આ કારણે થાય છે જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક, વાંચો ત્યાંની રથયાત્રાની રસપ્રદ કહાની…

શું તમને ખબર છે શા માટે થાય છે જગન્નનાથજીનો જ્યેષ્ઠાભિષેક? કેમ જેઠ માસ માં જ પ્રભુ પર કરવામાં આવે છે જળાભિષેક? ઘણા બધા લોકોને આ સવાલોના જવાબ નથી ખબર હોતા, આજે આપણે તમારા આ બધાના જવાબ જોવાના છે. તો આ લેખ ધ્યાનથી વાંચો.

નવ દિવસની આ લાંબી રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને ગુંડીચા મંદિર જાય છે. ત્યાર બાદ જગન્નાથ મંદિર પર આવે છે. દુનિયાભરના લોકો આ રથયાત્રામાં ભાગ લેવા આવે છે, જે લોકો આ રથને ખેંચે છે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. જગન્નાથ પુરી હિન્દુઓના પવિત્ર ચાર ધામ સ્થળોમાંથી એક છે.

પ્રભુ જગન્નાથજીનો દર વર્ષે જેઠ સુદ પૂર્ણિમાંના રોજ જ્યેષ્ઠાભિષેક થાય છે. આ જ દિવસે પ્રભુ જગન્નનાથજીના મુખ્ય ધામ પુરીમાં સ્નાન યાત્રા નીકળે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શા માટે જગન્નનાથજીનો જ્યેષ્ઠાભિષેક થાય છે?  અને શા માટે જળાભિષેક જેઠ માસ માં જ પ્રભુ પર કરવામાં આવે છે? તો આવો આજે તે સંબંધીત રોચક કથાઓ જાણીએ.



દંતકથા અનુસાર શ્રી કૃષ્ણ વ્રજવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા અને એટલું જ નહિ વ્રજવાસીઓ માટે તો શ્રી કૃષ્ણ તેમનું જીવન હતા. એક વાર વૃદ્ધાવસ્થાએ પહોંચેલા નંદ બાબાને વિચાર આવ્યો કે, “આ જ સમય યોગ્ય છે કે હૂં મારા પુત્ર કૃષ્ણ ને મારી જગ્યાએ વ્રજ નો રાજા બનાવી દઉં. તેનો રાજ્યાભિષેક કરી દઉં”.

નંદબાબાએ જઈને તરત જ તેમના કુળગુરુ ગર્ગાચાર્યજી આગળ પોતાનો વિચાર અભિવ્યક્ત કર્યો. ગર્ગાચાર્યજી એ મુહૂર્ત જોયુ અને જેઠ સુદ પૂર્ણિમાનું મુહૂર્ત કાઢ્યું. જેઠ સુદ પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણ ના રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓના જળ મંગાવવામાં આવ્યા અને તે દિવસે શ્રી કૃષ્ણને સફેદ ધોતી અને સફેદ વસ્ત્ર પહેરાવવામાં આવ્યું. અને તેમનો મનમોહક રીતે શણગારવામાં આવ્યું. ત્યાર બાદ પવિત્ર નદીઓના જળથી તેમનો અભિષેક કરવામાં આવ્યો.



તે જ સમયે ઋષિમુનિઓએ પુરુષસુક્તના મંત્રના ઉચ્ચાર કર્યા અને પુત્ર શ્રીકૃષ્ણનો શ્રી નંદરાયજીએ રાજ્યાભિષેક કર્યો. જ્યેષ્ઠ નક્ષત્રમાં શ્રીકૃષ્ણ પર થયેલો આ અભિષેક ” જ્યેષ્ઠાભિષેક ” તરીકે પ્રસિદ્ધ થયો. આ અભિષેકથી વ્રજકુંવર વ્રજરાજ બન્યા હતા અને તે થી જ જેઠ સુદ પૂર્ણિમાના દિવસે શ્રીકૃષ્ણનું જ્યેષ્ઠાભિષેક કરવાનો વિશેષ મહિમા છે. આમ તો જેઠ સુદ પૂર્ણિમાના દિવસે શ્રીકૃષ્ણ સંબંધી મોટા ભાગના મંદિરોમાં પ્રભુ પર જ્યેષ્ઠાભિષેક થાય છે પરંતુ લોકોના કેહવા અનુસાર જગન્નાથનજી તો સ્વયં શ્રીકૃષ્ણનું જ કળિયુગી સ્વરૂપ મનાય છે. લોકો માને છે કે શ્રીકૃષ્ણ જ કળિયુગમાં જગન્નાથજી રૂપે સાક્ષાત ધરતી પર વિદ્યમાન થયા છે અને એટલે જ તેમના જ્યેષ્ઠાભિષેકનો વિશેષ મહિમા છે.