સાઉથ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી રશ્મિકા મંદાના નૌ જવાનોના દિલોની ધડકનની સાથે સાથે નેશનલ ક્રશ બની ચુકી છે. આટલા ઓછા સમયમાં રશ્મિકા મંદાનાએ એ સ્થાન મેળવી લીધું છે કે આજે એ કોઈ ઓળખની મોહતાજ નથી. રશ્મિકાનું નામ આજની સૌથી જાણીતી અભિનેત્રીઓની યાદીમાં શામેલ છે. પોતાના અભિનયથી લાખોને ફેન બનાવવાવાળી રશ્મિકા મંદાના સાઉથ ઇન્ડસ્ટ્રી પછી હવે બોલીવુડમાં પણ કિસ્મત અજમાવવાની છે.
જોકે, હજી સુધી રશ્મિકા એ બોલીવુડની કોઈ પણ ફિલ્મમાં કામ નથી કર્યું, પણ એમની ચર્ચા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી થાય છે. રશ્મિકા મંદાના એ ફક્ત પોતાનું નામ કમાયું છે એટલું જ નહીં, એ બહુ ઓછા સમયમાં જ કરોડો સંપતિની માલકિન પણ બની ચુકી છે. આવો જાણીએ રશ્મિકા મંદાના કેટલી સંપતિની માલકિન છે?

જણાવી દઈએ કે, રશ્મિકા મંદાનાએ વર્ષ ૨૦૧૬ માં આવેલી ફિલ્મ ‘કીરિક પાર્ટી’ થી એક્ટિંગનું દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પહેલી જ ફિલ્મથી રશ્મિકા દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી. દિલકશ અદાઓ અને સુંદર હાસ્યથી લોકોનું દિલ જીતવાવાળી રશ્મિકા મંદાનાને પોતાની પહેલી ફિલ્મ પછી જ ઘણી મોટી મોટી ફિલ્મો ઓફર થઇ. આજે આલમ એ છે કે રશ્મિકા સાઉથ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે ફીસ લેવાવાળી અભિનેત્રીઓમાં શામેલ થઇ ગઈ છે. રિપોર્ટનું માનીએ તો રશ્મિકા મંદાના એક જ ફિલ્મ માટે લગભગ ૩ થી ૪ કરોડ રૂપિયા લે છે.

વાત કરીએ તો રશ્મિકા મંદાનાની સંપતિ વિષે વાત કરીએ તો એ લગભગ ૩૦ કરોડની સંપતિની માલકિન છે. જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના પાસે બેંગ્લોરમાં એક શાનદાર વિલા છે, જેની કિંમત લગભગ ૮ કરોડ રૂપિયાથી પણ વધારે જણાવાય છે. બાકી અભિનેત્રીઓની જેમ રશ્મિકા મંદાના પાસે શાનદાર ગાડીઓ પણ છે,જેમની કિંમત કરોડોમાં છે. રશ્મિકા પાસે ૫૦ લાખની મર્સિડીઝ બેંજ C ક્લાસ, ૪૦ લાખની ઓડી q ૩, ટોયોટા ઈનોવા અને હ્યુન્ડાઈ ક્રેટા જેવી શાનદાર ગાડીઓ છે.

બેન્લ્ગુર સિવાય રશ્મિકા પાસે ગોવામાં પણ એક શાનદાર ઘર છે, જેની કિંમત કરોડોમાં છે. રશ્મિકા ઘણીવાર ઓટના ગોવાના ઘરના ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. એ સિવાય વર્ષ ૨૦૨૦ માં જ રશ્મિકા એ હૈદરાબાદના ગાચી બાવલી વિસ્તારમાં એક બંગલો ખરીદ્યો જેની કિંમત પણ કરોડોમાં જણાવાઈ રહી છે. અત્યારે રશ્મિકા અભિનેત્રી નયનતારા, અનુષ્કા શેટ્ટી, અને સામંથા રૂથ પ્રભુને ટક્કર આપી રહી છે. જો એનું આ કરિયર આ રીતે ચાલતું રહ્યું તો જલ્દી જે આ અભિનેત્રીઓથી આગળ નીકળી જશે.

રશ્મિકા મંદાના ફક્ત ફિલ્મો દ્વારા જ પૈસા કમાય છે એવું નથી, એમની પાસે ઘણી જાહેરાતોની ઓફર આવે છે. હાલમાં જ એ મશહૂર અભિનેતા વિક્કી કૌશલ સાથે અમૂલ માચોની જાહેરાતમાં દેખાઈ ચુકી છે. એપ્રિલ ૧૯૯૬ ના વિરાજપેટ કર્ણાટકમાં જન્મેલી રશ્મિકાએ પોતાના કરિયરમાં ફક્ત ૧૧ ફિલ્મો આપી છે, જેમાં અંજની પુત્ર, ચમક, ચલો, ગીતા ગોવિંદમ, દેવદાસ, યજમાન, ડીયર કોમરેડ, સરિલેરુ નેક્કેવરુ, ભીષ્મા, અને પુષ્પા દ રાઈઝ, જેવી ફિલ્મો શામેલ છે.

રશ્મિકા મંદાના જલ્દીજ ફિલ્મ ‘મિશન મજનૂ’ થી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રવેશ કરવા જઈ રહી છે. આ ફિલ્મ એ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દેખાશે. વાત કરીએ રશ્મિકાના અંગત જીવનની તો અત્યારે એમનું નામ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે જોડાઈ રહ્યું છે. રશ્મિકાની એક અદા પર લાખો ફિદા છે અને એમની એક ઝલક માટે લોકો આતુર રહે છે. એમને સોશ્યલ મીડિયા પર લગભગ ૨૬.૮ મીલીયનથી વધારે લોકો ફોલો કરે છે.

જણાવી દઈએ કે, વર્ષ ૨૦૨૦ રશ્મિકા મંદાનાને ગુગલે નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા જાહેર કરી છે. એ સૌથી વધારે સર્ચ થતી સેલીબ્રીટીમાં શામેલ છે. અત્યારે રશ્મિકાની ફિલ્મ ‘પુષ્પા’ બોક્સ ઓફીસ પર કોરદાર કમાણી કરી રહી છે.