સામે જો તથ્યની વાત કરવામાં આવે તો જ્યોતિષવિદ્યામાં જણાય પ્રમાણે જ્યારે આસપાસમાં કોઈ આત્મા હોય ત્યારે કૂતરાઓ સૌથી વધુ રડતા હોય છે. આપણે જાણીયે છીએ કે માનવ પોતાની આંખે બધી વસ્તુઓ જોઈ શકતો નથી પરંતુ કુતરાઓ જોઈ શકતા હોય છે. જ્યોતિષવિદ્યા પ્રમાણે કુતરાઓ આ આત્માને જોઈ શકતા હોય છે.
આપણા શાસ્ત્ર પ્રમાણે માત્ર આ જ કારણ છે કે કુતરાઓ રાત્રે આત્માને જોઈ શકતા હોવાના કારણે તેઓ રડતા હોય છે અને બૂમો પડતા હોય છે. પરંતુ મિત્રો આની સામે આપણા વિજ્ઞાનનું કંઈક અલગ જ માનવું છે. તો ચાલો જાણીએ આખરે વિજ્ઞાન શું કહે છે?
આપણા વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે આ કુતરાઓ રડતા નથી હોતા તેઓ આ પ્રકારના આવાજ કરતા હોય છે કે જેથી તે લોકોને અને પોતાના સાથી કૂતરાને ત્યાં હોવાની અનુભૂતિ કરાવી શકે.
પરંતુ સવાલ એ છે કે કુતરાઓ દરરોજ તો રડતા નથી તો શું તેઓ દરરોજ પોતાની ત્યાં હોવાની અનુભૂતિ નહિ કરાવતા હોય? હવે ભગવાન જ જાણે આ પાછળ શું કારણ હશે તે.
તો મિત્રો તમને આ લેખ ગમ્યો હોય અને આવા જ અવાર નવાર લેખ જોવા માંગતા હોવ તો અમારા પેજને લાઈક કરતા જાઓ અને નોટિફિકેશન ઓન કરી લેજો જેથી સૈથી પહેલા તમને જાણકારી મળે અને હા નીચે કોમેન્ટમાં ભગવાનનું નામ લખતા જજો આભાર!